Home /News /business /

Data Patterns share listing: ડેટા પેટર્ન્સના આઈપીઓનું ધમાકેદાર લિસ્ટિંગ, ઇશ્યૂ કિંમતથી 47% ઉપર ખુલ્યો

Data Patterns share listing: ડેટા પેટર્ન્સના આઈપીઓનું ધમાકેદાર લિસ્ટિંગ, ઇશ્યૂ કિંમતથી 47% ઉપર ખુલ્યો

ડેટા પેટર્ન્સ (પ્રતીકાત્મક તસવીર)

Data Patterns IPO Listing: ડેટા પેટર્ન્સના આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ (Data Patterns IPO subscription) મળ્યો હતો. કંપનીનો ઇશ્યૂ 119.62 ગણો ભરાયો હતો.

    મુંબઈ. Data Patterns IPO Listing: ડેટા પેટર્ન્સ આઈપીઓ (Data patterns (India) ltd)નું આજે પ્રીમિયમ લિસ્ટિંગ થયું છે. નબળા સેન્ટીમેન્ટ્સ વચ્ચે પણ આજે ડેટા પેટર્ન્સના શેરનું એનએસઈ અને બીએસઈ પર 47.69% પ્રીમિયમ સાથે 864 રૂપિયા પર લિસ્ટિંગ (Data Patterns IPO Listing) થયું છે. શેરની ઇશ્યૂ કિંમત 585 રૂપિયા હતી. એટલે કે રોકાણકારોને એક શેર પર 279 રૂપિયાનો ફાયદો થયો છે. ડેટા પેટર્ન્સના આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ (Data Patterns IPO subscription) મળ્યો હતો. કંપનીનો ઇશ્યૂ 119.62 ગણો ભરાયો હતો. નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટેનો હિસ્સો 254 ગણો ભરાયો હતો. જ્યારે ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)નો હિસ્સો 191 ગણો ભરાયો હતો. રિટેલ હિસ્સો 23 ગણો ભરાયો હતો.

    ડેટા પેટર્ન્સના આઈપીઓમાં 240 કરોડ રૂપિયાના ફ્રેશ શેર હતા, જ્યારે 59.52 લાખ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ માટે મૂકવામાં આવ્યા હતા. ઈશ્યૂ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ 555-585 રૂપિયા રાખી હતી. ઇશ્યૂ ખુલ્યાના એક દિવસ પહેલા ડેટા પેટર્ન્સ કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 176 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતા.

    આઈપીઓ સાઇઝ (IPO size)

    આઈપીઓમાં 240 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રમોટરો અને શેરધારકો 59.52 લાખ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ (Offer for sale- OFS) માટે મૂક્યા હતા. કંપનીને ઉપરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે 588.22 કરોડ રૂપિયા મળવાનો અંદાજ છે. OFS અંતર્ગત કંપનીની શેરધારકોમાં સામેલ શ્રીનિવાસગોપાલન રંગરાજન (ફાઉન્ડર) 19.67 લાખ શેર, રેખા મૂર્તિ રંગરાજન 19.67 લાખ શેર, સુધીર નાથન 75,000 શેર, જીકે વસુંધરા 4.15 લાખ શેર અને અન્ય શેરધારકો તરફથી 15.28 લાખ શેર વેચાણ માટે મૂક્યા હતા.

    કોના માટે કેટલો હિસ્સો અનામત?

    ઇશ્યૂનો 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB), 15 ટકા હિસ્સો નૉન ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ અને 35 ટકા હિસ્સો રિટેલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રાખવામાં આવ્યો હતો. પ્રમોટર્સ પાસે કંપનીનો 57.08 ટકા હિસ્સો હતો. ઇશ્યૂ બાદ તે ઘટીને 44.99 ટકા થયો છે.

    ઇશ્યૂથી મળનારી રકમની ઉપયોગ

    કંપની ઇશ્યૂમાંથી મળનારી 60.8 કરોડ રૂપિયાનો ઉપયોગ લોનના પ્રીપેમેન્ટ-રિપેમેન્ટ માટે કરશે. 95.2 કરોડ રૂપિયાનો ઉપયોગ વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂર્ણ કરવા માટે, 59.8 કરોડ રૂપિયાનો ઉપયોગ ચેન્નાઈ સ્થિતિ ફેસિલિટીને અપગ્રેડ અને વિસ્તાર કરવા માટે અને અન્ય રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદેશ્યો પૂર્ણ કરવા માટે કરશે.

    કંપની વિશે

    ડેટા પેટર્ન્સ ભારતમાં ડિફેન્સ અને એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ખૂબ ઝડપથી ઊભરી રહેલી કંપનીઓમાંની એક છે. કંપની ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ અને એરોસ્પેસ સૉલ્યુશન પ્રોવાઇડ કરે છે, જે આકાશ, અવકાશ, વાયુ અને જમીન અને સમુદ્ર સાથે જોડાયેલી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ડેટા પેટર્ન્સ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ., ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ. તેમજ ડીઆરડીઓ જેવા ડિફેન્સ અને સ્પેસ રિચર્સ સાથે જોડાયેલા સરકારી સંગઠનો સાથે કામ કરે છે.

    નાણાકીય સ્થિતિ

    ગત નાણાકીય વર્ષ 19 અને 21 વચ્ચે કંપનીએ પોતાની આવકમાં રેકોર્ડ 71 ટકાનો ગ્રોથ નોંધાવ્યો હતો. આ ગ્રોથ ભારતની ડિફેન્સ અને એરોસ્પેસ કંપનીઓમાં સૌથી વધારે છે.

    કંપનીએ 19ના વર્ષમાં 131 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે નાણાકીય વર્ષ 20માં 19.1 ટકા વધીને 156 કરોડ રૂપિયા થઈ હતી. નાણાકીય વર્ષ 21માં આવક 43.5 ટકા વધીને 224 કરોડ રૂપિયા થયી હતી. નાણાકીય વર્ષ 19 અને 20 અને 21માં ક્રમશ: 7.7 કરોડ રૂપિયા, 21.05 કરોડ રૂપિયા અને 55.6 કરોડ રૂપિયા નેટ પ્રૉફિટ હતો. સપ્ટેમ્બર 21માં પૂર્ણ થયેલા છ મહિના દરમિયાન કંપનીનો નેટ પ્રૉફિટ 23.2 કરોડ રૂપિયા રહ્યો હતો.

    જોખમ (Risk factors)

    ડિફેન્સ પ્રોજેક્ટ લાંબો સમય ચાલે તો ઉત્પાદન ખર્ચ વધી શકે છે. આ ઉપરાંત સમયસર કામ પૂર્ણ ન કરવામાં આવે તો દંડ જેવા મુખ્ય જોખમ છે. જેની અસર કંપનીના બિઝનેસ અને નફા પર પડી શકે છે.

    આ પણ વાંચો: Snapdeal IPO: શું તમે પણ સ્નેપડીલના IPOમાં રોકાણ કરવા માંગો છો? તો કંપની સાથે જોડાયેલા આ જોખમો જરૂરથી જાણી લો

    પ્રમોટર્સ અને મેનેજમેન્ટ (Management)

    શ્રીનિવાસગોપાલન રંગરાજન કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, જેઓ સ્થાપનાથી કંપની સાથે જોડેયેલા છે. રેખા મૂર્તિ રંગરાજન કંપનીના લાઇફટાઇમ ડિરેક્ટર છે, અને સ્થાપનાથી કંપની સાથે જોડાયેલા છે. મૈથ્યૂ સીરિયાક નૉમિની ડિરેક્ટર છે. સબિતા રાવ, વાડલામણિ વેંકટ રામા શાસ્ત્રી, સૌમ્યન રામાકૃષ્ણન અને પ્રસાદ રાધવ મેનન કંપનીના નૉન એક્ઝિક્યૂટિવ, ઇન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market

    આગામી સમાચાર