Home /News /business /પાન કાર્ડ-આધાર લિંક, LTC સ્કીમ સહિત 9 કામોની ડેડલાઈન 31માર્ચના રોજ પૂરી થશે

પાન કાર્ડ-આધાર લિંક, LTC સ્કીમ સહિત 9 કામોની ડેડલાઈન 31માર્ચના રોજ પૂરી થશે

પ્રતિકાત્મક તસવીર

31મી માર્ચ, 2021ના રોજ પુરા થતા વર્ષમાં પણ 9 અલગ અલગ નાણાંકીય જવાબદારીઓ નિભાવવાનો સમય છે. આ ડેડલાઈન ચૂકી જશો તો આગામી નવું વર્ષ તમારા માટે મુશ્કેલીભર્યું રહેશે.

  નવી દિલ્હીઃ માર્ચ (March Ending) એટલેકે ક્લિયરન્સનો મહિનો. માર્ચ માસમાં હિસાબ ચૂકતે કરવાનો, નવી શરૂઆત કરવાનો અને નવા નિયમો અપનાવવાનો મહિનો ગણાય છે. ખાસ કરીને નાણાંકીય જગત માટે માર્ચ મહિનામાં અનેક જવાબદારીઓ હોય છે. 31મી માર્ચ, 2021ના રોજ પુરા થતા વર્ષમાં પણ 9 અલગ અલગ નાણાંકીય જવાબદારીઓ (Financial responsibility) નિભાવવાનો સમય છે. આ ડેડલાઈન ચૂકી જશો તો આગામી નવું વર્ષ તમારા માટે મુશ્કેલીભર્યું રહેશે.

  1 – ડબલ ટેક્સેશન
  સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ કોરોના મહામારીને કારણે ભારતમાં અટવાયેલ વિદેશી નાગરિકો અને બિન-નિવાસી વ્યક્તિઓને નાણાંકીય વર્ષ 2020-21માં કરેલ આવક પર ભારતના અને વિદેશના એમ બમણા ટેક્સેશનથી બચવા માટે જરૂરી તમામ સંબંધિત માહિતી 31મી માર્ચ, 2021 સુધી જમા કરવા જણાવ્યું છે.

  3 માર્ચ, 2021ના રોજ ઈશ્યુ કરેલ પરિપત્ર મુજબ વિભાગે પૂછ્યું છે કે શું તમને DTAAsની રાહત છતા ડબલ ટેક્સ ભરવાનો આવે છે, તો FormNRમાં માહિતી જમા કરાવી શકે છે. જુદા જુદા કેસ અનુસાર CBDT સામાન્ય છૂટછાટ અથવા વિશિષ્ટ છૂટછાટ આપવનું વિચારશે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ રવિવારની સાંજે દંપતીને હોલટમાં જમવાનું પાંચ લાખ રૂપિયામાં પડ્યું, વાંચો ચેતવણી રૂપ કિસ્સો

  આ પણ વાંચોઃ-કડીઃ 'તું મને ઓળખે છે ગાડી કેમ ધીમે ચલાવતો નથી' કોટન ઇન્ડસ્ટ્રીઝના માલિક ઉપર ચાર લોકોનો હુમલો, live video

  2 – પાન-આધાર લિંક
  ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ(Income Tax Department)ના જણાવ્યા અનુસાર પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31મી માર્ચ, 2021 નક્કી કરી છે. જો આ તારીખ સુધી આધાર-પાન લિંક નહીં થયેલ હોય તો પાનકાર્ડ સસપેન્ડ થઈ શકે છે. અગાઉ આ તારીખ 30 જુન, 2020 હતી, પરંતુ કોરોના મહામારીને પગલે આ તારીખ લંબાવીને 31મી માર્ચ, 2021 કરી હતી. જો આ ડેડલાઇન ચૂકી જશો તો પાનકાર્ડ નક્કામું બની જશે અને નવા વર્ષથી કોઈપણ નાણાંકીય ટ્રાન્ઝેકશન નહીં કરી શકો.

  3 – LTC કેશ વાઉચર સ્કીમમાં બિલ વટાવવા :
  જો ટેક્સનો અને સ્કીમનો ફાયદો ઉઠાવવા માંગતા હોય, તો કર્મચારીએ જીએસટી રકમ અને વિક્રેતાના જીએસટી નંબરવાળા યોગ્ય ફોર્મેટમાં જરૂરી બીલ એમ્પ્લોયરને LTC કેશ વાઉચર સ્કીમ હેઠળ 31મી માર્ચ પહેલા સબમિટ કરવાના રહેશે. LTAની રકમથી 3 ગણી રકમ 12% કે તેથી વધુના જીએસટી ધરાવતી ચીજવસ્તુઓ અને સેવાઓ પર ખર્ચવા સરકારે આ સ્કીમ બહાર પાડી હતી, જેમાં ટેક્સ બાકાત મળે છે.

