Home /News /business /DCX Systems IPOમાં એલોટમેન્ટ થયું, શું તમને લાગ્યા છે શેર? GMPમાં જબરો ઉછાળો

DCX Systems IPOમાં એલોટમેન્ટ થયું, શું તમને લાગ્યા છે શેર? GMPમાં જબરો ઉછાળો

DCX સિસ્ટમ્સનો 500 કરોડ રૂપિયાનો IPO ખૂલ્યો, વિશ્લેષકો છે બુલિશ

DCX Systems IPO: આઈપીઓના શેર્સનું લિસ્ટિંગ 11 નવેમ્બરે થઈ શકે છે. રોકાણકારો અને ગ્રે માર્કેટથી તો ડીસીએક્સ સિસ્ટમ્સના આઈપીઓને જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે. અનલિસ્ટેડ શેરનો જીએમપી 78 રુપિયા સુધી પહોંચી ચૂક્યો છે.

    નવી દિલ્હીઃ ડીસીએક્સ સિસ્ટમ્સ આઈપીઓ (DCX Systems IPO) ના રોકાણકારોને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર વચ્ચે આ આઈપીઓ રોકાણ માટે ખૂલ્યો હતો. ત્યારબાદ 7 નવેમ્બરે આઈપીઓમાં શેર્સનું એલોટમેન્ટ કરી દેવામાં આવ્યું છે. તેમજ જેમને શેર નથી લાગ્યા તેવા રોકાણકારોને 9 નવેમ્બરથી રિફંડ મળવાનું પણ શરું થઈ જશે. તેમજ જે સબ્સક્રાઈબર્સને શેર અલોટ થયા છે તેમના ડિમેટ એકાઉન્ટમાં 10 નવેમ્બરથી શેર દેખવા લાગશે. જ્યારે શેરબજારમાં આ શેરનું લિસ્ટિંગ 11 નવેમ્બરના દિવસે થવાનું છે.

    શું તમને લાગ્યા શેર?


    જો તમે આ IPO માટે બિડ કરી હોય અને શેર ફાળવણીની રાહ જોઈ રહ્યા હોય, તો તમે ફાળવણીની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકો છો. જે બે રીતે કરી શકાય છે. તમે તેને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ની વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો. આ ઉપરાંત, તમે IPOના સત્તાવાર રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા પણ જાણી શકો છો કે તમને આ IPOના શેર ફાળવવામાં આવ્યા છે કે નહીં. IPO ફાળવણીની સ્થિતિ તપાસવા માટે PAN વિગતો અને IPO અરજી નંબરની જરૂર પડશે.

    આ પણ વાંચોઃ ગુજરાતની ભણેલી-ગણેલી મહિલાઓ પણ નોકરી છોડી આ બિઝનેસમાં લાખો કમાય છે, ક્યારેય મંદીની શક્યતા નહીં

    રોકાણકારો તરફથી IPOને જબરદસ્ત પ્રતિસાદ


    આ IPO 69.79 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. લાયકાત ધરાવતા સંસ્થાકીય રોકાણકારો માટે નિર્ધારિત ક્વોટા 82.32 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. જ્યારે બિન-સંસ્થાકીય ક્વોટા 43.97 ગણો અને રિટેલ રોકાણકારોનો ક્વોટા 61.77 ગણો ભરાયો છે.

    પ્રાઇસ બેન્ડ


    DCX સિસ્ટમ્સ આ IPO દ્વારા રૂ. 500 કરોડ એકત્ર કરી રહી છે. આ IPOની પ્રાઇસ બેન્ડ 197-207 રૂપિયા પ્રતિ શેર હતી. 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર વચ્ચે ખુલેલા આ IPOમાં રોકાણકારોએ 69.79 વખત સબસ્ક્રાઇબ કર્યું છે. ઘણા બ્રોકરેજોએ IPO અંગે પોઝિટિવ સમીક્ષાઓ આપી છે.

    આ પણ વાંચોઃ સારા રિટર્નની શક્યતા અને ઓછું જોખમ NPS મેનેજરના ફેવરિટ આ શેર્સ તમારી પાસે છે?

    જીએમપીમાં જબરજસ્ત ઉછાળો


    ઑક્ટોબર અને નવેમ્બર 2, 2022 ની વચ્ચે ખુલેલા આ IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, તેમજ IPOના અનલિસ્ટેડ શેર્સ પણ ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યા છે. ગઈકાલે એટલે કે સોમવારે જીએમપીમાં ઉછાળો આવ્યો હતો અને તે વધીને 78 રૂપિયા પ્રતિ શેર થયો હતો. રવિવારે જીએમપી રૂ. 75 રહ્યો હતો.

    BSE વેબસાઇટ પરથી આ રીતે તપાસો


    સૌથી પહેલા bseindia.com/investors/appli_check.aspx પર જાઓ.

    DCX Systems IPO માટે અહીં ક્લિક કરો.

    હવે DCX Systems IPO એપ્લિકેશન નંબર દાખલ કરો.

    આગલા સ્ટેપમાં તમે PAN વિગતો દાખલ કરો

    આ પછી 'હું રોબોટ નથી' પર ક્લિક કરો અને 'સબમિટ' પર ક્લિક કરો.

    ફાળવણીની સ્થિતિ તમારી સામે દેખાશે.

    આ પણ વાંચોઃ ઓપ્શન ટ્રેડિંગમાં ગોથું નહીં ખાવ, એક્સપર્ટ શુભમ અગ્રવાલના આ 7 પોઈન્ટ સમજી લો

    Intime લિંક દ્વારા આ રીતે તપાસો


    linkintime.co.in/MIPO/Ipoallotment.html ની મુલાકાત લેવાની રહેશે.

    અહીં લોગિન કર્યા પછી DCX સિસ્ટમ IPO પસંદ કરો

    આગલા સ્ટેપમાં, તમારે PAN વિગતો દાખલ કરવી પડશે અને 'સર્ચ' પર ક્લિક કરવું પડશે.

    આ પછી તમે કમ્પ્યુટર અથવા સ્માર્ટફોન સ્ક્રીન પર ફાળવણીની સ્થિતિ જોઈ શકશો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Expert opinion, GMP, IPO News, Share market

    विज्ञापन
    विज्ञापन