Delhivery IPO: કંપનીએ છૂટક વ્યક્તિગત રોકાણકારો (RII) માટે 10% હિસ્સો અનામત રાખ્યો છે. કુલ ઑફરના લગભગ 75 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે ફાળવવામાં આવ્યો છે.
મુંબઇ. Delhivery IPO: લૉજિસ્ટિક કંપની ડિલ્ડીવરીનો આઈપીઓ (Delhivery IPO) આજે ખુલશે. આઈપીઓ માટે 13મી મે સુધી બીડ કરી શકાશે. ડિલ્હીવરીએ આઈપીઓ ખુલતા પહેલા જ એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor investors) પાસેથી 2400 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. કંપનીએ 5235 કરોડ રૂપિયાનો ઇશ્યૂ લઈને આવી છે. પહેલા કંપનીની યોજના 7,460 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની હતી. જોકે, માર્કેટના નબળા સેન્ટિમેન્ટ્સને પગલે કંપનીએ આઈપીઓની સાઇઝ (Delhivery IPO Size) નાની કરી છે.
રોકાણ કરવું કે નહીં?
બજાર વિશ્લેષકોનું કહેવું છે કે ડિલ્હીવરીની ઇશ્યૂ કિંમત મોંઘી લાગી રહી છે. આઈપીઓ વિશ્લેષક આદિત્ય કોન્ડાવારનું કહેવું છે કે, "ઇંધણની કિંમતો વધી રહી છે. આવા કેસમાં સપ્લાઇ અને લૉજિસ્ટિક સાથે જોડાયેલા એવા અનેક મુદ્દા છે જે કંપની માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આ બિઝનેસમાં અન્ય કંપનીએ પહેલાથી જ લિસ્ટેડ છે, જે નફો કરી હરહી છે. આ આઈપીઓમાં રોકાણ માટે વિચાર કરી શકાય."
વિશ્લેષકે એવું પણ કહ્યું કે, આ કંપનીના ઑપરેશન મોડલમાં અમુક જોખમ છે. બીજા વર્ટિકલ્સમાં ડાયવર્સિફાઈ કરવા છતાં ઈ-કૉમર્સ પર તેની ખૂબ વધારે નિર્ભરતા છે. કંપની ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ્સ અને સ્ટાફ માટે નેટવર્ક પાર્ટનર્સ અને થર્ડ પાર્ટીઝ પર નિર્ભર છે.
બ્રોકરેજ ફર્મ યસ સિક્યોરિટીઝે આ ઈશ્યૂ ભરવાની સલાહ આપી છે. તેમનું માનવું છે કે ડિલ્હીવરીનું અસેટ લાઇટ બિઝનેસ મૉડલ સારું છે. કંપનીએ પોતાના નેટવર્કનો વિસ્તાર કર્યો છે. કંપનીના અલગ અલગ ગ્રાહકો સાથે ખૂબ સારા સંબંધ છે.
કોના માટે કેટલો હિસ્સો અનામત?
કંપનીએ છૂટક વ્યક્તિગત રોકાણકારો (RII) માટે 10% હિસ્સો અનામત રાખ્યો છે. કુલ ઑફરના લગભગ 75 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે ફાળવવામાં આવ્યો છે. બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે કંપનીએ 15% હિસ્સો અનામત રાખ્યો છે.
પ્રાઇસ બેન્ડ (Delhivery IPO Price Band)
કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા 462-487 નક્કી કરી છે. રોકાણકારો ઓછામાં ઓછા 30 ઇક્વિટી શેર અને તેના ગુણાંકમાં બીડ કરી શકે છે. કર્મચારીઓને ઈક્વિટી શેર દીઠ 25 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
આઈપીઓ માટે લૉટમાં બીડ કરી શકાશે. એક લૉટમાં 30 શેર લેખે રોકાણકારોએ ઓછામાં ઓછા 14,610 રૂપિયાનું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 13 લૉટ અથવા 390 શેર માટે 189,930 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
અરજી
લૉટ
શેર
રકમ
ઓછામાં ઓછી
100%
30
₹14,610
વધુમાં વધુ
1300%
390
₹189,930
મહત્ત્વની તારીખો
ઇવેન્ટ
તારીખ
આઈપીઓ ખુલશે
11-May-22
આઈપીઓ બંધ થશે
13-May-22
અલોટમેન્ટ
19-May-22
રિફંડ
20-May-22
શેર જમા થશે
23-May-22
લિસ્ટિંગ તારીખ
24-May-22
ડિલ્હીવરી કંપની વિશે
ડિલ્હીવરી કંપનીની શરૂઆત જૂન, 2011માં શરૂ થઈ હતી. ડિલ્હવરી એ નાણાંકીય વર્ષ 2021 મુજબ ભારતમાં સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી સંપૂર્ણ-સંકલિત લોજિસ્ટિક્સ સર્વિસ પ્લેયર છે. કંપની આખા ભારતમાં નેટવર્કનું સંચાલન કરે છે. કંપની દેશમાં 17,488 પોસ્ટલ ઇન્ડેક્સ કોડ્સમાં તેની સેવાઓ પ્રદાન કરે છે .કંપનીના 23,113 સક્રિય ગ્રાહકો છે.