કેન્દ્ર સરકારની રોજગાર યોજનાની હાલત ખરાબ! નથી આપી રહ્યા નોકરી

News18 Gujarati
Updated: February 22, 2020, 4:51 PM IST
કેન્દ્ર સરકારની રોજગાર યોજનાની હાલત ખરાબ! નથી આપી રહ્યા નોકરી
પ્રતિકાત્મક તસવીર

પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જેનરેશન પ્રોગ્રામ એક સબ્સિડી લિંક્ડ પ્રોગ્રામ છે. જેમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આને ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ આયોગ દ્વારા લાગુ કરવામાં આવે.

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની ફ્લેગશિપ સ્કીમ પીએમ એમ્પ્લોયમેન્ટ જેનરેશન પ્રોગ્રામ (PMEGP) અંતર્ગત ચાલુ નાણાંકિય વર્ષ પહેલા 9 મહિના દરમિયાન રોજગારની તકોમાં 56 ટકાનો ઘટાડો થયો છે. આ તુલના ગત નાણાંકિય વર્ષ કરતા વધારે છે. રોજગાર અને શ્રમ મંત્રાલય (Ministry of Labour and Employment) દ્વારા રજૂ કરવામાં આંકડાથી જાણી શકાય છે કે, (PMEGP)અંતર્ગત ચાલુ નાણાંકિય વર્ષમાં હજી સુધી 2,57,816 લોકોને પણ રોજગારી મળી શકે છે.

ગત નાણાંકિય વર્ષમાં આ સમયે નક્કી કરેલી સખ્યા 5,87,416 હતી. આ પ્રકારે ચાલુ નાણાંકિય વર્ષમાં હવે 56 ટકા લોકોને રોજગારના તક મળી છે. ડિસેમ્બર સુધી રજૂ કરાયાલે આંકડાઓ જોતા જાણી શકાય છે કે વડાપ્રધાન એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામના અંતર્ગત આ વર્ષે ઓછા લોકોને રોજગાર મળી શકશે.

શું છે આ યોજના ? પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જેનરેશન પ્રોગ્રામ એક સબ્સિડી લિંક્ડ પ્રોગ્રામ છે. જેમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આને ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ આયોગ દ્વારા લાગુ કરવામાં આવે. આ આયોગ આ યોજના માટે રાષ્ટ્રીય સ્તર ઉપર નોડલ એજન્સી તરીકે કામ કરે છે.

જિલ્લા સ્તર ઉપર લાગુ થાય છે આ યોજના
રાજ્ય સ્તર ઉપર આ યોજનાને રાજ્ય KVIC નિદેશાલય, રાજ્ય ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ બોર્ડ, જિલ્લા ઉદ્યોગકેન્દ્ર અને બેન્કોના માધ્યમથી લાગુ કરવામાં આવે છે. સરકારી આંકડા પ્રમાણે નાણાંકિય વર્ષ 2016-17માં આ યોજના અંતર્ગત 4,07,840 લોકોને રોજગારનો અવસર મળ્યો હતો.

જોકે, આગામી વર્ષ 2017-18માં આ આંકડો ઘટીને 3,87,184 જ રહ્યો હતો. આ યોજના અંતર્ગત ઘટાડો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમમાં જોવા મળ્યો હતો. વર્ષ 2018-19માં કુલ 60,232 લોકોએ આ યોજના અંતર્ગત રોજગાર મેળવ્યો હતો. જોકે, ચાલુ વર્ષમાં આ આંકડામાં 20,336નો ઘટાડો આવ્યો છે.મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની હાલત ખરાબ
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં નાણાંકિય વર્ષ 2018-19 દરમિયાન કુલ 45,000 લોકો PMEGP અંતર્ગત રોજગાર મેળવ્યો હતો. જ્યારેચાલુ નાણાંકિય વર્ષના ડિસેમ્બર મહિનાસુધી ઘટીને માત્ર 20,000 રહી ચૂક્યો છે. મધ્ય પ્રદેશમાંપણ ગત વર્ષની તુલનાએ આ આંકડામાં 7000નો ઘટાડો આવ્યો છે.
First published: February 22, 2020, 4:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading