મુંબઈઃ ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં (Cyrus Mistry Accident)નિધન થયું છે. તે 54 વર્ષના હતા. ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીની (Cyrus Mistry)કારને અમદાવાદ મુંબઈ હાઈવે પર પાલઘર પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તેમાં સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.
એક પોલીસે અધિકારીએ જણાવ્યું કે મિસ્ત્રીની કાર મુંબઈ પાસે પાલઘર જિલ્લામાં એક ડિવાઇડર સાથે ટકરાતા દુર્ઘટના ઘટી છે. આ સમયે સાયરસ મિસ્ત્રી મર્સિડીઝ કારમાં અમદાવાદથી મુંબઈ પરત ફરી રહ્યા હતા. પાલઘર જિલ્લાના પોલીસ અધિક્ષક બાલાસાહેબ પાટિલે કહ્યું કે દુર્ઘટના લગભગ 3.15 કલાકે બની છે. સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ તરફ આવી રહ્યા હતા. આ દુર્ઘટના સૂર્યા નદી પર બનેલા પુલ પર બની છે. એવું લાગી રહ્યું છે કે આ એક દુર્ઘટના છે.
આ દુર્ઘટનામાં આ ઘટનામાં સાયરસ મિસ્ત્રી અને તેમના ડ્રાઈવરનું મોત થયું છે જ્યારે કારમાં સવાર અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને ગુજરાતની વાપી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષકે કહ્યું કે ઇજાગ્રસ્તો પાસેથી દુર્ઘટના વિશે વધારે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. કાસા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના કાસા થાના ક્ષેત્રમાં સૂર્યા નદી પુલ પર ચરોટી નાકામાં બની છે. સાયરસ મિસ્ત્રીની લાશને પોસ્ટમોર્ટમ માટે કાસા ગ્રામીણ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.આ અકસ્માત કેટલો ભયાનક હતો તે એ ઘટનાસ્થળનો વીડિયો જોઈને ખબર પડે છે.
ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે સાયરસ મિસ્ત્રીનું આકસ્મિક નિધન સ્તબ્ધ કરનારું છે. તે એક સારા બિઝનેસ લીડર હતા જેમને ભારતના આર્થિક કૌશલ પર ભરોસો હતો. તેમનું જવું વાણિજ્ય અને ઉદ્યોગ જગત માટે મોટી ખોટ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદનાઓ.
સાયરસ મિસ્ત્રીના અવસાન પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત અનેક લોકોએ શ્રદ્ધાંજલી આપી છે. ગડકરીએ લખ્યું કે મહારાષ્ટ્ર પાસે પાલઘર નજીક એક રોડ અકસ્માતમાં ટાટા સંસના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું દુર્ભાગ્યપૂર્ણ નિધન જાણીને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવારના સદસ્યો પ્રતિ હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર