Home /News /business /સરકારની જોરદાર કોઠાસૂઝ, Aadhar-Pan લિંક કરવાથી થશે લાખગણા ફાયદા

સરકારની જોરદાર કોઠાસૂઝ, Aadhar-Pan લિંક કરવાથી થશે લાખગણા ફાયદા

પાન-આધાર લિંકના નિયમોમાં ફેરફાર

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાથી અનેક લાભ થાય છે. બેન્ક ખાતુ ખોલાવવા માટે KYC ખૂબ જ જરૂરી છે, જેનાથી તમે સરળતાથી આવકવેરા રિટર્ન માટે ફાઈલ કરી શકો છો.

નવી દિલ્હીઃ 12 આંકડાના બાયોમેટ્રિક આધાર નંબરને પાનકાર્ડ સાથે જોડવાની મર્યાદા પૂર્ણ થવાના આરે છે. આવકવેરા વિભાગા નવા આદેશ અનુસાર, આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો પાનકાર્ડ 1 એપ્રિલથી ઓપરેટ નહીં કરી શકાય.

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાથી અનેક લાભ થાય છે. બેન્ક ખાતુ ખોલાવવા માટે KYC ખૂબ જ જરૂરી છે, જેનાથી તમે સરળતાથી આવકવેરા રિટર્ન માટે ફાઈલ કરી શકો છો.

આ પણ વાંચોઃ કોરોના બાદ ગજબ વધી છે આ બિઝેનસની ડિમાન્ડ, હરતા-ફરતા થઈ જાય છે લાખોની કમાણી

આવકવેરા અધિનિયમની ધારા 139AA હેઠળ જે લોકોને પાનકાર્ડ આપવામાં આવ્યું છે, જે લોકો આધાર કાર્ડ મેળવવા માટે પાત્ર છે, તેઓએ આધાર કાર્ડની જાણકારી આપવાની રહેશે. આ તમામ લોકોએ નિર્ધારિત સમય મર્યાદા પહેલા આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાનું રહેશે.

આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા માટેની સમય મર્યાદામાં અનેકવાર વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે.

ફિસડમ કંપની Tax2winના કો-ફાઉન્ડર અને CEO અભિષેક સોનીએ જણાવ્યું કે, સમગ્ર ભારતમાં પાનકાર્ડને ઓળખ કાર્ડ તરીકે સ્વીકારવામાં આવે છે. મોટાભાગની નાણાંકીય લેવડ દેવડ માટે પાનકાર્ડની જરૂરિયાત હોય છે. IT વિભાગ પાન કાર્ડની મદદથી નાણાંકીય લેવડ દેવડ જાણી શકે છે. આધાર કાર્ડ કોઈપણ વ્યક્તિના બાયોમેટ્રિક વેરિફિકેશનની સાથે સાથે તમામ જાણકારી પણ રાખે છે. કાયદાકીય બાબતો માટે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે.

વ્યક્તિગતરૂપે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની રીત


તમામ પ્રકારની લેવડ દેવડ કરવા માટે આધાર કાર્ડ એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાથી તમામ પ્રકારની લેવડ-દેવડનો ઓડિટ રિપોર્ટ મળી રહે છે.

આ પણ વાંચોઃ FD કરાવવી હોય તો અહીં જ કરાવાય, 7-8 નહિ પણ પૂરા 9.50 ટકા સુધી મળી રહ્યું છે વ્યાજ

આગામી વર્ષથી જ્યાં સુધી આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવામાં ન આવે ત્યાં સુધી ITR ફાઈલ નહીં કરી શકાય.

આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાથી ITR ફાઈલ કરવાની પ્રોસેસ સરળ બની જશે. IT વિભાગને કોઈ પણ પ્રકારની રસીદ જમા કરાવવાની નહીં રહે.

ઉપરાંત ઈ-સિગ્નેચરની પણ જરૂરિયાત નહીં રહે. આધાર ઈ-વેરિફિકેશનનો ઉપયોગ કરીને તમામ પ્રકારની પ્રોસેસ ઓટોમેટીક થશે.

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાથી લેટર કેન્સલેશન પણ રોકી શકાય છે.

આધાર કાર્ડનો ઉપયોગ કરવાથી તમામ પ્રકારના અન્ય ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી નથી.

આધાર કાર્ડ ઓળખ પ્રમાણપત્ર અને રહેઠાણના પ્રમાણ તરીકે પણ કામ કરે છે. આ કારણોસર તમામ બાબતો માટે આ ડોક્યુમેન્ટ ખૂબ જ જરૂરી છે.

સરકારને આ ડોક્યુમેન્ટ કેવી રીતે ઉપયોગી છે?


જે પણ લેવડ દેવડ થઈ રહી છે, તે આધાર કાર્ડની મદદથી સરળતાથી ટ્રેક કરી શકાય છે. આધાર કાર્ડ આધારિત ઓથેન્ટીકેશન ખૂબ જ જરૂરી છે. જે લોકો કરચોરી કરી રહ્યા છે, તે લોકો પર પણ સરળતાથી નજર રાખી શકાય છે. આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાથી જે લોકો પાસે એક કરતા વધુ પાનકાર્ડ છે, તેમના પર પણ નજર રાખી શકાય છે અને છેતરપિંડી રોકી શકાય છે.

આ પણ વાંચોઃ MFના ફેવરિટ છે આ સ્ટોક્સ, રોકાણ કરીને ધનના ઢગલે ઢગલા થશે

અગાઉ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 31 માર્ચ 2022 હતી, જે રૂ .500ના દંડ સાથે 30 જૂન 2022 સુધી વધારવામાં આવી હતી. હવે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 31 માર્ચ 2023 કરવામાં આવી છે. હવે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, તો તે માટે રૂ. 1,000 ફી ભરવાની રહેશે.

જો 31 માર્ચ 2023 સુધીમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવામાં નહીં આવે તો પાનકાર્ડ અમાન્ય ગણાશે.

આ કારણોસર કોઈપણ પ્રકારનું નુકસાન ના થાય તે માટે 31 માર્ચ 2023 સુધીમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે.


આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં તે ચેક કરવાની રીત


- આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે, નહીં તે ચેક કરવા માટે તમારે https://www.incometax.gov.in/iec/foportal/ વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
- ત્યાર બાદ તમને ડાબી બાજુ ‘ક્વિક લિંક્સ’ જોવા મળશે, જ્યાં ‘લિંક આધાર’ પર ક્લિક કરવાનું રહેશે.
- જેના પર ક્લિક કરવાથી તમે બીજા પેજ પર પહોંચી જશો.
- જ્યાં તમારે પાનકાર્ડ નંબર અને આધાર કાર્ડ એન્ટર કરવાનો રહેશે.
- હવે વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરવાથી તમને લિંક સ્ટેટસની જાણકારી મળી જશે.
First published:

Tags: Business news, Pan card, PAN-AADHAR

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો