Facebook પછી Jio પ્લેટફૉર્મમાં Silver Lake કરશે 5,655 કરોડ રૂપિયાનું રોકાણ

Facebook પછી Jio પ્લેટફૉર્મમાં Silver Lake કરશે 5,655 કરોડ રૂપિયાનું રોકાણ
ફાઇલ તસવીર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries) સોમવારે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે ખાનગી ઇક્વિટી ફર્મ સિલ્વર લેક Equity Firm Silver Lake) જિયો પ્લેટફોર્મમાં 1.15% ભાગીદારી, 5,655.75 કરોડ રૂપિયામાં ખરીદશે.

  • Share this:
    નવી દિલ્હી : ફેસબુક (Facebook) સાથે 43,574 કરોડ રૂપિયાની ડીલની જાહેરાતના થોડા દિવસ પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries) સોમવારે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે ખાનગી ઇક્વિટી ફર્મ સિલ્વર લેક Equity Firm Silver Lake) જિયો પ્લેટફોર્મમાં 1.15% ભાગીદારી, 5,655.75 કરોડ રૂપિયામાં ખરીદશે. આ રોકાણ Jio પ્લેટફૉર્મની 4.90 લાખ કરોડ રૂપિયાની વેલ્યૂ પર થશે અને ઇન્ટરપ્રાઇસીસ વેલ્યૂ હવે 5.15 લાખ કરોડ રૂપિયા થઈ જશે.

    દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ કંપની Facebook એ તાજેતરમાં જ ભારતની સૌથી મોટી ટેલોકૉમ કંપની રિલાયન્સ Jioમાં 9.99 ટકા હિસ્સો રૂપિયા 43, 574 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી હતી.



    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ રોકાણ Jio પ્લેટફૉર્મ્સ પર 4.90 લાખ કરોડ રૂપિયાના ઇક્વિટી મૂલ્ય પર થઈ છે તમજ ઇન્ટરપ્રાઇસીસ વેલ્યૂ હવે 5.15 લાખ કરોડ રૂપિયા છે. આ ડીલ ફેસબુકના સોદાની સરખામણીમાં 12.5 ટકા પ્રીમિયમ પર થઈ છે.

    સિલ્વર લેકના સહ-સીઈઓ અને મેનેજિંગ પાર્ટનર એગૉન ડરબને (Silver Lake co-CEO and managing partner Egon Durban) ડીલ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, Reliance Jio દુનિયાની સૌથી ઉત્તમ કંપનીમાંની એક છે. તેને મજબૂત મેનેજમેન્ટ અને કુશળ ટીમ દ્વારા ચલાવવામાં આવી રહી છે. કંપનીએ મોટા પ્રમાણમાં ગ્રાહકો અને નાના વેપારીઓ માટે ઓછા ખર્ચવાળી ડિજિટલ સેવા આપી છે. આથી બજારમાં અનેક સંભાવના રહેલી છે.

    વર્ષ 2016માં જિયોના લૉન્ચિંગ બાદ રિલાયન્સ દેશની એકમાત્ર એવી કંપની તરીકે ઉભરી છે, જે ખૂબ ઝડપથી વધી રહેલા ભારતીય બજારમાં અમેરિકન ટેક્નોલોજી જૂથો સાથે સ્પર્ધા કરવા માટે સક્ષમ છે. રિલાયન્સે મૉબાઇલ ટેલીકૉમથી લઈને હોમ બ્રૉડબેન્ડ દરેક વસ્તુમાં ઈ-કૉમર્સનો વિસ્તાર કર્યો છે.

    ડિસ્ક્લેમર : ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ કંપનીનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.
    Published by:News18 Gujarati
    First published:May 04, 2020, 10:12 am

    ટૉપ ન્યૂઝ