છ કરોડ નોકરિયાતોને આજે મળી શકે છે ભેટ, પેન્શન બેગણું થવાની સંભાવના

News18 Gujarati
Updated: March 5, 2020, 10:01 AM IST
છ કરોડ નોકરિયાતોને આજે મળી શકે છે ભેટ, પેન્શન બેગણું થવાની સંભાવના
પ્રતિકાત્મક તસવીર

શ્રમ મંત્રાલયે મિનિમમ પેન્શન એક હજારથી વધારીને બે હજાર કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે લેબર યૂનિયને લઘુતમ પેન્શન ત્રણ હજાર રૂપિયા કરવાની માંગણી કરી છે.

  • Share this:
નવી દિલ્હી : નોકરી કરતા લોકો માટે આ સમાચાર અગત્યના છે. હકીકતમાં EPFO (Employees' Provident Fund Organisation)એ કર્મચારીના લઘુતમ માસિક પેન્શનને 1000 રૂપિયાથી બમણું કરવા અંગે આજે (5th March, 2020) કોઈ નિર્ણય લઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે નાણા મંત્રાલયે (Finance Ministry) પેન્શનમાં વધારા માટે અલગ અલગ પ્રસ્તાવોમાંથી કોઈ એક પ્રસ્તાવ પર સહમતિ કરવાનું કહ્યું છે. નોંધનીય છે કે કર્મચારી ભવિષ્ય નિધિમાં આવતા કર્મચારીઓના મૂળ પગાર (Basic Salary)નો 12 ટકા ભાગ પીએફમાં જાય છે. આટલી જ ચૂકવણી કંપની કરે છે. જોકે, કંપનીના ભાગમાંથી 8.33 ટકા ભાગ EPS (Employee Pension Scheme)માં જાય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર (Central Government)પણ આ મૂળ વેતનના 1.16 ટકા ફાળો આપે છે.

શું બદલાવ આવશે?

નાણા મંત્રાલયે શ્રમ મંત્રાલયને એક પ્રસ્તાવ પર સહમતિ બનાવવાનું કહ્યું છે. શ્રમ મંત્રાલય અને યૂનિયને પેન્શન અંગે અલગ અલગ ભલામણ કરી છે. શ્રમ મંત્રાલયે મિનિમમ પેન્શન એક હજારથી વધારીને બે હજાર કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે લેબર યૂનિયને લઘુતમ પેન્શન ત્રણ હજાર રૂપિયા કરવાની માંગણી કરી છે. અસંગઠિત ક્ષેત્રોની જેમ સંગઠિત ક્ષેત્રોમાં પેન્શનમાં વધારો કરવાની માંગ છે. નાણા મંત્રાલયે યૂનિવર્સલ પેન્શનમાં પણ વધારો કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.

આ પણ વાંચો :  સરકારનો મોટો નિર્ણય, પેરાસિટેમલ સહિત આ 26 દવાઓના એક્સપોર્ટ પર લગાવ્યો પ્રતિબંધ

બેઠકમાં નિર્ણય થઈ શકે છે

CBT (Central Board of Trustees) હવે નવા પ્રસ્તાવો પર સહમતિ બનાવશે. પાંચમી માર્ચના રોજ બેઠકમાં નાણાકીય વર્ષ 2020 માટે પીએફ પર વ્યાજદર અંગે પણ નિર્ણય થશે. બેઠકમાં જો પ્રસ્તાવ પાસ થાય છે તો નાણા મંત્રાલય આ અંગે નિર્ણય લેશે. 

આ પણ વાંચો :  Immigration: ધોરણ-12 બાદ ઓસ્ટ્રેલિયામાં સૌથી શ્રેષ્ઠ અંડર ગ્રેજ્યુએટ કોર્ષ કયો છે?

શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે તાજેતરમાં એક સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે લઘુતમ પેન્શન વધારવાથી સરકારી તિજોરી પર બોજ વધશે. જેનાથી સરકારી ખર્ચ વધીને 5955 કરોડ રૂપિયા થઈ જશે. જોકે, તેનાથી આશરે 39.72 લાખ પેન્શનરોને ફાયદો થશે. (પ્રકાશ પ્રિયદર્શી, સંવાદદાતા, CNBC આવાજ)
First published: March 5, 2020, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading