Home /News /business /DA Hike: ડીએમાં વધારા બાદ સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો ગણતરી
DA Hike: ડીએમાં વધારા બાદ સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો ગણતરી
મોંઘવારી ભથ્થામાં વધારો (પ્રતીકાત્મક તસવીર)
DA Hike: મોંઘવારી ભથ્થું જે જુલાઈ 2021 સુધી 17 ટકા હતું, તે હવે છેલ્લા નવ મહિનામાં ભથ્થાને બમણું કરવામાં આવ્યું છે. જુલાઈમાં સરકારે ડીએ 11 ટકા વધારીને 28 ટકા કર્યો હતો.
નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે (Central Government) તાજેતરમાં મોંઘવારી ભથ્થું (DA Hike) અને મોંઘવારી રાહત (DR Hike)માં ત્રણ ટકાનો વધારો કરીને તેના કર્મચારીઓ અને પેન્શનરોને વધતી મોંઘવારીથી રાહત આપી છે. તેનાથી કેન્દ્ર સરકારના 1.16 કરોડ કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, વધારાનો હપ્તો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના વધારાના હપ્તા અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2022થી મોંઘવારી રાહતની મંજૂરી આપી છે.
9 મહીનામાં બે ગણું થયું મોંઘવારી ભથ્થું
7મા પગાર પંચ હેઠળ, મોંઘવારી સરભર કરવા માટે મૂળભૂત પગાર અને પેન્શનના 31 ટકાના વર્તમાન દરમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધારે સ્વીકૃત ફોર્મ્યુલાને અનુરૂપ છે, એમ નિવેદનમાં જણાવાયું છે. વર્તમાન સુધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો DA વધારીને 34 ટકા કરી દેવામાં આવ્યો છે.
મોંઘવારી ભથ્થું જે જુલાઈ 2021 સુધી 17 ટકા હતું, તે હવે છેલ્લા નવ મહિનામાં ભથ્થાને બમણું કરવામાં આવ્યું છે. જુલાઈમાં સરકારે ડીએ 11 ટકા વધારીને 28 ટકા કર્યો હતો. આ પછી નવેમ્બરમાં તેને ફરીથી વધારીને 31 ટકા કરવામાં આવ્યો અને હવે ફરી એકવાર ડીએમાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સરકારીની તિજોરી પર વધશે આટલો બોજ
ડીએ અને ડીઆરમાં નવેસરથી વધારાથી સરકારી ખજાના પર રૂ. 9,554.50 કરોડનો બોજ પડશે. નિવેદન અનુસાર, તેનાથી 47.68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. અગાઉ, ગયા વર્ષે ઓક્ટોબરમાં, કેબિનેટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 1 જુલાઈ, 2021 થી ત્રણ ટકાનો વધારો કર્યો હતો.
વર્તમાન વધારા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે મૂળ પગારના 34 ટકા મોંઘવારી ભથ્થું મળશે. ઉદાહરણ તરીકે, ધારો કે કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો પહેલા તેને 31 ટકાના દરે ડીએ તરીકે રૂ. 5,580 મળતા હતા. હવે તાજેતરના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીને 6,120 રૂપિયાનું ડીએ મળશે. એટલે કે હવે સરકારી કર્મચારીઓના પગારમાં 540 રૂપિયાનો વધારો થશે. જણાવી દઈએ કે મોંઘવારી ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએમાં વધારો કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર