નવી દિલ્હી. આજના સમયમાં દરેક વ્યક્તિ એક-એક રૂપિયો બચાવીને ભવિષ્ય માટે ફંડ ભેગું કરે છે જેથી આર્થિક સમસ્યા (Financial Crisis) ઊભી ન થાય. જો તમે બચત કરવાનું પ્લાનિંગ (Investment Planning) કરી રહ્યા છો તો તમે ઓછું રોકાણ કરીને પણ વધુ રકમ કમાઈ શકો છો. તેના માટે આપને યોગ્ય સ્થળે, યોગ્ય રોકાણનું પ્લાનિંગ કરવાની સમજ હોવી જોઈએ. જો તમે યોગ્ય રીતે રોકાણ કરો તો રોજ 50-50 રૂપિયા કરીને થોડાક વર્ષોમાં જ 50 લાખ રૂપિયાનું ફંડ ઊભું કરી શકો છો. તેના માટે મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) સારું ઓપ્શન છે. અહીં તમે ઓછું રોકાણ કરીને વધુ નફો (Profit) મેળવી શકો છો. આવો જાણીએ કેવી રીતે?
જાણો શું કહે છે એક્સપર્ટ?
આ બાબતે એક્સપર્ટ કહે છે કે આપને ત્યાં રોકાણ કરવું જોઈએ જ્યાં સારું રિટર્ન મળે. તેના માટે મ્યુચ્યુઅલ ફંડ એકદમ યોગ્ય છે. ફિક્સ્ડ ડિપોઝીટ (Fixed Deposit- FD) કે પોસ્ટ ઓફિસની કોઈ સ્કીમ (Post Office Savings scheme)માં જો તમે રોકાણ કરો તો આપને 7-8 ટકાથી વધુ રિટર્ન નહીં મળે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં આપને વાર્ષિક 12-15 ટકા રિટર્ન સરળતાથી મળી શકે છે. તેના માટે આ જ એ વિકલ્પ છે જે આપને એક મોટું ફંડ તૈયાર કરવામાં મદદ કરી શકે છે.
50 લાખ રૂપિયાનું ફંડ ઊભું કરવા માટે તમે SIPના માધ્યમથી રોકાણ કરી શકો છો. SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. અહીં તમે દર મહિને થોડા-થોડા નાણાનું રોકાણ કરી શકો છો. ફ્રેન્કલીન ટેમ્પલટન ઓફ ઈન્ડિયાની વેબસાઇટ પર એક કેલકુલેટર આપવામાં આવ્યું છે. તે મુજબ જો કોઈ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં દર મહિને માત્ર 1000 રૂપિયાનું જ રોકાણ કરે છે તો 20 વર્ષ બાદ તેની પાસે 20 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. અહીં 12 ટકાનું રિટર્ન માનવામાં આવે છે. જો કોઈ દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરે છે તો 20 વર્ષમાં તેની પાસે લગભગ 5 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. જો 30 વર્ષ સુધી દર મહિને 500-500 રુપિયા જમા કરાવે છે તો 17.5 લાખ રૂપિયાથી વધુ ફંડ એકત્ર થઈ જશે. હકીકતમાં જેટલા લાંબા સમય સુધી તમે રોકાણ કરશો, એટલા સમય સુધી આપને કમ્પાઉન્ડિંગનો ફાયદો મળશે.
50 લાખ રૂપિયાનું ફંડ ઊભું કરવા માંગો છો તો દર મહિને માત્ર 1500 રૂપિયાનું રોકાણ પૂરતું રહેશે. 1500 રૂપિયા દર મહિનાનું રોકાણ એટલે રોજના 50 રૂપિયાની બચત. કેલકુલેટરના હિસાબથી 12 ટકા રિટર્ન મુજબ જો તમે દર મહિને 1500-1500 રૂપિયા જમા કરવી રહ્યા છો તો 30 વર્ષ બાદ આપની પાસે લગભગ 53 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે.
આ બાબતોનું ધ્યાન રાખો
રોકાણ સલાહકારોનું કહેવું છે કે જો તમે રોકાણની શરૂઆત કરી રહ્યા છો તો આપને ટાઇમિંગની રાહ ન જુઓ. જ્યારે તમારા પૈસા બચે, તે જ સમયથી રોકાણ કરવાનું શરૂ કરી દો. પરંતુ એક બાબતનું ચોક્કસ ધ્યાન રાખો કે અનુશાસનથી રોકાણ કરો. મતલબ કે સમય પર રોકાણ કરતા રહેવું પડશે કે તેને વધારતા રહેવું પડશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર