Home /News /business /અહો આશ્ચર્યમ! આજના એક કપ ચાની કિંમતમાં તો સાઇકલ આવી જતી

અહો આશ્ચર્યમ! આજના એક કપ ચાની કિંમતમાં તો સાઇકલ આવી જતી

88 વર્ષ પહેલા ભારતમાં સાઈકલની કિંમત માત્ર 18 રૂપિયા હતી.

આ સાયકલ 7 જાન્યુઆરી 1934ના રોજ વેચવામાં આવી હતી. 1933 મોડલની સાયકલમાં ઘંટડી અને લાઈટ પણ હતી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ બિલ પર યૂઝર્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

  Cycle bill viral: આજે પણ આપણા દેશમાં સાયકલનો ઘણો ઉપયોગ થાય છે. સાઇકલના દેખાવ અને અનુભૂતિમાં માત્ર ફેરફાર જ નથી થયો પણ તેની કિંમત પણ રાત-દિવસ બદલાઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે 88 વર્ષ પહેલા ભારતમાં સાઈકલની કિંમત માત્ર 18 રૂપિયા હતી. આજે આટલા પૈસામાં કોઈ મિકેનિક પણ સાઈકલનું પંચર ઠીક નથી કરતો કે બે કપ ચા પણ નથી મળતી. વર્ષ 1934નું એક સાયકલનું બિલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ બિલ કોલકાતાની એક દુકાનનું છે.

  આ બિલ સંજય ખરે નામના ફેસબુક યુઝરે શેર કર્યું છે. ખરેએ દાવો કર્યો છે કે આ તેમના દાદાએ લીધેલી સાયકલનું બિલ છે. તેણે બિલના ફોટો સાથે કેપ્શનમાં લખ્યું, “એક સમયે સાયકલ એ મારા દાદાનું સ્વપ્ન હતું. સમયનું પૈડું સાયકલના પૈડા જેવું કેટલું ફેરવાઈ ગયું છે!” ખરેએ જે બિલ શેર કર્યું છે તે કલકત્તાના કુમુદ સાયકલ વર્ક્સનું છે. આ સાયકલ 7 જાન્યુઆરી 1934ના રોજ વેચવામાં આવી હતી. ઇસ.1933 મોડલની સસ્તી સાયકલમાં ઘંટડી અને લાઈટ પણ હતી. જેને માત્ર રૂ.18માં વેચવામાં આવી હતી.

  આ પણ વાંચો:દિગ્ગજોએ જણાવ્યા 4 સુપર અને ચમત્કારિક સ્ટોક, ટૂંક જ સમયમાં તમારા ખિસ્સા ભરી દેશે

  યુઝર્સની પ્રતિક્રિયા


  સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ બિલ પર યૂઝર્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ખરેખર દેશ હવે કેટલો બદલાઈ ગયો છે. હવે તો 18 રૂપિયામાં સીટ પણ મળતી નથી, સાયકલ તો બહુ દૂરની વાત છે. બીજી બાજુ અન્ય એક યુઝરે લખ્યું છે કે આજના હિસાબે સાયકલ ઘણી મોંઘી હતી. ત્યારે સરકારી મિકેનિકનો પગાર 12 રૂપિયા, હેડ ક્લાર્કનો 20 રૂપિયા અને કલેક્ટરનો 50 રૂપિયા હતો.

  વર્ષ 1934નું એક સાયકલનું બિલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.


  આ પણ વાંચો:Go-First: ગો-ફર્સ્ટ એરલાઈન્સ આપી રહી છે ફ્રી ટિકિટ, જોકે આ લોકોને જ મળશે લાભ, ચેક કરો કોનો સમાવેશ થશે

  દરેકની ફેવરિટ છે સાઈકલ


  ભારતમાં પરિવહનનું મુખ્ય માધ્યમ સાયકલ રહ્યું છે. આજે પણ ઘણા લોકોનું ગુજરાન સાયકલના સહારે ચાલે છે. સાયકલને સામાન્યથી લઈને ખાસ લોકો સુધી ઘણો પ્રેમ મળ્યો છે. ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધી ઘણીવાર સાઈકલ ચલાવતા હતા. આજે પણ સાબરમતી આશ્રમમાં ગાંધીજીની સાયકલ સચવાયેલી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે પણ સાઈકલ સવારી ઘણી કરી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે પણ અવારનવાર સાયકલ દ્વારા સંસદ જાય છે.


  ઈસરોએ પણ સાઈકલનો ઉપયોગ કરેલો


  ભારતના પ્રથમ રોકેટના પ્રક્ષેપણમાં સાયકલનો પણ મહત્વનો ફાળો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન 1962માં ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ તરીકે જાણીતું હતું. તેણે 1963માં ભારતનું પ્રથમ રોકેટ લોન્ચ કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ રોકેટના ભાગોને સાઈકલ પર લોન્ચ સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા.
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Bicycle, Business news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन