Home /News /business /

મેહુલ ચોકસીના સહયોગી દીપક કુલકર્ણીની કોલકાત્તા એરપોર્ટથી ધરપકડ

મેહુલ ચોકસીના સહયોગી દીપક કુલકર્ણીની કોલકાત્તા એરપોર્ટથી ધરપકડ

પંજાબ નેશનલ બેંક (પીએનબી) સ્કેમના આરોપી મેહુલ ચોકસીની એક સહયોગીની કોલકત્તા એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે.

પંજાબ નેશનલ બેંક (પીએનબી) સ્કેમના આરોપી મેહુલ ચોકસીની એક સહયોગીની કોલકત્તા એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે.

    પંજાબ નેશનલ બેંક (પીએનબી) સ્કેમના આરોપી મેહુલ ચોકસીની એક સહયોગીની કોલકત્તા એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. પ્રવર્તન નિદેશાલયે (ઇડી) ચોક્સીના સહયોગી દિપક કુલકર્ણીને મંગળવારની સવારે જ્યારે તે હોન્ગકોન્ગથી કોલકત્તા આવી રહ્યો હતો ત્યારે ઝડપી લેવામાં આવ્યો છે.

    ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે કુલકર્ણી મેહુલ ચોકસીની હોન્ગ કોન્ગની એક ડમી ફર્મમાં ડાયરેક્ટર છે. ઈડીએ દિપક કુલકર્ણી સામે લુક આઊટ સર્ક્યુલર જારી કરેલો હતો. મંગળવારે તેને કોલકત્તા એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ઝડપી લેવામાં આવ્યો હતો. આજે જ તેને કોર્ટમાં પણ મોકલવામાં આવશે.



    સૂત્રો પ્રમાણે ઈડી તેને મુંબઇ લઇ જવા માટે ટ્રાંજિડ રિમાન્ડમા માંગ કરી છે. જેનો મામલો મુંબઇમાં જ નોંધાયેલો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Mehul Choksi, Nirav Modi, PNB, PNB scam

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन