Home /News /business /DCX systemsનું શાનદાર લિસ્ટિંગ, બજારમાં આવતાં જ રોકાણકારોની બલ્લે બલ્લે

DCX systemsનું શાનદાર લિસ્ટિંગ, બજારમાં આવતાં જ રોકાણકારોની બલ્લે બલ્લે

DCX Systems ના આઈપીઓમાં રોકાણકારોને બખ્ખા, લિસ્ટ થતાં જ રુપિયા ડબલ થયા.

DCX Systems India Listing: ડીસીએક્સ સિસ્ટમ્સ એ બેંગ્લોર સ્થિત કંપની છે જે કેબલ અને વાયર હાર્નેસ એસેમ્બલીનું ઉત્પાદન કરે છે. ઘણા બ્રોકરેજો હાઉસે કંપનીના IPO અંગે સકારાત્મક રિવ્યુ આપ્યા હતા અને ગ્રે માર્કેટમાં પણ અનલિસ્ટેડ શેર્સ પ્રીમિયમ ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરની કંપની ડીસીએક્સ સિસ્ટમ્સના શેરનું આજે એક શાનદાર લિસ્ટિંગ થયું છે. કંપનીના શેર NSE પર 39 ટકાના પ્રીમિયમ સાથે રુ. 287 પર લિસ્ટેડ થયા છે, જ્યારે BSE પર શેર 38.29 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટેડ છે. આ IPO 69.79 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ક્વોલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ રોકાણકારો માટે નિર્ધારિત ક્વોટા કરતાં 82.32 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. જ્યારે બિન-સંસ્થાકીય ક્વોટા 43.97 ગણો સબ્સક્રાઈબ થયો હતો અને રિટેલ રોકાણકારોનો ક્વોટા 61.77 ગણો ભરાયો હતો.

  આ પણ વાંચોઃ 3 મહિનામાં 5 ટકાથી વધારે તૂટ્યો ઓટો શેર, તેમ છતાં શેરખાને આપી ખરીદવાની સલાહ, જાણો કેમ?

  DCX Systems IPO 31 ઓક્ટોબરે ખુલ્યો હતો અને 2 નવેમ્બરે બંધ થયો હતો. DCX સિસ્ટમ્સે આ IPO દ્વારા રુ. 500 કરોડ એકત્ર કર્યા છે. IPOની પ્રાઇસ બેન્ડ 197-207 રુપિયા પ્રતિ શેર હતી. ઘણા બ્રોકરેજ હાઉસે IPO અંગે પોઝિટિવ રીવ્યુ આપ્યા હતા અને ગ્રે માર્કેટમાં પણ અનલિસ્ટેડ શેર્સ પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા.

  આ પણ વાંચો:આ મ્યુચ્યુઅલ ફંડમાં જેમણે નાણાં રોક્યા થઇ ગયા માલામાલ, તમારે હવે રોકાય કે નહીં?

  DCX સિસ્ટમ્સનો બિઝનેસ


  DCX Systems એ બેંગ્લોર સ્થિત કંપની છે જે કેબલ અને વાયર હાર્નેસ એસેમ્બલીનું ઉત્પાદન કરે છે. કંપનીની ઓપરેટિંગ આવક FY20માં રુ. 449 કરોડથી 56.64 ટકાના CAGR (કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ)થી વધીને FY22માં રુ. 1102 કરોડ થઈ હતી. આ સમયગાળા દરમિયાન કંપનીની ઓર્ડર બુક પણ રુ. 1941 કરોડથી વધીને રુ. 2369 કરોડ થઈ હતી.

  એનાલિસ્ટોએ કરી હતી શાનદાર લિસ્ટિંગની આગાહી


  મિન્ટના એક અહેવાલ અનુસાર, હેમ સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ આસ્થા જૈને જણાવ્યું હતું કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે DCX સિસ્ટમ્સ 36-40 ટકા પ્રીમિયમની ઇશ્યૂ કિંમતે સૂચિબદ્ધ થશે. કંપનીનું બિઝનેસ મોડલ ઘણું સારું છે.

  આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્લાન્ટ ધરાવતી આ કેમિકલ કંપનીના શેરમાં તિજોરી છલકાઈ શકે, બ્રોકરેજ ફર્મે કહ્યું 'બસ મંડી પડો ખરીદવા'

  તેવી જ રીતે UnlistedArena.comના સ્થાપક અભય દોશીએ પણ કહ્યું હતું કે DCX સિસ્ટમ્સના IPOને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. તેથી, આ IPOના શેરના સારા લિસ્ટિંગની અપેક્ષા રાખી શકાય છે.

  આજે બજારમાં તેજી


  ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. આજના કારોબારમાં સેન્સેક્સમાં 952 અંકોનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે નિફ્ટી 18200ને પાર કરી ગઈ છે. આજે સવારે સેન્સેક્સ 697 પોઈન્ટના વધારા સાથે 61,311 પર ખુલ્યો હતો. નિફ્ટી 244 પોઈન્ટના વધારા સાથે 18,272 પર ટ્રેડ કરી રહ્યો છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Expert opinion, IPO News, Share market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन