Home /News /business /Cyrus Mistry Accident: 70 લાખ રુપિયાની કિંમત અને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી SUV કેમ પડીકું વળી ગઈ?

Cyrus Mistry Accident: 70 લાખ રુપિયાની કિંમત અને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી SUV કેમ પડીકું વળી ગઈ?

7 એરબેગ્સ સહિત અનેક સેફ્ટી ફીચર્સ છતાં કેમ આટલો ભયાનક અકસ્માત થયો.

Cyrus Mistry Accident: સાયરસ મિસ્ત્રી જે કારમાં બેઠા હતા તે મર્સિડીઝ બેન્સ જીએલસીને પહેલીવાર 2016માં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારના બે વેરિયન્ટ બજારમાં ઉતારવામાં આવ્યા હતા. આ કારની પ્રારંભિક કિંમત 51 લાખ રુપિયા હતી, આ કારમાં સેફ્ટી માટે અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી (Cyrus Mistry Death)નું રવિવારે મહારાષ્ટ્રના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માત સૂર્યા નદી પર આવેલા પુલ પર થયો હતો, જ્યારે તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ (Cyrus Mistry Car Accident) હતી. આ અકસ્માતમાં મિસ્ત્રી સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે કારમાં હાજર અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાયરસ મિસ્ત્રી જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે ફર્સ્ટ જનરેશન મર્સિડીઝ બેન્ઝ જીએલસી (Mercedes-Benz GLC) કાર હતી.

  Cyrus Mistry Accident: નહોતા પહેર્યા સીટબેલ્ટ અને બેફામ કારની ઝડપ આ બંને ભૂલ બની ભયાનક દુર્ઘટનાનું કારણ

  મર્સિડીઝ બેન્ઝ જીએલસી કાર પહેલીવાર ભારતમાં 2016માં લૉન્ચ કરવામાં આવી હતી. તેના બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. કારની શરૂઆતી કિંમત 51 લાખ રૂપિયાની આસપાસ હતી. અહીં એ સ્પષ્ટ નથી થયું કે મિસ્ત્રી બે પૈકી ક્યા વેરિયન્ટની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ અહીં આપણે જોઈએ કે મર્સિડિઝની આ કારના બંને વેરિયન્ટમાં કેવા કેવા સેફ્ટી ફીચર્સ છે અને આ કાર કેટલી સલામત છે.

  5 સ્ટાર સેફ્ટી રેટિંગવાળી SUV

  Mercedes-Benz GLC કંપનીના સૌથી સુરક્ષિત MRA પ્લેટફોર્મ પર બનેલ છે. આ પ્લેટફોર્મ પર કંપનીની લક્ઝરી સેડાન મર્સિડીઝ બેન્ઝ સી ક્લાસ પણ તૈયાર કરવામાં આવી છે. યુરોપિયન દેશો માટે કાર સેફ્ટીનું પરીક્ષણ કરતી સંસ્થા યુરો NCAP દ્વારા GLC ને સલામત SUV ગણાવતા 5-સ્ટાર સુરક્ષા રેટિંગ આપવામાં આવ્યું હતું. આ સિવાય વિશ્વભરના દેશો માટે સેફ્ટી ટેસ્ટિંગ કરતી ગ્લોબલ NCAPએ આ કારને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે.

  Cyrus Mistry Accident: પંડોલે અને મિસ્ત્રી પરીવાર વચ્ચેનો સંબંધ? અકસ્માત સમયે કારમાં હતા સાથે

  ઘણા સુરક્ષા ફીચર્સથી સજ્જ

  જો આપણે SUVની સુરક્ષા વિશેષતાઓ પર નજર કરીએ તો, કારમાં 7 એરબેગ્સ, ક્રોસવિન્ડ આસિસ્ટ, પાર્કિંગ આસિસ્ટ, અટેન્શન આસિસ્ટ, એડેપ્ટિવ બ્રેક લાઇટ, ટાયર-પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, હિલ ડિસેન્ટ કંટ્રોલ અને મર્સિડીઝની પ્રી-સેફ ઓક્યુપન્ટ પ્રોટેક્શન સિસ્ટમનો સમાવેશ થાય છે. 3 ડિસેમ્બર 2019ના રોજ GLCના ફર્સ્ટ-જનરેશન મોડલને ફેસલિફ્ટ વેરિઅન્ટ સાથે રિપ્લેસ કરવામાં આવ્યું હતું. તેમજ ગત વર્ષે કંપનીએ SUVનું નવું મોડલ લોન્ચ કર્યું છે.

  કારનું એન્જિન ખૂબ જ પાવરફુલ

  કારના એન્જિનની વાત કરીએ તો તેમાં 1991 ccનું એન્જિન છે. જે 194 bhp નો મહત્તમ પાવર અને 400 Nm નો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. આ કાર માત્ર 7.8 સેકન્ડમાં શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે. SUVની ટોપ સ્પીડ 215 kmph છે. હાલમાં ભારતીય બજારમાં લેટેસ્ટ SUV મોડલની કિંમત 70 લાખ રૂપિયાથી વધુ છે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Cyrus mistry, Horrific road accident, Mercedes Benz

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन