Home /News /business /Cyrus Mistry Accident: પંડોલે અને મિસ્ત્રી પરીવાર વચ્ચેનો સંબંધ? અકસ્માત સમયે કારમાં હતા સાથે

Cyrus Mistry Accident: પંડોલે અને મિસ્ત્રી પરીવાર વચ્ચેનો સંબંધ? અકસ્માત સમયે કારમાં હતા સાથે

શું હતો પંડોલે અને મીસ્ત્રી પરીવાર વચ્ચેનો સંબંધ? અકસ્માત સમયે કારમાં હતા સાથે

રવિવારે સાયરસ મિસ્ત્રી પોતાની મર્સિડિઝ કાર દ્વારા અમદાવાદના ઉદેવાડાથી મુંબઈ આવી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે પંડોલે પરિવારના સભ્યો હતો જે પૈકી ડો. અનાહિતા પંડોલે કાર ચલાવી રહ્યા હતા. તેમજ અનાયતાના પતિ દરીયસ પંડોલે અને ભાઈ જહાંગીર પંડોલે પણ આ કારમાં બેઠા હતા.

વધુ જુઓ ...
બિઝનેસ જગતના યુથ ટાઇકૂન ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર અકસ્માતમાં અવસાન (Cyrus Mistry Death) થયું હતું. અકસ્માત સમયે કારમાં સાયરસ મિસ્ત્રી સાથે અન્ય ત્રણ લોકો પણ હતા. આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલે (Jahangir Pandole) મૃત્યુ પામ્યા હતા. સાયરસ મિસ્ત્રીના પરીવાર સાથે પંડોલે પરિવારનો ખૂબ જ ગાઢ સંબંધ (Family Relation) હતો. ડૉ. અનાયતા પંડોલે, તેમના પતિ દરિયસ પંડોલે અને દરિયસના મોટા ભાઈ જહાંગીર દિનશા પંડોલે પણ કારમાં બેઠા હતા. તો ચાલો જાણીએ કોણ છે પંડોલે પરિવાર કે જેઓ સાયરસ મિસ્ત્રીની છેલ્લી કાર (Cyrus Mistry & Jahangir Dinsha Pandole Accident) યાત્રામાં તેમની સાથે હતા.

Cyrus Mistry Accidenet: નહોતા પહેર્યા સીટબેલ્ટ અને બેફામ કારની ઝડપ આ બંને ભૂલ બની ભયાનક દુર્ઘટનાનું કારણ

અમદાવાદથી આવી રહ્યા હતા મુંબઇ

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રી રવિવારે બપોર અમદાવાથી મુંબઇ પરત આવી રહ્યા હતા. કાર અમદાવાદ-મુંબઇ હાઇવે પર એક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સાઇરસ મિસ્ત્ર અને જહાંગીર દિનશા પંડોલેનું અવસાન થયું હતું. સાયરસ મિસ્ત્રી તેમના અન્ય ત્રણ મિત્રો એટલે કે પંડોલ પરિવારના સભ્યો સાથે ગુજરાતના ઉદવાડા ગયા હતા. અહીં પારસીઓનું એક મોટું અગ્નિ મંદિર આવેલું છે. જણાવવામાં આવી રહ્યું છે કે પંડોલ બંધુઓના પિતાના નિધન બાદ સૌકોઈ તમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા ગયા હતા.

મિસ્ત્રી પરીવારે કરાવ્યો મંદિરનો જીર્ણોદ્ધાર

પારસી સમાજનું મુખ્ય અગ્નિ મંદિર ઉદવાડામાં આવેલું છે. આ અગ્નિ મંદિર લગભગ એક વર્ષ પહેલા સમાજના લોકો માટે ખોલવામાં આવ્યું છે. થોડા વર્ષો પહેલા સાયરસ મિસ્ત્રી પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ અગ્નિ મંદિરના જીર્ણોદ્ધારમાં ઘણો ખર્ચ થયો છે, જે મિસ્ત્રી પરિવારે ઉઠાવ્યો હતો. પંડોલે પરિવાર પણ પારસી સમુદાયનો છે. ડો.અનાતા પંડોલે વ્યવસાયે ડોક્ટર છે. તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સ્ત્રીરોગ ચિકિત્સક છે. અનાતા પંડોલેના પતિ દરિયસ પંડોલે પણ બિઝનેસમેન છે. તેઓ મુંબઇ સ્થિત જેએમ ફાઇનાન્શિયલ પ્રાઇવેટ ઇક્વિટીના એમડી અને સીઇઓ છે.

Cyrus Mistry Road Accident Video: અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચા બોલી ગયા, જુઓ સ્થળ પરનો પહેલો વીડિયો

ટાટા ગ્રુપમાં સ્વતંત્ર ડિરેક્ટર રહી ચૂક્યા છે દરિયસ

ટાટા ગ્રૂપની કંપનીઓના સ્વતંત્ર ડિરેક્ટર રહી ચૂકેલા દરિયસ પંડોલેએ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી દૂર કરવાનો વિરોધ કર્યો હતો. સાયરસ મિસ્ત્રીને હટાવવામાં આવ્યા બાદ તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પંડોલે પરિવારને મોટા બિઝનેસ પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. પંડોલે પરિવાર ડ્યુકની માલિકી ધરાવતો હતો. કંપની મંગોલિયન કોલ્ડ ડ્રિંક્સ બનાવતી હતી. લગભગ બે દાયકા પહેલાં પેપ્સીએ આ બિઝનેસ પંડોલે પરિવારના સભ્ય દિનશા પંડોલે પાસેથી ખરીદ્યો હતો. દિનશા પંડોલે, દરિયસ અને જહાંગીર પંડોલેના પિતા હતા. ગયા અઠવાડિયે તેમનું નિધન થયું હતું.

ગેરકાયદેસર હોર્ડિંગ્સ સામે ડો. અનાયતાએ ઉઠાવ્યો અવાજ

બ્રીચ કેન્ડી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. અનાતા પાંડોલે મુંબઈમાં વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સંકળાયેલા છે. 55 વર્ષીય અનાયત પાંડોલે ગેરકાયદેસર હોર્ડિંગ્સ વિરુદ્ધ અભિયાનમાં સામેલ હતા. આ કેમ્પેઈન બાદ તેનું નામ હેડલાઇન્સમાં આવ્યું હતું. તેઓ પારસી સમાજની અગ્રણી સંસ્થા જિયો પારસીના સ્થાપકોમાંના એક હતા. જિયો પારસી  પારસી સમુદાયની ઘટતી જતી વસ્તીને વધારવા માટેનું અભિયાન હતું.

Tata Groupની વધુ એક કંપનીના લિસ્ટિંગની તૈયારી, ટાટા પ્લે આ મહિનામાં જ કરી શકે છે સેબીને પેપર્સ સબમિટ

કઇ રીતે થઇ દુર્ઘટના?

એક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે ડો.અનાયત કાર ચલાવી રહ્યા હતા. કાર ખૂબ જ સ્પીડમાં આવી રહી હતી. કારને ડાબી બાજુથી બીજા વાહનથી આગળ વધારવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કાર બેકાબૂ બનીને ડિવાઇડર સાથે અથડાઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશા પંડોલેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ડો.અનાયતા પંડોલે અને તેમના પતિ દરિયસ પંડોલેને ગંભીર ઈજા થઈ હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે અકસ્માતના દસ મિનિટ પછી મદદ આવી હતી. બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news, Cyrus mistry, Horrific road accident, Tata group

विज्ञापन
विज्ञापन