તમારી બેંક કાર્ડની માહિતી વિદેશમાં થઇ રહી છે સ્ટોર, ખુલ્લેઆમ નિયમોનો ભંગ

News18 Gujarati
Updated: October 17, 2018, 7:49 AM IST
તમારી બેંક કાર્ડની માહિતી વિદેશમાં થઇ રહી છે સ્ટોર, ખુલ્લેઆમ નિયમોનો ભંગ
આરબીઆઈએ ચેતવણી આપી હતી કે, નક્કી કરેલી સમય મર્યાદા સુધીમાં આદેશનું પાલન કરવામાં નહીં આવે તો કંપની પર કાર્યવાહી થઈ શકે છે.

આરબીઆઈએ ચેતવણી આપી હતી કે, નક્કી કરેલી સમય મર્યાદા સુધીમાં આદેશનું પાલન કરવામાં નહીં આવે તો કંપની પર કાર્યવાહી થઈ શકે છે.

  • Share this:
વિઝા, માસ્ટરકાર્ડ અને અમેરિકન એક્સપ્રેસ જેવી અમેરિકન કંપનીઓ ભારતના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. આરબીઆઈના આદેશ પ્રમાણે 16 ઓક્ટોબરથી વિદેશી કંપનીઓએ પેમેન્ટ સાથે જોડાયેલા ડેટા ભારતમાં જ સ્ટોર કરવાના હતા. તે માટે કંપનીઓએ 15 ઓક્ટોબરની રાત સુધી આરબીઆઈને તેમની યોજના વિશે જાણ કરવાની હતી. પરંતુ અમેરિકી કાર્ડ કંપનીઓએ આવું કર્યું નહતું.

આરબીઆઈએ ચેતવણી આપી હતી કે, નક્કી કરેલી સમય મર્યાદા સુધીમાં આદેશનું પાલન કરવામાં નહીં આવે તો કંપની પર કાર્યવાહી થઈ શકે છે. આરબીઆઈએ એપ્રિલમાં સર્ક્યુલર જાહેર કરીને કહ્યું હતું કે, કંપનીઓના સર્વર વિદેશમાં હોય છે. તેથી તેમણે પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલી માહિતી ભારતમાં જ સ્ટોર કરવાની રહેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકન કંપનીઓએ વધુ 12 મહિના સુધીનો સમય માંગ્યો હતો. કંપનીઓની દલીલ છે કે, તેમની મશીનની સિસ્ટમ સમગ્ર દુનિયામાં એક જેવી જ છે. તેથી માત્ર ભારત માટે સિસ્ટમમાં આટલો જલદી ફેરફાર કરવો શક્ય નથી.

અમેરિકાના ડેપ્યૂટી ટ્રેડ રિ-પ્રેઝન્ટેટિવ ડેનિશ શિયાએ પણ શુક્રવારે કહ્યું છે કે, માહિતીનો ફ્રી ફ્લો સુનિશ્ચિત કરવા માટે અમે ડેટાનું લોકેલાઈઝેશન નથી ઈચ્છતા. શિયાએ કહ્યું છે કે, આવું કરનાર દેશોએ ફેર વીચાર કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, અમેરિકાની ફાઈનાન્શિયલ કંપનીઓની ફરિયાદ પછી અહીં અધિકારીઓએ ડેટા લોકેશન મામલે વિરોધ વ્યક્ત કર્યો છે. અમેરિકન કંપનીઓ ડેટા લોકેલાઈઝેશન વિરુદ્ધ સમગ્ર દુનિયામાં લોબિંગ કરતાં હતાં.

મોબાઈલ મેસેજિંગ એપ વોટ્સએપે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે, તેઓ આરબીઆઈનો આદેશ માનશે. તેમણે પેમેન્ટ સંબંધી ડેટા ભારતમાં સ્ટોર કરવાની સિસ્ટમ તૈયાર કરી લીધી છે. એમેઝોને પણ કહ્યું છે કે, તેઓ નિયમ પૂરા કરવા માટેનું કામ કરી રહી છે. જ્યાં પણ કંપનીનો વેપાર છે ત્યાંના કાયદાનું પાલન કરવું અમારી પ્રાથમિકતા છે.
First published: October 16, 2018
વધુ વાંચો
अगली ख़बर