દિલ્હી સરકારના આ પ્લાનથી થઈ શકે છે દારૂ અને બીયર સસ્તો, જાણો - શું છે ફોર્મ્યૂલા

News18 Gujarati
Updated: January 8, 2019, 4:48 PM IST
દિલ્હી સરકારના આ પ્લાનથી થઈ શકે છે દારૂ અને બીયર સસ્તો, જાણો  - શું છે ફોર્મ્યૂલા
દારૂની કિંમત ટુંક સમયમાં ઓછી થઈ શકે છે. દિલ્હી સરકારે આની માટે અત્યારથી જ પ્લાન તૈયાર કરી લીધો છે.

દારૂની કિંમત ટુંક સમયમાં ઓછી થઈ શકે છે. દિલ્હી સરકારે આની માટે અત્યારથી જ પ્લાન તૈયાર કરી લીધો છે.

  • Share this:
દિલ્હીમાં દારૂની કિંમત ટુંક સમયમાં ઓછી થઈ શકે છે. દિલ્હી સરકારે આની માટે અત્યારથી જ પ્લાન તૈયાર કરી લીધો છે. દિલ્હી સરકાર ઈચ્છે છે કે, અન્ય વસ્તુઓની જેમ દારૂને પણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં લાવવામાં આવે.

દિલ્હી વિધાનસભામાં રજૂ પાંચમા નાણા પંચના રિપોર્ટમાં દારૂને જીએસટી હેઠળ લાવવાની ભલામણ કરવામાં આવી છે. સરકાર આને ટુંક સમયમાં લાગુ કરી શકે છે. હાલમાં દિલ્હીમાં દારૂના વેચાણ પર 20 ટકા વેટ લાગે છે. પરંતુ જીએસટી હેઠળ આવવાથી તેના પર 18 ટકા જીએસટી લાગશે. આ હિસાબે જોઈએ તો, દારૂ પર બેટકા રિવેટ મળશે.

જીએસટી કાઉન્સિલ કેટલાએ સમયથી દારૂને જીએસટી હેઠળ લાવવાની વકાલત કરી રહી હતી, પરંતુ અન્ય રાજ્યોની સહમતિ ન મળવાના કારણે આ મામલો વારંવાર અટકી પડતો હતો. દિલ્હી સરકારે આ મામલે પગલું ભરી દારૂને જીએસટી હેઠળ લાવવાની ભલામણને સ્વીકાર કરી લીધી છે.
First published: January 8, 2019
વધુ વાંચો
अगली ख़बर