1.13 કરોડ સરકારી કર્મચારીઓને આંચકો! મોંઘવારી ભથ્થું વધારવા પર લાગી બ્રેક

1.13 કરોડ સરકારી કર્મચારીઓને આંચકો! મોંઘવારી ભથ્થું વધારવા પર લાગી બ્રેક
મોદી સરકારે કોરોના સમયમાં સોકોને પ્રોવિડન્ડ ફંડ (PF) ના પૈસા નીકાળવાની છૂટ આપી છે. જો તમારા પર પૈસાનો સંકટ આવ્યો છે તો તમે પીએફ ખાતામાંથી પૈસા નીકાળી શકો છો. કોવિડ 19ની હેઠળ તમે પીએમ ખાતામાંથી 75 ટકા સુધીના પૈસા નીકાળી શકો છો.

મોંઘવારી ભથ્થું રોકવાના નિર્ણયથી સરકારને 14,595 કરોડ રૂપિયાની બચત થવાની શક્યતા

 • Share this:
  નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થું (Dearness Allowance) વધારવા પર રોક લગાવી દીધી છે. પહેલી જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2020 સુધી વધારેલું DA નહીં આપવાનો પ્રસ્તાવ છે. સરકારાન આ નિર્ણયની અસર 54 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકો પર પડશે. નોંધનીય છે કે ગત મહિને સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી. DAને 17 ટકાથી વધારીને 21 ટકા કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી વધતા મોંઘવારી ભથ્થા પર બ્રેક વાગી છે. તેની સાથે જ ભવિષ્યમાં આ વધારેલું મોંઘવારી ભથ્થું એરિયર તરીકે પણ નહીં મળે.

  શું છે સરકારનો આદેશ?  સરકારે વધારેલું મોંઘવારી ભથ્થું રોકવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોને હવે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી વધનારો DA નહીં મળે. જે DA રોકવામાં આવી રહ્યું છે તેની એરિયર તરીકે ચૂકવણી પણ નહીં થાય.

  સરકારે કેમ આ નિર્ણય લીધો?

  કહેવામાં આવી રહ્યું છે કે, સરકારનો આ નિર્ણય કોરોના વાયરસ મહામારીને કારણે લીધો છે. જેના કારણે સરકારી રાજસ્વ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. સરકારના આ નિર્ણયની અસર 54 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકો પર પડશે.

  આ પણ વાંચો, મોદી કેબિનેટે 15 હજાર કરોડ રૂપિયાના COVID-19 ઇમરજન્સી પેકેજને મંજૂરી આપી

   

  સરકારને 14,595 કરોડ રૂપિયાની બચત થશે

  કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને રોકાથી સરકાર દર મહિને સરેરાશ 1,000 રૂપિયાની બચાવી શકે છે. સરકારે મોંઘવારી ભથ્થું વધારવા માટે 14,595 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ નિર્ધારિત કર્યો હતો. કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે દેશમાં લાગુ લૉકડાઉનથી દેશની અર્થવ્યવસ્થાને ઘણું ભારે નુકસાન પહોંચ્યું છે.

  (લક્ષ્મણ રૉય, ઇકોનોમિક પોલિસી એડિટર- CNBC આવાજ)

  આ પણ વાંચો, કોરોનાના ડરથી ગામ લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા, પરિજનોએ મૃતદેહ કૂવામાં ફેંકયો
  First published:April 23, 2020, 14:10 pm