  આ પણ વાંચોઃ-સુરતઃ બાઈક અથડાતા ઇકો કાર બે ટાયર ઉપર દોડી પછી પલટી ખાઈને ખાડામાં ખાબકી, ફિલ્મી સીન જેવો અકસ્માતનો live video

  આ પણ વાંચોઃ-લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત માટે તૈયાર ન હતી પત્ની, રાજ ખુલ્યું તો પતિના ઉડી ગયા હોશ

  સરકારે ઓક્ટોબર, 2020માં કોરોના મહામારી બાદ માંગ વધારવા, જાહેર ખર્ચ વધારવા માટે સરકારે એલસીટી કેશ વાઉચર યોજનાની જાહેરાત કરી હતી. જેમાં કર્મચારીઓને અનક્લેયમ્ડ Leave Travel Allowance (LTA) રકમનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપ્યું હતુ. શરૂઆતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને બાદમાં નોન-સેન્ટ્રલ ગવર્મેન્ટ કર્મચારીઓ એટલે કે PSU અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ સુધી આ સ્કીમને વિસ્તૃત કરવામાં આવી હતી.

  4 – 2019-20 માટે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ
  નાણાંકીય વર્ષ 2019-20 માટે ઓડિટ હેઠળ ગયેલ વ્યકતિગત ખાતાઓના સુધારેલ અથવા મોડા ભરેલ આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2021 છે. હવે કોઈ વ્યક્તિ દ્વારા ITR મોડું ફાઇલિંગ કરવામાં આવે તો 10,000 રૂપિયાનો દંડની જોગવાઈ છે. જોકે નાના કરદાતાઓ માટે એટલે કે 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા વ્યકતિઓ માટે આ દંડ 1000 રૂપિયા હશે. આ સિવાય જો નાણાંકીય વર્ષ 2019-20 માટે ભરેલ મૂળ આઇટીઆરમાં ભૂલ મળી છે, તો તમે 31 માર્ચ, 2021 સુધીમાં તેને સુધારીને ફરી અપલોડ કરી શકો છો.

  5 - ટેક્સ બચત માટેની અંતિમ તારીખ
  જો તમે જૂની કર પ્રણાલી પસંદગી કરી છે, તો પછી 31 માર્ચ, 2021 સુધીમાં તમારે ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ અથવા ખર્ચ 31મી માર્ચ પહેલાં પુરા કરવા પડશે. જો આ તારીખ ચૂકી જશો તો તમારી આવકવેરાની જવાબદારી ઘટી શકશે નહીં.

  6 – વિવાદ સે વિશ્વાસ સ્કીમ
  સરકારે 26 ફેબ્રુઆરી, 2021ના એક નોટિફિકેશન અનુસાર વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ નોંધણી માટેની છેલ્લી તારીખ 28મી ફેબ્રુઆરી, 2021ની ડેડલાઈન વધારીને 31 માર્ચ, 2021 સુધી કરી છે. ડિકલેરેશન કર્યા બાદ 30મી એપ્રિલ, 2021 સુધી કોઈપણ વ્યકતિ પૈસા જમા કરાવી શકશે.

  7 – સ્પેશ્યલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની અંતિમ તારીખ
  સરકારી કર્મચારી 31 માર્ચ, 2021 પહેલાં 10,000 રૂપિયાની વ્યાજ વિનાની વિશેષ એડવાન્સ રકમ મેળવી શકશે. સરકારે એલટીસી કેશ વાઉચર યોજનાની સાથે ઓક્ટોબર, 2020માં સ્પેશયલ ફેસ્ટીવ એડવાન્સની જાહેરાત કરી હતી. આ ઉપાડને સરકાર મહત્તમ 10 હપ્તામાં વસૂલ કરશે.

  8 – PMAYની સબસિડી
  પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY) હેઠળ ક્રેડિટ સબસિડીનો લાભ લેવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2021 છે. આ યોજના હેઠળ રૂ. 6 લાખથી 18 લાખની વાર્ષિક આવક ધરાવતા મધ્યમ આવક જૂથોને હોમ લોન પર નિયમો અને શરતોને આધિન સબસિડી આપવામાં આવે છે. હોમ લોન પર ઓછા વ્યાજ દરની સાથે લોનધારકોના EMI પણ ઓછી થઈ જાય છે.
  " isDesktop="true" id="1080640" >  9 – ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજનાનો અંત
  સરકારે આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ 13 મે, 2020ના રોજ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના વ્યવસાયિક હેતુઓ માટે લોન મેળવવા ઇચ્છુક વ્યક્તિઓ સહિત વિવિધ સંસ્થાઓને અવેજ મુક્ત અને સરકારી જામીનગીરી સાથેની લોન આપવાની યોજના હતી. આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટેની છેલ્લી તારીખ 31 માર્ચ, 2021 છે.
  First published:

  Tags: Adhar card, Pan card

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन