Home /News /business /Cyrus Mistry Accident: સાયરસ મિસ્ત્રી કાર અકસ્માત, ફોરેન્સિક રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Cyrus Mistry Accident: સાયરસ મિસ્ત્રી કાર અકસ્માત, ફોરેન્સિક રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

કારના સેફ્ટી ફીચર્સ તો બરાબર જ કામ કરતા હતા, બસ સાયરસ મિસ્ત્રીએ એક જ ભૂલ કરી હતી.

Cyrus Mistry Car Accident: ટાટા સન્સના ભૂતપૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીની કારનો ગત રવિવારને 4 સપ્ટેમ્બરના રોજ ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં તેમનું કરુણ મોત નિપજ્યું હતું. ત્યારબાદ દેશમાં રોડ સેફ્ટી અને કાર સેફ્ટીને લઈને દેશમાં સરકારથી લઈને દરેક વ્યક્તિમાં ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ વચ્ચે અકસ્માતની તપાસ કરનાર ફોરેન્સિક ટીમના પ્રાથમિક અહેવાલમાં સામે આવેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે હાઈવ પર બનેલા પુલની ડિઝાઇનમાં ખામીને કારણે આ અકસ્માત થયો હતો.

વધુ જુઓ ...
  મુંબઈઃ ચાર દિવસ પહેલા એટલે કે 4 સપ્ટેમ્બર રવિવારના દિવસે અમદાવાદ મુંબઈ હાઈવે (Ahmedabad-Mumbai Highway) પર પાલઘર પાસે સૂર્યા નદીના પુલ પર દેશના યુવા ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીની (Cyrus Mistry Car Accident) કારનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના સમયે તેમની સાથે કારમાં રહેલા પારિવારિક મિત્ર જહાંગીર પંડોલેનું પણ નિધન થયું હતું. સાયરસ મિસ્ત્રી અને પંડોલે પરિવારના સભ્યો દક્ષિણ ગુજરાતમાં આવેલા પારસીઓના પવિત્ર અગ્ની મંદિરના ગામ ઉદવાડાની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. જોકે આ દરમિયાન તેમની હાઈ એન્ડ કારનો અકસ્માત ક્યા કારણે થયો તે અંગે મર્સિડિઝ કંપની અને સરકારની ખાસ ટીમ પોતપોતાની રીતે તપાસ કરી રહી છે. આ દરમિયાન અકસ્માતની તપાસ કરી રહેલી ફોરેન્સિક ટીમના પ્રાથમિક અહેવાલમાં (Cyrus Mistry Road Accident Forensic Report) સામે આવ્યું છે કે જે જગ્યાએ અકસ્માત થયો હતો તે બ્રિજની ડિઝાઈનમાં કેટલીક સમસ્યા હોવાનું કહેવામાં આવ્યું છે અને તેના કારણે અકસ્માત થયાનો દાવો કરાયો છે.

  Cyrus Mistry Death: કાર કંપની મર્સિડિઝ બેન્ઝે આપ્યું પહેલું નિવેદન, જર્મનીમાં થશે તપાસ

  પ્રાત્ત થઈ રહેલા મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માતના કારણોની તપાસ કરવા માટે નિમવામાં આવેલી 7 સદસ્યોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર પાસાઓનું અવલોકન કર્યા બાદ રિપોર્ટમાં જણાવ્યું હતું કે બ્રિજની ભૂલ ભરેલી ડિઝાઈનના કારણે અકસ્માત સર્જાયો હતો. રિપોર્ટમાં જણાવ્યું હતું કે પુલની રેલિંગની ભિંત રોડ તરફ નીચે વળેલી છે જેના કારણે અકસ્માત સર્જાયો હોવાનો ટીમનો દાવો હતો. આ સાથે તેમણે કહ્યું કે અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીને જીવ એટલા માટે ગુમાવવો પડ્યો કે તેમણે સિટ બેલ્ટ પહેર્યો નહોતો. કારમાં બેઠેલા મિસ્ત્રીએ જો સીટબેલ્ટ પહેર્યો હોત તો એરબેગ ખુલી હોય અને તેના કારણે તેમનો જીવ બચી જવાની શક્યતા રહી હોત. તેવું પણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.  પરચૂરણની મામૂલી દુકાનથી શરું કરીને 1000 કરોડની બ્રાંડ બનાવા સુધી, જાણો પંસારીની સક્સેસ સ્ટોરી

  એરબેગ શા માટે ન ખુલી?

  સાયરસ મિસ્ત્રી અને પંડોલે પરિવારના સભ્યો હાઈએન્ડ કાર મર્સિડિઝ બેન્ઝ જીએલસી 220માં બેસીને પ્રવાસ કરતા હતા. આ ગાડીના તમામ સેફ્ટી ફીચર્સ કાર્યરત હતા. આ ગાડીમાં પાછળની સીટ પર બેઠેલા પ્રવાસીઓ માટે સાઈડ કર્ટેન એરબેગ્સ આવે છે. અકસ્માત બાદ ગાડીની એરબેગ તો ખુલી પરંતુ તેને ખુલવામાં મોડું થયું કારણ કે સીટબેલ્ટ પહેરેલા ન હોવાથી આવું થયું. જ્યારે ગાડી ખૂબ જ સ્પીડમાં હતી અને તેના કારણે અકસ્માતનો તીવ્ર આઘાત શરીર પર લાગ્યો.

  મ્યુચ્યુઅલ ફંડ્સ કંપનીઓ તગડા રિટર્ન માટે લગાવે છે આ સ્મોલ કેપ્સ શેર્સ પર દાવ, શું તમારી પાસે છે આમાંથી કોઈ?

  ગાડીના ડેટાની તપાસનો અહેવાલ

  સાયરસ મિસ્ત્રીની ગાડીની તપાસ કરતા સમયે મર્સિડિઝ કંપનીએ અંદર રહેલી ચીપને તપાસ માટે પોતાના જર્મની સ્થિતિ સેન્ટરમાં મોકલી હતી. જેનો પણ પ્રાથમિક અહેવાલ સામે આવ્યાના રિપોર્ટ મળ્યા છે. જે મુજબ અકસ્માત સમયે ગાડીની ઝડપ 100 કિમી પ્રતિ કલાક હતી. જ્યારે ગાડી ડિવાઈડર સાથે અથડાઈ ત્યારે ગાડીની ઝડપ 89 કિમી પ્રતિ કલાક હતા. આમ અકસ્માત સમયે ગાડીની ઝડપ 11 કિમી જેટલી ઘટી ગઈ હતી.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Cyrus mistry, Horrific road accident, Tata group

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन