આજના આર્થિક યુગમાં કોણ કરોડપતિ (how to became crorepati) બનવા નથી માંગતું? દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તેનું બેંક ખાતુ મજબૂત હોય, તેમા કરોડો રૂપિયા હોય. નોકરી કરતા લોકો માટે આટલી મોટી રકમ ભેગી કરવી સરળ નથી. તેનું કારણ એ છે કે, મર્યાદિત આવક અને ખર્ચને કારણે વધારે બચત થતી નથી.
આવી સ્થિતિમાં, કરોડપતિ બનવાનું તમારું સ્વપ્ન એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં (SIP Mutual fund) રોકાણ કરીને પૂરું થઈ શકે છે. આ માટે, જો તમે દરરોજ માત્ર 50 રૂપિયા બચાવો છો, તો નિવૃત્તિના સમય સુધીમાં તમે સરળતાથી કરોડપતિ બની શકો છો.
મ્યુચ્યુઅલ ફંડ SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) હેઠળ તમે નાના માસિક રોકાણ સાથે મોટી રકમ જમા કરી શકો છો. આ યોજના લાંબા ગાળા માટે ખૂબ ફાયદાકારક છે. કરોડપતિ બનવા માટે, તમારે તમારી કારકિર્દીની શરૂઆતથી જ રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. જો તમે 25 વર્ષની ઉંમરથી રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તે ખૂબ ફાયદાકારક રહેશે.
જો તમે 25 વર્ષની ઉંમરથી દરરોજ 50 રૂપિયા બચાવવાનું શરૂ કર્યા અને તમે તેને SIP મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છો, તો 60 વર્ષની ઉંમર સુધીમાં તમે સરળતાથી કરોડપતિ બની જશો. એટલે કે, 35 વર્ષમાં, તમારે ફક્ત 50 રૂપિયા બચાવવા પડશે.
જ્યારે તમે દરરોજ 50 રૂપિયા બચાવો છો, ત્યારે તે એક મહિનામાં 15,00 રૂપિયા થઈ જશે. બીજી બાજુ, મ્યુચ્યુઅલ ફંડ સરેરાશ 12-15 ટકા વળતર આપે છે. તમે 35 વર્ષના લાંબા ગાળા માટે કુલ 6.3 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમાં 12.5 ટકા વળતર મળતાં તેની કિંમત 1.1 કરોડ રૂપિયા થશે.
30 વર્ષે રોકાણ
જો તમે 30 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરો છો, તો આ રોકાણનો સમયગાળો 5 વર્ષ ઘટાડવામાં આવશે અને તમે માત્ર 30 વર્ષ જ રોકાણ કરી શકશો. આમાં 30 વર્ષના સમયગાળામાં 15,00 રૂપિયા પ્રતિ માસનું કુલ રોકાણ 5.4 લાખ રૂપિયા થશે. તેની કુલ કિંમત 59.2 લાખ રૂપિયા હશે. એકંદરે, રોકાણનો સમયગાળો માત્ર 5 વર્ષ સુધી ઘટાડીને લગભગ 40 લાખ રૂપિયાનું નુકસાન થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર