ભારતને કોરોના સંકટમાંથી બહાર આવતાં 9 મહિના લાગશેઃ દીપક પારેખ

HDFCના ચેરમેને કહ્યું કે, મેનેજમેન્ટને કોસ્ટ કટિંગ, ડાઉનસાઇઝિંગ અને નો-ઇન્ક્રીમેન્ટ/બોનસ દ્વારા વધુ વિવેકી બનવું પડશે

HDFCના ચેરમેને કહ્યું કે, મેનેજમેન્ટને કોસ્ટ કટિંગ, ડાઉનસાઇઝિંગ અને નો-ઇન્ક્રીમેન્ટ/બોનસ દ્વારા વધુ વિવેકી બનવું પડશે

 • Share this:
  નવી દિલ્હીઃ એચડીએફસી (HDFC)ના ચેરમેન દીપક પારેખ (Deepak Parekh)એ હાલના સંકટને હ્યૂમન ઇકોનોમિક ફાઇનાન્સિયલ (HEF) ક્રાઇસિસ કરાર કર્યું છે, જે 2008ના વૈશ્વિક નાણા સંકટથી સમગ્રપણે અલગ છે અને તેઓએ કહ્યું કે તેનાથી પૂરી રીતે રિકવર કરવામાં ઓછામાં ઓછા 9 મહિના લાગશે. એચડીએફસીના ચેરમેને ભલામણ કરી કે ભારતનું ફાઇનાન્સિયલ સેક્ટર (Financial Sector) મજબૂત હોવું જોઈએ નહીં તો અર્થવ્યવસ્થા (Economy) નષ્ટ થઈ જશે. તેઓએ નૉન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs)ને રેગ્યૂલેટ કરવા પર ભાર મૂક્યો.

  કોરોના વાયરસ મહમારી (Coronavirus Pandemic)એ દુનિયાભરમાં જીવન અને અર્થવયવસ્થાને નષ્ટ કરી દીધું છે અને ભારત પણ તેનાથી અળગું નથી. ભારતમાં અત્યાર સુધી 270થી વધુ લોકોનાં મોત થયા છે અને 8000થી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે.

  ગરીબીથી બહાર લાવવા માટે પગલાં ઉઠાવવા જરૂરી

  ઇકોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, દીપક પારેખે કહ્યું કે, ગરીબોને વધુ સમર્થન આપવું જોઈએ અને તેમના માટે ગરીબીથી બહાર લાવવા માટે પગલાં ભરવા જોઈએ. કોઈ પણ સંકટમાં તેઓ સૌથી પહેલા પ્રભાવિત થાય છે અને રિકવર છેલ્લે થાય છે. તેઓ રાષ્ટ્રની કરોડરજ્જૂ છે. તેમને આશા છે કે સરકાર સોમવારે પ્રોત્સાઅન યોજના લાવી શકે છે. તેની સાથે જ પારેખે જટિલ ટક્સ નિયમોને હટાવવા પર ભાર મૂક્યો. તેઓએ ચેતવણી આપી કે ક્રેડિટ જોખમોને જોતાં બેંક લોન આપવામાં ભારે ઘટાડો કરી શકે છે.

  આ પણ વાંચો, લૉકડાઉનની વચ્ચે Porn જોવામાં ભારતીયો સૌથી આગળ, આંકડામાં 95%નો ઉછાળો

  તેઓએ કહ્યું કે, સંકટ બાદ બિલિયન ડૉલરના સ્ટાર્ટઅપ વેલ્યૂએશનને પડકાર હશે. સ્ટાર્ટઅપ માટે રોકડ એકત્ર કરવું કઠીન સમય હશે. તેઓએ ચેતવ્યા કે લેવ્રેજ બે ધારની તલવાર છે. તે આપને ઉઠાવી પણ શકે છે અને આપને નીચે ધકેલી પણ શકે છે.

  ઉત્પાદનને ફરી શરૂ કરવું મુશ્કેલ

  પારેખે ચિંતા વ્યક્ત કરી કે ઉત્પાદનને ફરીથી શરૂ કરવું મુશ્કેલ છે, કારણ કે શ્રમ બળ જિંદગી કે આજીવિકાના ડરની વચ્ચે પસંદગી માટે મજબૂર થશે. તેને મેનેજ કરવા માટે, શ્રમિકોને પરત ફરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તેઓએ કહ્યું કે, મેનેજમેન્ટને તેમની જિંદગીની સુરક્ષા, ભોજન અને રહેવાની ગેરન્ટી આપવો જોઈએ. તેઓ આપની પહેલી પ્રાથમિકતા હોવા જોઈએ.

  તેઓએ કહ્યું કે, મેનેજમેન્ટને કોસ્ટ કટિંગ, ડાઉનસાઇઝિંગ અને નો ઇન્ક્રીમેન્ટ/બોનસ દ્વારા વધુ વિવેકી બનવું પડશે. કેશ ફ્લો પરત મેળવવી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ.

  આ પણ વાંચો, COVID-19: અંતિમ સંસ્કારમાં એકત્ર થયા હતા અસંખ્ય લોકો, રિપોર્ટ પોઝિટિવ આવતાં ડરનો માહોલ
  Published by:Mrunal Bhojak
  First published: