Home /News /business /મહામારીએ કમર તોડી: કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન અને ટુ-વ્હીલર લોનના ડિફોલ્ટમાં થયો અધધ વધારો

મહામારીએ કમર તોડી: કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન અને ટુ-વ્હીલર લોનના ડિફોલ્ટમાં થયો અધધ વધારો

કોરોના મહામારી બાદ બેન્ક ડિફોલ્ડર્સની સંખ્યામાં વધારો થયો છે.

કોરોના મહામારી(Corona epidemic)ના કારણે વેપાર ધંધાને મરણતોલ ફટકો પડયો છે. અનેક લોકોની નોકરીઓ છીનવાઈ (Stripping people of their jobs) ગઈ છે અને અસંખ્ય નાના ધંધા બંધ થઈ ગયા છે.

  નવી દિલ્હી:  કોરોના મહામારી(Corona epidemic)ના કારણે વેપાર ધંધાને મરણતોલ ફટકો પડયો છે. અનેક લોકોની નોકરીઓ છીનવાઈ (Stripping people of their jobs) ગઈ છે અને અસંખ્ય નાના ધંધા બંધ થઈ ગયા છે. આવી સ્થિતિમાં લોન(Loan) લેનારની સંખ્યા તો વધી જ છે, તેની સાથે હપ્તા બાઉન્સ (Installment bounce)થવા અને નદારોનું પ્રમાણ વધ્યું હોવાનું આંકડા કહે છે. CRIF High Markના રિપોર્ટ મુજબ કોરોના કાળમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન (Consumer durable loans)અને ટુ-વ્હીલર લોનમાં ડિફોલ્ટ(Default in two-wheeler loan)ના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે.

  શું કહે છે આંકડા?

  કોરોનાની બીજી લહેરના કારણે ઓટો ડેબિટ ચુકવણીમાં ચૂક થઈ હોવાના કેસોમાં વધારો થયો છે. આ બાબત આર્થિક પ્રવૃત્તિમાં પડકારોના કારણે લોકો પર નાણાકીય દબાણ વધ્યું હોવાના સંકેત છે. માર્ચ 2020થી માર્ચ 2021 વચ્ચે કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનમાં 30થી 180 દિવસના પેમેન્ટ ઓવરડ્યુ થયા હોય તેવા કિસ્સામાં લગભગ 68 ટકાનો તીવ્ર વધારો જોવા મળ્યો છે.

  આ સાથે ટુ-વ્હીલર લોનના ડિફોલ્ટ પણ આસમાને પહોંચી ગયા છે. livemint.comના અહેવાલ મુજબ 90 દિવસથી વધુના લાંબા ગાળામાં લોન ભરવામાં ચૂક થઈ હોય તેવા કિસ્સામાં 69 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે 91-180 દિવસના સમયગાળામાં પોર્ટફોલિયો એટ રિસ્ક (PAR) માર્ચ 2021માં વધીને 3.9 ટકા થયો છે. જે માર્ચ 2020માં 2.3 ટકા હતો.

  અહીં ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં પણ સ્થિતિ ખરાબ છે. Livehindustan.comના અહેવાલ મુજબ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસના આંકડા કહે છે કે, મે મહિનામાં લોન માટેના 8.57 કરોડ ટ્રાન્ઝેક્શનમાંથી 35.91 ટકા અથવા 3.08 કરોડ નિષ્ફળ ગયા હતા. એપ્રિલમાં 8.54 કરોડ ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન થયા હતા. જેમાંથી 5.30 કરોડ સફળ રહ્યા હતા અને 2.90 કરોડ નિષ્ફળ ગયા હતા.

  બીજી તરફ હોમ લોનમાં હપ્તા બાઉન્સ થયા હોય તેવા કેસમાં નોંધપાત્ર વધારો ન થયો હોવાનું પણ જણાઈ આવ્યું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન અને ટુ-વ્હીલર લોન ક્ષેત્રમાં નાની રકમની એટલે કે, 5000થી 1 લાખ રૂપિયા સુધીની લોન માટે NBFCનું પ્રભુત્વ જોવા મળે છે. આવી નાની લોનમાં NBFC દ્વારા હાઈ ક્રેડિટ રિસ્ક ધરાવતા વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં આવે છે.

  માર્ચમાં બીજી લહેર શરૂ થઈ ત્યારે ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શનની ટકાવારી કુલ ટ્રાન્ઝેક્શન કરતાં ઓછી હતી. તે મહિને માત્ર 32.7 ટકા ઓટો-ડેબિટ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ ગયા હતા. બીજી તરફ ડિસેમ્બરમાં સ્થિતિ સુધરી હતી.

  આ પણ વાંચો: હવે પાસપોર્ટ-પાનકાર્ડ માટે ધક્કા ખાવાનું થશે બંધ, રાશનની દુકાનેથી થશે અરજી

  ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી પહેલાં પૈસા સેવિંગ કરવાની ક્ષમતા 2-3 ટકા હતી. પરંતુ કોરોનાની બીજી લહેર બાદ NBFC કંપનીઓનો ડિફોલ્ટ રેટ વધ્યો હોવાનું મીડિયા અહેવાલ કહી રહ્યા છે. CRIF High Markના CEO અને MD નવીન ચંદાનીનું કહેવું છે કે, ભારતમાં ક્રેડિટ લેન્ડસ્કેપ સતત વિકસી રહ્યું છે અને તેમાં ગ્રાહકોની પસંદગીઓ બદલાતી જોવા મળે છે. નાની લોન તરફ માંગમાં વધારો, ધિરાણ લેવામાં અનુકુળતા અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ વધ્યો હોવાનું જોવા મળે છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Cheapest home loan banks, Loans

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन