Home /News /business /ડીલર્સ લગાવી રહ્યા છે આ ગેસ સ્ટોક પર દાવ, શું તમારે પણ કરવું જોઈએ રોકાણ?

ડીલર્સ લગાવી રહ્યા છે આ ગેસ સ્ટોક પર દાવ, શું તમારે પણ કરવું જોઈએ રોકાણ?

ડીલર્સે આપી રોકાણની સલાહ

Investment Tips: આજના કારોબારમાં સ્થાનિક ફંડોએ આ શેરમાં નીચલા સ્તરે સારી ખરીદારી કરી છે. ડીલર્સે આ શેરમાં પોઝિશલન ખરીદીની સલાહ આપી છે. ડીલર્સનું કહેવું છે કે, ગેસની કિંમતો પર કિરીટ પારિખનો રિપોર્ટ ટૂંક સમયમાં શક્ય છે.

    નવી દિલ્હીઃ CNBC-આવાઝ પર દરેક દિવસના ખાસ શો ‘કમાઈ કા અડ્ડા’ના એક ખાસ સેગમેન્ટમાં Dealing Rooms Check રજૂ કરવામાં આવે છે. જેમાં યતિન મોતા સૂત્રોના હવાલા પાસેથી મળેલી માહિતીના આઘાર પર બ્રોકરેજ હાઉસ ડીલિંગ રૂમ્સમાંથી જાણકારી મેળવે છે કે, આજે બજાર બંધ થવાની પહેલા કયા 2 શેરમાં બ્રોકરેજ તેમના ગ્રાહકોને વધારે ટ્રેડ લેવાની સલાહ આપી રહ્યા છે. તે જ સૂત્રોના આધાર પર તમને આ જાણકારી આપવામાં આવી રહી છે કે, ડીલર્સ આજે કયા શેર ખરીદી અને વેચી રહ્યા છે અ ને આજના ટોપ ટ્રેડિંગ આઈડિયા કયા છે.

    તેની સાથે જ કયા કારણથી ડીલિંગ રૂમ આ શેર પર દાવ લગાવી રહ્યા છે અને કયા શેરમાં આવનારા દિવસોમાં કેટલા રૂપિયા સુઘી તેજી જોવા મળી શકે છે. આજે રોકાણકારો કયા શેરમાં તેમની સ્થિતિ બનાવી શકે છે તેમજ શેમાં રોકાણકારોને ખરીદી કરવી જોઈએ. તેની પૂરી જાણકારી રોકાણકારોને આ ખાસ સેગમેન્ટમાં આપવામાં આવે છે.

    આ પણ વાંચોઃ મોટી કંપનીઓમાં છટણી વચ્ચે આશા ન છોડતાં, આ ક્ષેત્રોમાં થઈ રહી છે બંપર ભરતી

    પહેલા બજારની ચાલ પર એક નજર કરી લઈએ


    સપ્તાહના અંતિમ દિવસે બજારમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યુ છે. નિફ્ટી 18300ની નીચે આવી ગયો છે. ICICI બેક અને HDFC બેંકે દબાવ બનાવ્યો છે. મિડકેપમાં વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ અસ્થિર બજારમાં પણ સરકારી બેંકો મજબૂતી બતાવી રહી છે. સરકારી બેંકોમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી રહી છે. નિફ્ટી PSU BANK INDEX આ મહિને 10 ટકાથી વધારે વધ્યો છે. આજે બેંક ઓફ ઈન્ડિયા, યૂનિયન બેંક, સેન્ટ્રલ બેંક અને પીએનબી 4થી 5 ટકા વધ્યા છે. બેંક ઓફ મહારાષ્ટ્ર 10 ટકા ઉછળ્યો છે.

    આવો Dealing Rooms Check With ‘મોટાભાઈ’, જેમાં આપણા સહયોગી યતિન મોટા તમને જણાવે છે કે, શેર ડીલર્સ આજે ક્યા શેર ખરીદી અને વેચી રહ્યા છે અને આજના ટોપ ટ્રેડિંગ આઈડિયા કયા છે.

    MGL, IGL


    આજના કારોબારમાં સ્થાનિક ફંડોએ આ શેરમાં નીચલા સ્તરે સારી ખરીદારી કરી છે. ડીલર્સે આ શેરમાં પોઝિશલન ખરીદીની સલાહ આપી છે. ડીલર્સનું કહેવું છે કે, ગેસની કિંમતો પર કિરીટ પારિખનો રિપોર્ટ ટૂંક સમયમાં શક્ય છે.

    આ પણ વાંચોઃ ફાઇનાન્સિયલ ગોલ કઈ રીતે પ્રાપ્ત કરવા? જાણો આ સ્માર્ટ ટિપ્સ

    Manapurram


    ડીલર્સનો બીજો પસંદીદા શેર છે, Manapurram. આ શેરમાં ડીલર્સની STBT એટલે કે આજ વેચવા અને કાલ ખરીદવાની સલાહ છે. શેરમાં HNIs દ્વારા વેચવાલી જોવા મળી છે અને OIમાં 4 ટકાનો ઘટાડો આવ્યો છે. ડીલર્સના શેરમાં વર્તમાન સ્તરથી 3-4 ટકા ઘટાડાની આશા છે.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment tips, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन