Home /News /business /સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન, મુંબઈની મહિલા ડોક્ટર ચલાવી રહી હતી કાર, જાણો કોણ-કોણ હતું કારમાં

સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન, મુંબઈની મહિલા ડોક્ટર ચલાવી રહી હતી કાર, જાણો કોણ-કોણ હતું કારમાં

ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં (Cyrus Mistry Accident)નિધન થયું

Cyrus Mistry Accident : અકસ્માત પછી મર્સિડીઝ કારની એરબેગ પણ ખુલી હતી. જોકે સાયરસ મિસ્ત્રી સહિત બે લોકોના મોત (Cyrus Mistry Death)થયા છે. કારમાં કુલ ચાર લોકો સવાર હતા

મુંબઈ : ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં (Cyrus Mistry Accident)નિધન થયું છે. તે 54 વર્ષના હતા. ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીની (Cyrus Mistry)મર્સિડીઝ કાર કાસા પાસે ચરોટી ગામમાં સૂર્યા નદીના પુલ પર રોડ ડિવાઇડર સાથે ટકરાઇ હતી. ટક્કર પછી મર્સિડીઝ કારના એરબેગ પણ ખુલી હતી. જોકે મિસ્ત્રી સહિત બે લોકોના મોત (Cyrus Mistry Death)થયા છે. કારમાં કુલ ચાર લોકો સવાર હતા.

પોલીસે મર્સિડીઝ કારમાં સવાર લોકોની ડિટેલ જાહેર કરી છે. અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી સાથે જહાંગીર દિનશા પંડોલેનું પણ મોત થયું છે. જ્યારે મહિલા અનાયતા પંડોલે અને તેના પતિ દરીયસ પંડોલે ઇજાગ્રસ્ત થયા છે. મળેલી જાણકારી પ્રમાણે અનાયકા મુંબઈમાં ડોક્ટર છે અને મર્સિડીઝ કારનું ડ્રાઇવ તે કરી રહી હતી. તેમના પતિ દરીયસ મંડોલ JM ફાયનાન્સિયલના CEO છે. જહાંગીર પંડોલે દરીયસના પિતા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી


ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે સાયરસ મિસ્ત્રીનું આકસ્મિક નિધન સ્તબ્ધ કરનારું છે. તે એક સારા બિઝનેસ લીડર હતા જેમને ભારતના આર્થિક કૌશલ પર ભરોસો હતો. તેમનું જવું વાણિજ્ય અને ઉદ્યોગ જગત માટે મોટી ખોટ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદનાઓ.

આ પણ વાંચો - અમદાવાદથી મુંબઈ જતા સમયે કેવી રીતે થયો સાયરસ મિસ્ત્રીની કારનો અકસ્માત, જુઓ Video

સાયરસ મિસ્ત્રીના અવસાન પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત અનેક લોકોએ શ્રદ્ધાંજલી આપી છે. ગડકરીએ લખ્યું કે મહારાષ્ટ્ર પાસે પાલઘર નજીક એક રોડ અકસ્માતમાં ટાટા સંસના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું દુર્ભાગ્યપૂર્ણ નિધન જાણીને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવારના સદસ્યો પ્રતિ હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું.

સાયરસ મિસ્ત્રી લંડનથી એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ ભણ્યા


સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ થયો હતો. તેઓ શાપૂરજી પાલોનજી ગ્રુપના પ્રેસિડેન્ટ પાલોનજી મિસ્ત્રીના નાના દીકરા હતા. સાયરસે મુંબઈના કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કુલમાંથી શરુઆતનો અભ્યાસની શરુઆત કરી હતી. જે બાદ તેમણે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ લંડનથી કર્યો હતો. જે બાદ તેમણે લંડન બિઝનેસ સ્કૂલમાં મેનેજમેન્ટની માસ્ટર ડિગ્રી પણ કરી હતી.



જે બાદ 1991માં સાયરસે પોતાનો ફેમિલી બિઝનેસ પણ જોઈન કર્યો હતો. તેમને 1994માં શાપૂરજી પાલોનજી ગ્રુપના ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં કંપનીએ ભારતના સૌથી ઉંચા રેસિડેન્શિયલ ટાવર, સૌથી લાંબા રેલવે પુલ અને સૌથી મોટા બંદરનું નિર્માણ કર્યું હતું. પાલોનજી ગ્રુપનો કારોબાર રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બિઝનેસ ઓટોમેશન સુધી ફેલાયેલ છે.
First published:

Tags: Accident News, Cyrus mistry, TATA, બિઝનેસ, સાયરસ મિસ્ત્રી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો