Home /News /business /હે, ના હોય!!! 24 કલાકમાં આ ગાયે આપ્યું 72 લીટર દૂધ, બનાવી દીધો નેશનલ રેકોર્ડ, માલિકને લાખોમાં કમાણી

હે, ના હોય!!! 24 કલાકમાં આ ગાયે આપ્યું 72 લીટર દૂધ, બનાવી દીધો નેશનલ રેકોર્ડ, માલિકને લાખોમાં કમાણી

હરિયાણા ડેરી અને એગ્રી એક્સપોમાં એક ગાયે 24 કલાકમાં 72 લિટર દૂધ આપ્યું.

Holstein Friesian Cow: એક દિવસમાં 72 લિટર દૂધ આપતી ગાયે તોડ્યો રાષ્ટ્રીય રેકોર્ડ. ડેરી ખેડૂતો કમાઈ રહ્યા છે ભરપૂર કમાણી. તો ચાલો એક હોલસ્ટીન ફ્રીઝિયન ગાય વિશે.

Holstein Friesian Cow: કોરોના રોગચાળા પછી, વિશ્વભરમાં દૂધ અને તેનાથી બનેલા ઉત્પાદનોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગાયનું દૂધ, ડેરી ઉત્પાદનો અને અન્ય ઉત્પાદનોનો વપરાશ વધ્યો છે. ગામમાં રહેતા લોકો, ખેડૂતો અને પશુપાલકો માટે આ એક સારી તક છે. વધુ દૂધ આપતી ઓલાદની ગાયને પાળીને સારી આવક મેળવી શકાય છે. ખાસ કરીને કુદરતી ખેતી માટે ગાયના ઉછેરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી ગાય અલગ-અલગ મુદ્દાઓને લઈને ચર્ચાનો વિષય બની રહી છે, પરંતુ 72 લિટર દૂધ આપનારી ગાય આવસ્તવમાં ચારેકોર છવાઈ ગઈ છે.

આ એક હોલસ્ટીન ફ્રીઝિયન ગાય છે, જેણે હરિયાણા ડેરી અને એગ્રી એક્સપોમાં 24 કલાકમાં 72 લિટરથી વધુ દૂધ આપીને બધાને ચોંકાવી દીધા છે. કુરુક્ષેત્રના બે ડેરી ખેડૂતો હોલ્સ્ટીન ફ્રીઝિયન ગાયો ધરાવે છે. તેઓ આ ગાયને ડેરી અને એગ્રી એક્સ્પોમાં લઈ ગયા, જ્યાં હોલસ્ટેઈન ફ્રીઝિયન ગાયે દૂધ ઉત્પાદન અને જાતિની સ્પર્ધામાં મહત્તમ દૂધ આપીને જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો.

આ પણ વાંચો:રોકાણ પર મળશે 8% વ્યાજ, સાથે ટેક્સ છૂટનો પણ લાભ; જાણો ખાસ યોજના વિશે

જૂનો રેકોર્ડ તોડ્યો


ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતા, કુરુક્ષેત્રના હોલસ્ટેઈન ફ્રિઝિયન ગાય અને ડેરી ખેડૂતોના માલિક પોરસ મેહલા અને સમ્રાટ સિંહે જણાવ્યું હતું કે તેમની હોલસ્ટેઈન ફ્રીઝિયન ગાય, જે માત્ર 7 વર્ષની છે, તેણે સૌથી વધુ 72.390 લિટર દૂધ આપ્યું છે. અગાઉ વર્ષ 2018માં પીડીએ સ્પર્ધામાં હોલસ્ટેઈન ફ્રીઝિયન જાતિની ગાયે દરરોજ 70.400 લિટર દૂધ આપીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

ખુશી સાથે આભાર વ્યક્ત કર્યો


ડેરી ખેડૂતે કહ્યું કે અમે ખૂબ જ ખુશ છીએ કે આ સ્પર્ધામાં ભાગ લઈને અમારી ગાયે દૂધ ઉત્પાદનમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. આ પ્રકારની સ્પર્ધામાં અમે પ્રથમ વખત ભાગ લીધો છે. આ સ્પર્ધામાં અલગ-અલગ રાજ્યોની 30 હોલસ્ટીન ફ્રીઝિયન ગાયોએ ભાગ લીધો હતો, પરંતુ વધુમાં વધુ દૂધ આપીને તેમની ગાયે આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ઈનામ તરીકે બંને ડેરી ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવશે. ડેરી ખેડૂતોએ આ સિદ્ધિ માટે ડેરી ફાર્મર્સ એસોસિએશન, હરિયાણાની પણ પ્રશંસા કરી છે, જે રાજ્યમાં ડેરી પશુપાલનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે.

આ પણ વાંચો:ઓફિસમાં કામ કરતી વેળાએ ફોન કાઢ્યો અને કેટલાક નંબર નાખ્યા, એક જ ઝાટકે અબજોપતિ બની ગઈ અને પછી...

ખેડૂતનો ભૂતકાળનો ઇતિહાસ


હરિયાણામાં આયોજિત ડેરી અને એગ્રી એક્સ્પોમાં સૌથી વધુ દૂધ આપનારી હોલ્સ્ટિન ફ્રિઝિયન ગાયના માલિક પોરસ મેહલા કહે છે કે, એમબીએનો અભ્યાસ કર્યા પછી, તેણે ગુડગાંવમાં એક MNCમાં કામ કર્યું, પરંતુ થોડા સમય પછી જ નોકરી છોડી દીધી અને 40 વર્ષની ઉંમરે પ્રોફેશનલ ડેરી ફાર્મિંગમાં જોડાયા.

પોરસ મેહલા જણાવે છે કે ડેરી ફાર્મિંગ એ માત્ર એક ધંધો નથી, પણ પ્રાણીપ્રેમીઓ માટે એક જુસ્સો છે. બીજી તરફ સહયોગી ડેરી ફાર્મર સમ્રાટ સિંહનું કહેવું છે કે તેઓ પોતે તેમના ડેરી ફાર્મનું મોનિટરિંગ કરે છે, પરંતુ સારી કામગીરી માટે 10 થી 12 લોકો અલગ-અલગ પાળીમાં પશુઓની સંભાળ પણ રાખે છે.



તેમના ડેરી ફાર્મમાં 200 હોલ્સ્ટીન ફ્રીઝિયન ગાયો અને જર્સી ગાયો છે, જેમની સંભાળ નિયમિતપણે સવારે 4 થી સાંજના 7 વાગ્યા સુધી ચાલે છે.
First published:

Tags: Business news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો