વીજળીના મીટરવાળા લોકોને મળશે 5 લાખનો મેડિકલ વીમો free

News18 Gujarati
Updated: August 19, 2018, 1:45 PM IST
વીજળીના મીટરવાળા લોકોને મળશે 5 લાખનો મેડિકલ વીમો free
સીએનબીસી-આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે દિલ્હી સરકારે આયુષ્યમાન ભારતનો ફાયદો લેવા માટે કેટલીક શરતો જોડી દીધી છે.

સીએનબીસી-આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે દિલ્હી સરકારે આયુષ્યમાન ભારતનો ફાયદો લેવા માટે કેટલીક શરતો જોડી દીધી છે.

  • Share this:
દિલ્હીમાં 2 કિલોવોટ અથવા ઓછા વિજળી મીટરવાળા લોકોને 5 લાખ રૂપિયાનો મફત મેડિક્લેમ વીમો મલશે. સીએનબીસી-આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે દિલ્હી સરકારે આયુષ્યમાન ભારતનો ફાયદો લેવા માટે કેટલીક શરતો જોડી દીધી છે.

જેમાં ઈન્કમ ટેક્ષ ભરનારા અને સરકારી કર્મચારીઓને આ યોજનાનો લાભ નહી આપવાનો નિર્મય લેવામાં આવ્યો છે. આ યોજનાને લાગૂ કરવા માટે દિલ્હી સરકાર વિજળી વિતરણ કંપનીઓ પાસેથી ડેટા લેશે.

યોજનાની ખાસ વાતો

- નેશનલ ફૂડ સિક્યોરિટી કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળશે.
- ઈન્કમ ટેક્ષ ભરનારા લોકોને ફ્રીમાં સ્વાસ્થ્ય વીમો નહી મળે
- સરકારી કર્મચારીઓને પણ ફ્રીમાં વીમાનો લાભ નહી મળે- આ યોજના હેઠળ ડીએમ, એમસીએચ ડોક્ટરોને પેકેજ કરતા 15 ટકા વધારે મળશે.
- કેન્દ્ર દિલ્હીના 6.5 લાખ પરિવારને લાભ આપવા માંગે છે.
- કેજરીવાલ 1 કરોડ લોકોને વીમો આપવા માંગે છે.
- વાત ન બની તો દિલ્હી સરકાર પોતાની સ્કિમ લાવશે
First published: August 19, 2018, 1:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading