વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો આવવાથી ભારતને આ લાભ થઈ રહ્યા છેઃ નાણાપ્રધાન જેટલી

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 22, 2017, 3:16 PM IST
વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો આવવાથી ભારતને આ લાભ થઈ રહ્યા છેઃ નાણાપ્રધાન જેટલી
નાણાપ્રધાન અરુણ જેટલીએ વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં આવેલી તેજીનો લાભ ભારત મેળશે. ભારતીય અર્થતંત્ર વર્તમાનમાં 7થી 8 ટકાના દરે આગળ વધી રહ્યું છે, જોકે આ  "નવો સામાન્ય" વૃદ્ધિ સ્તર બની ગયો છે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં આવેલી તેજીનો લાભ ભારત મેળશે. ભારતીય અર્થતંત્ર વર્તમાનમાં 7થી 8 ટકાના દરે આગળ વધી રહ્યું છે, જોકે આ  "નવો સામાન્ય" વૃદ્ધિ સ્તર બની ગયો છે.

  • Share this:
નાણાપ્રધાન અરુણ જેટલીએ વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં આવેલી તેજીનો લાભ ભારત મેળશે. ભારતીય અર્થતંત્ર
વર્તમાનમાં 7થી 8 ટકાના દરે આગળ વધી રહ્યું છે, જોકે આ  "નવો સામાન્ય" વૃદ્ધિ સ્તર બની ગયો છે.

નાણાપ્રધાન જેટલીએ લોકસભામાં વર્તમાન નાણાકીય વર્ષ માટેના અનુદાન માટે પૂરક માગણીઓના બીજા હપતા પર ચર્ચાનો જવાબ આપતાં કહ્યું હતું કે પેટ્રોલિયમ પેદાશોનો માલ તેમ જ સેવાકર (GST)ના દાયરામાં લાવવા માટેનો ફેંસલો જીએસટી કાઉન્સિલ દ્વારા જ લેવામાં આવશે. નાણાપ્રધાનના જવાબને પગલે નીચલા ગૃહએ વધારાના અનુદાનની માગ અને રૂ.66,113 કરોડના વધારાના ખર્ચને સંબંધિત બિલને મંજૂરી આપી હતી. આ રકમમાં કુલ વધારાનો ખર્ચ રૂ. 33,379 કરોડ હશે.

નાણાપ્રધાન જેટલીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે જ્યારે અપ્રત્યક્ષ કરનો સરેરાશ દર 31થી 31.5 ટકા વચ્ચે હતો ત્યારે ગબ્બર સિંહ ટેકસની કોઈ વાત થતી ન હતી. જ્યારે તમે ઉત્પાન શુલ્ક, વેટ, CST અને આની આગળ પડનારી અસર સહિત કુલ 31.5 ટકાના દરે જ ટેક્સ લગાડતા હતા ત્યારે કોઈને ગબ્બર સિંહ ટેકસની યાદ ન આવી ! હવે કરનો દર ફક્ત 18 ટકા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર દરમિયાન કોંગ્રેસ-અધ્યક્ષ રાહુલ ગાંધીએ માલ અને સેવા કર (GST)ને ગબ્બર સિંહ ટેકસ બતાવ્યો હતો.

પેટ્રોલિયમ પદાશોને જીએસટીના દાયરામાં લાવવાના મુદ્દા પર જેટલીએ કોંગ્રેસ પાર્ટીને પડકાર આપતાં કહ્યું હતું કે તેઓ પોતાના મુખ્યપ્રધાનોને કહે કે તેઓ ખુલ્લેઆમ સ્વીકાર કરે કે પેટ્રોલિયમ પદાશોને જીએસટીના દાયરામાં લાવવામાં રસ ધરાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે. વૈશ્વિક અર્થતંત્રમાં તેજી આવવાથી ભારતને લાભ થશે. ભારતીય અર્થતંત્ર આ સમયગાળામાં સાતથી આઠ ટકાની ગતિએ આગળ વધી રહ્યું છે અને આ એના માટે એક નવો સામાન્ય વૃદ્ધિ સ્તર બની ગયો છે. 2017માં વૈશ્વિક અર્થતંત્ર 3.6 ટકાના વૃદ્ધિ દર પ્રાપ્ત કરશે તેવી ધારણા છે. એવું માનવામાં આવે છે કે આગામી વર્ષમાં તે 3.7 ટકાની વૃદ્ધિ હાંસલ કરશે. 

 

 

 
First published: December 22, 2017, 3:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading