Home /News /business /

Rakesh Jhunjhunwala portfolio: આ મલ્ટીબેગર રિયલ્ટી સ્ટોકે હિટ કરી અપર સર્કિટ, એક મહિનામાં 95% વધ્યો

Rakesh Jhunjhunwala portfolio: આ મલ્ટીબેગર રિયલ્ટી સ્ટોકે હિટ કરી અપર સર્કિટ, એક મહિનામાં 95% વધ્યો

મલ્ટીબેગર સ્ટોક

DB Realty stock: શેર ઈન્ડિયા સિક્યોરિટીઝ (Share India Securities)ના વીપી અને સંશોધન વડા રવિ સિંઘે જણાવ્યું હતું કે, ડીબી રિયલ્ટી સ્ટોક ઓછા વોલ્યુમ છતાં ખૂબ ઊંચી સ્પેક્યુલેશન હેઠળ ટ્રેડ થઈ રહ્યો છે. જોકે તેના ફંડામેન્ટલ્સ નબળા છે અને ભાવની હિલચાલને ટેકો આપતા નથી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: DB રિયલ્ટી લિમિટેડ (DB Realty Ltd)નો શેર ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં BSE પર અપર સર્કિટ લેવલે 5% વધીને રૂ. 96 પર પહોંચ્યો હતો. આ મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock) એક મહિનામાં 95%થી વધુ વધ્યો છે. જણાવી દઈએ કે છેલ્લા છ મહિનામાં આ સ્ટોક 256%થી વધુ વધ્યો છે. ફેબ્રુઆરી 2021માં શેર દીઠ રૂ. 18થી વધુના વેપારથી રિયલ્ટી સ્ટોક (Realty stock)એક વર્ષના ગાળામાં 403%થી વધુ ઉછળ્યો છે.

બજાર નિષ્ણાતનો અભિપ્રાય

શેર ઈન્ડિયા સિક્યોરિટીઝ (Share India Securities)ના વીપી અને સંશોધન વડા રવિ સિંઘે જણાવ્યું હતું કે, ડીબી રિયલ્ટી સ્ટોક ઓછા વોલ્યુમ છતાં ખૂબ ઊંચી સ્પેક્યુલેશન હેઠળ ટ્રેડ થઈ રહ્યો છે. જોકે તેના ફંડામેન્ટલ્સ નબળા છે અને ભાવની હિલચાલને ટેકો આપતા નથી. ટેક્નિકલ સેટઅપ પર રિયલ્ટી સ્ટોક આ મોમેન્ટમ અને ઉચ્ચ વોલેટિલિટી સાથે રૂ. 100ના સ્તરને સ્પર્શી શકે છે. રોકાણકારો સાવચેત રહી શકે છે અને તેમની પોઝિશન બુક કરવા માટે આ તકનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે.

અન્ય બજાર નિષ્ણાતનો અભિપ્રાય

ગોદરેજ પ્રોપર્ટીઝે ગુરુવારે જણાવ્યું હતું કે, DB રિયલ્ટીમાં કન્વર્ટિબલ વોરંટના રૂપમાં સંભવિત રોકાણનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને DB રિયલ્ટી લિમિટેડ સાથેના સંયુક્ત સાહસ તરીકે સ્લમ રીહેબિલેશન અને MHADA રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલની સ્થાપના કરી રહી છે. મુંબઈ સ્થિત ડીબી રિયલ્ટીએ માહિતી આપી હતી કે તે પ્રમોટર્સ અને રોકાણકારોને વોરંટ જારી કરીને રૂ. 563 કરોડ એકત્ર કરવાના તેના પ્રસ્તાવ માટે શેરધારકોની મંજૂરી માંગી રહી છે.

આ કારણે આવી તેજી

સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે, કંપની ભંડોળ ઊભું કરવાની યોજનાઓ પર વિચાર કરી રહી છે, તેવા સમાચારને પગલે DB રિયલ્ટી વેગ પકડી રહી છે. રિયલ્ટી સેક્ટર પર અમારો દૃષ્ટિકોણ ખૂબ જ તેજીનો છે, પરંતુ DB રિયલ્ટીની નાણાકીય બાબતો અંગે કેટલીક ચિંતાઓ છે. ભારે ઉછાળા પછી વેલ્યુએશનના સંદર્ભમાં પણ અગવડતા છે, તેથી હું આ જગ્યામાં શોભા, પ્રેસ્ટિજ, ઓબેરોય રિયલ્ટી પસંદ કરીશ.

આ પણ વાંચો: Jubilant Food stock: ત્રીજા ત્રિમાસિક પરિણામ બાદ બ્રોકરેજ હાઉસિસ પાસેથી જાણો, શેરની ખરીદી કરવી, હોલ્ડ કરવો કે વેચી દેવો

વધુમાં તેઓ જણાવે છે કે, ટેક્નિકલ રીતે સ્ટોક 86ના મહત્વના રેઝિસ્ટન્સની ઉપર આવી ગયો છે. જ્યાં 116/136 એ આગલા મહત્વના રેઝિસ્ટન્સ લેવલ છે. ડાઉનસાઇડ પર 79 મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ હશે, આની નીચે કોઈ પણ મોટા પ્રોફિટ બુકિંગની અપેક્ષા રાખી શકાય છે.

આ પણ વાંચો: Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના બે મોટા શેરોમાં વધાર્યુ રોકાણ, આ કંપનીમાં ઘટાડ્યું

રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી

તાજેતરની BSE શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાનો ડીબી રિયલ્ટીમાં ડિસેમ્બર 2021 સુધીમાં 2.06% હિસ્સો છે.
First published:

Tags: Investment, Rakesh jhunjhunwala, Share market, Stock tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन