બેંક તરફથી આવેલા SMSને અવગણસો તો બંધ થઈ જશે તમારું ATM કાર્ડ!

News18 Gujarati
Updated: September 21, 2018, 8:37 AM IST
બેંક તરફથી આવેલા SMSને અવગણસો તો બંધ થઈ જશે તમારું ATM કાર્ડ!
પ્રતિકાત્મક તસવીર

બેંકો પોતાના ગ્રાહકોને મેગ્નેટિક ટેપ વાળા ક્રેડિટ અને ડેબિટ કાર્ડને બદવાની સૂચના આપી રહી છે. બેંકો મફતમાં કાર્ડ બદલી આપે છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ શું તમને બેંક તરફથી તમારું એટીએમ કાર્ડ (ડેબિટ કાર્ડ) અથવા ક્રેડિટ કાર્ડ બદલવાનો મેસેજ મળ્યો છે? મેસેજ મળ્યા બાદ તમે ચોક્કસ એવું વિચારતા હશો કે આવું શા માટે થઈ રહ્યું છે? ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં બે પ્રકારના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ચલણમાં છે. એક કાર્ડ એવા છે જેમાં મેગ્નેટિક ટેપ લગાવવામાં આવી છે, બીજા એવા કાર્ડ છે જેમાં ચીપ લાગેલી છે. બેંકો તરફથી હાલમાં ગ્રાહકોને અપીલ કરવામાં આવી રહી છે કે ઝડપથી તેઓ પોતાના મેગ્નેટિક પટ્ટી વાળા કાર્ડને બદલી નાખે. હાલ તમામ બેંક ફ્રીમાં આ કાર્ડ બદલી રહી છે. આ માટે આરબીઆઈ તરફથી નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. આ માટેની ડેડલાઇન 31મી ડિસેમ્બર, 2018 છે.

આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં જૂન 2018 સુધી 94.4 કરોડ એટીએમ કાર્ડ (ડેબિટ કાર્ડ) જાહેર કરવામાં આવ્યાં છે. જેમાંથી 3.94 કરોડ કાર્ડ સક્રિય છે.

શું છે મામલો?

આરબીઆઈએ બેંક તરફથી ગ્રાહકોને આપવામાં આવતા ક્રેડિટ અને ડેબિટ કાર્ડને વધારે સુરક્ષિત કરવા માટે સૂચના આપી છે. કારણ કે મેગ્નેટિક ટેપ લગાવેલા કાર્ડનું સરળતાથી ક્લોનિંગ કરી શકાય છે. જ્યારે તેની સરખામણીમાં ચીપ વાળા (EMV) કાર્ડ વધારે સુરક્ષિત છે. આ કાર્ડમાં ફ્રોડનું જોખમ ઘટી જાય છે. મેગ્નેટિક કાર્ડની ટેક્નોલોજી ખૂબ જૂની છે. તમામ કંપનીઓએ આ પ્રકારના કાર્ડનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આ કાર્ડની સુરક્ષા સામે અનેક જોખમો છે.

આ પણ વાંચોઃ ATM ક્લોન કરનારા શા માટે રાત્રે 11:50 વાગ્યે જ ઉપાડે છે પૈસા?

આરબીઆઈએ વર્ષ 2016માં તમામ બેંકોને આદેશ કર્યો હતો કે ગ્રાહકોને આપવામાં આવેલા મેગ્નેટિક ટેપ વાળા કાર્ડને રિપ્લેસ કરવામાં આવે. બાદમાં આ ડેડલાઇનને વધારાવામાં આવી હતી. હવે કાર્ડને બદલવાની સમયમર્યાદા વધારીને 31મી ડિસેમ્બર, 2018 કરવામાં આવી છે.જો કાર્ડ બદલશો નહીં તો શું થશે?

જો તમે તમારું એટીએમ કાર્ડ નહીં બદલો તો તમે એટીએમમાંથી પૈસા નહીં કાઢી શકો. સાથે જ આ કાર્ડથી તમે કોઈ ટ્રાન્ઝેક્શન પણ નહીં કરી શકો.

મફતમાં કાર્ડ બદલી આપે છે બેંક

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ પોતાના ગ્રાહકોને નવા EMV કાર્ડ મફતમાં આપી રહી છે. આ માટે તમે બેંકમાં જઈને અથવા ઓનલાઇન પણ એપ્લાય કરી શકો છો.
First published: September 21, 2018, 8:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading