અમેરિકન કંપની સાથે મળી ડાબરના માલિક શરૂ કરશે રેસ્ટોરાં, 20 હજાર નોકરીની તકો સર્જાશે

News18 Gujarati
Updated: May 16, 2019, 4:42 PM IST
અમેરિકન કંપની સાથે મળી ડાબરના માલિક શરૂ કરશે રેસ્ટોરાં, 20 હજાર નોકરીની તકો સર્જાશે
અમેરિકન રેસ્ટોરાં ચેઇન ટેકો બેલ ભારતમાં બર્મન હોસ્પિટાલિટી સાથે મળી શરૂ કરશે 600 રેસ્ટોરાં

ભારતમાં બિઝનેસ શરૂ કરવા માટે ટેકો બેલ દ્વારા બર્મન હૉસ્પિટાલિટી સાથે કરાર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત 600 રેસ્ટારાં શરૂ કરાશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અમેરિકન ફાસ્ટ ફૂડ કંપની યમ બ્રાન્ડ ભારતમાં ટેકો બેલના 600 આઉટલેટ ખોલવાની તૈયારીમાં છે. મીડિયા અહેવાલો મુજબ ભારતમાં બિઝનેસ કરવા માટે ટેકો બેલ દ્વારા બર્મન હોસ્પિટાલિટી સાથે કરાર કર્યો છે. કંપનીની યોજના મુજબ દેશમાં 600 રેસ્ટોરાં શરૂ કરવામાં આવશે. આ કરારને જોતા ભારતમાં 20 હજાર નવી નોકરીની તકોનું સર્જન થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ડાબર ઇન્ડિયાનું પ્રમોટર બર્મન પરિવાર જ છે. બર્મન હોસ્પિટાલિટીમાં બર્મન હોલ્ડિંગ્સની ભાગીદારી છે.

10 વર્ષમાં ખોલશે 600 રેસ્ટોરાં
ટેકો બેલના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ લિજ વિલિયમના જણાવ્યા મુજબ કંપનીએ બર્મન હોસ્પિટાલિટી સાથે એક માસ્ટર ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ પર કરાર કર્યો છે. તેમના જણાવ્યા મુજબ આગામી 10 વર્ષમાં કંપની ભારતમાં 600 રેસ્ટોરાં શરૂ કરશે.બર્મન હૉસ્પિટાલિટીના ડાયરેક્ટર ગૌવર બર્મનના જણાવ્યા મુજબ એક રેસ્ટોરાં ખોલવાનો ખર્ચ આશરે રૂપિયા 3 કરોડ થાય છે.

અમેરિકામાં 7000 રેસ્ટોરાં છે
ટેકો બેલ કંપની અમેરિકાની જાણીતી રેસ્ટોરાં ચેઇન છે જેના અમેરિકામાં જ 7,000 રેસ્ટોરાં છે. જ્યારે વિશ્વના જુદા જુદા દેશોમાં કંપનીએ 500 રેસ્ટોરાં શરૂ કર્યા છે. ટેકો બેલ કંપનીએ સૌથી પહેલાં વર્ષ 2010માં ભારતમાં રોકાણ કર્યુ હતું અને અહીંયા પોતાનું રેસ્ટોરાં ખોલ્યું હતું. માસ્ટર ફ્રેન્ચાઇઝીના કરાર મુજબ બર્મન હોસ્પિટાલિટીમાં ટીમ મેમ્બર, મેનેજમેન્ટ અને સ્ટોર સહિતની વ્યવસ્થાઓ માટે 20,000થી વધારે લોકોને રોજગારીની તક મળશે. કંપની આઈટી. નાણા, સપ્લાઇ ચેઇન, હાઉસ કિપિંગ વગેરે ક્ષેત્રોમાં પણ નોકરી આપશે.
First published: May 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...