Home /News /business /RBIએ આપી ચેતવણી, આ લિંક્સ પર ભૂલથી પણ ન કરતા ક્લિક; 40 લોકોના બેંક એકાઉન્ટ થઈ ગયા છે સાફ

RBIએ આપી ચેતવણી, આ લિંક્સ પર ભૂલથી પણ ન કરતા ક્લિક; 40 લોકોના બેંક એકાઉન્ટ થઈ ગયા છે સાફ

RBIએ આપી ચેતવણી

દેશમાં મોટી સંખ્યામાં ઘણા એવા લોકો છે, જે આ પ્રકારની ફિશિંગ લિંક્સનો શિકાર બની રહ્યા છે અને બેઠા બેઠા પોતાનું જ નુકસાન કરાવી દે છે. દેશમાં સતત વધી રહેલા ઓનલાઈન ફ્રોડ, ફિશિંગ એટેક્સ હવે બેંકિગ સિસ્ટમમાં પ્રવેશ કરી ચૂક્યા છે, એટલા માટે RBIએ વારંવાર ગાઈડલાઈન બહાર પાડવી પડે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ તમે વિચારી રહ્યા હશો કે, અહીં કઈ લિંકની વાત કરવામાં આવી રહી છે. વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ, દિવસેને દિવસે વધતા જતા ઓનલાઈન ફ્રોડની. તમારા મોબાઈલ પર પણ ઘણી વાર એવા મેસેજ આવ્યા હશે, કે તમારો નંબર અપડેટ કરવા માટે કે તમારું ખાતુ અપડેટ કરવા માટે નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો. અમે તે મેસેજની લિંકની વાત કરી રહ્યા છીએ અને આ વાત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ કહેવામાં આવી છે. સેન્ટ્રલ બેંક સમય-સમય પર ગ્રાહકોને ફિશિંગ માટે સાવધાન કરતી રહી છે.

દેશમાં મોટી સંખ્યામાં ઘણા એવા લોકો છે, જે આ પ્રકારની ફિશિંગ લિંક્સનો શિકાર બની રહ્યા છે અને બેઠા બેઠા પોતાનું જ નુકસાન કરાવી દે છે. દેશમાં સતત વધી રહેલા ઓનલાઈન ફ્રોડ, ફિશિંગ એટેક્સ હવે બેંકિગ સિસ્ટમમાં પ્રવેશ કરી ચૂક્યા છે, એટલા માટે RBIએ વારંવાર ગાઈડલાઈન બહાર પાડવી પડે છે.

આ પણ વાંચોઃ Adani Groupમાં તો હમણાં હાથ નાખ્યો પણ 25 વર્ષથી આ શેર છે રાજીવ જૈનનો ફેવરિટ

એકસાથે 40 ગ્રાહક ભોગ બન્યા


મીડિયા રિપોર્ટસના પ્રમાણે, હાલમાં જ એક બેંકના 40 જુદા-જુદા ગ્રાહકો એક જ લિંક દ્વારા ફિશિંગ નેટવર્કનો શિકાર બની ચૂક્યા છે. આ પ્રકારના ઘણા ફ્રોડ ઘણીવાર સામે આવ્યા છે. પરંતુ બેંકિંગ સિસ્ટમમાં ભંગ થયા બાદ હવે આ નેટવર્ક દ્વારા ગ્રાહકોના રૂપિયાની ચોરી કરવી સામાન્ય બની ગઈ છે. તેનું જ પરિણામ છે, કે એકસાથે 40 લોકો તેનો ભોગ બન્યા છે.

આ પણ વાંચોઃ કમાલના છે આ ફંડ, ડિવિડન્ડ સાથે તગડું રિટર્ન પણ, કરોડપતિ બનવું હોય તો બસ આટલું કરો

RBI એ આપી આ ચેતવણી


સાઈબર સિક્યોરિટીમાં સુધારો કરવા માટે આરબીઆઈએ વર્ષ 2015માં પબ્લિક એડવાઈઝરી જાહેર કરી હતી. તેના પછી આ મામલે કંઈ જાગૃતતા ન આવતા વર્ષ 2022માં તેને લઈને ચેતવણી આપી. RBIએ નિર્દેશ જાહેર કરતા કહ્યું કે, SMS, ઈન્સટન્સ મેસેજિંગ, ફોન કોલ્સ, OTP ફ્રોડ, જેવા કેટલાક તગડા હથિયાર છે, જેના દ્વારા આ નેટવર્ક ઘણી સરળતાથી લોકોના ખાતા ખાલી કરી રહ્યું છે, એટલા માટે સાવધાન રહેવું જરૂરી છે.


વાસ્તવમાં RBIના તમામ પ્રયત્નો પછી પણ છેતરપિંડીની આ માયાજાળ સંપૂર્ણ રીતે ખત્મ થઈ રહી નથી. એટલા માટે RBI એ બેંકોને એક સ્પેશિયલ નિર્દેશ આપ્યો, જેમાં કહેવામાં આવ્યું કે, બેંક સાઈબર સિક્યોરિટીને લઈને એક કડક પ્લાન આપે. સાથે જ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરેન્સી એટલે કે CBDCને પ્રોત્સાહન ન આપે.
First published:

Tags: Bank customers alert, Business news, Online fraud