Home /News /business /તમારું PAN Card ક્યાં ક્યાં ઉપયોગ થઈ રહ્યું છે આ રીતે ઓનલાઈન ચેક કરો
તમારું PAN Card ક્યાં ક્યાં ઉપયોગ થઈ રહ્યું છે આ રીતે ઓનલાઈન ચેક કરો
પાનકાર્ડના ખોટા ઉપયોગથી સાયબર ઠગ લગાવી શકે છે તમને ચૂનો, આ રીતે જાણો તમારા પાનકાર્ડની ટ્રાન્જેક્શન ડિટેલ્સ
પાન કાર્ડની સુરક્ષા પણ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે પાન કાર્ડનો દુરુપયોગ થતો હોય છે. આના દ્વારા ઘણી વખત નકલી લોન લેવાના સમાચાર પણ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં, તમારે તમારા પાન કાર્ડના ટ્રાન્ઝેક્શન ઇતિહાસ વિશે જાણવું જોઈએ. જો તમે તમારા PAN કાર્ડનો ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જાણવા માગો છો તો તમે તેને કેટલીક વેબસાઇટ દ્વારા શોધી શકો છો.
આજના સમયમાં કોઈપણ નાણાકીય કામ કરવા માટે પાનકાર્ડ(Pan Card) અતિ મહત્વનું દસ્તાવેજ ગણાય છે. ઘણા બધા જરૂરી કામોમાં પાનકાર્ડ(Pan Card) નો ઉપયોગ થાય છે. બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય, લોન(Bank Loan) લેવી હોય, 50 હજારથી વધારે રકમનું ટ્રાન્જેકશન કરવું હોય, ક્રેડિટ કાર્ડ(Credit Card) લેવું હોય અથવા ITR ફાઈલ કરવું હોય, પણકાર્ડ આ દરેક કામમાં જરૂરી છે. જેથી પાનકાર્ડની સુરક્ષા(Pan Card Security) આપણા માટે જરૂરી છે. ઘણી વખત પાનકાર્ડનો ખોટો ઉપયોગ પણ થઇ જાય છે. પાનકાર્ડ દ્વારા ફ્રોડ લોન લેવાઈ હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. ત્યારે અહીં આપણે જાણીશુ કે પાનકાર્ડના ટ્રાન્જેકશન અંગે જાણકારી કેવી રીતે મળેવી શકાય.
તમે કેટલી વેબસાઇટ્સની મદદથી તમારા પાનકાર્ડની હિસ્ટ્રી અંગે જાણકારી મેળવી શકો છો. આ માટે સૌપ્રથમ રિલેટેડ વેબસાઇટની મુલાકાત લો. જે બાદ અહીં માંગવામાં આવેલી બધી જ વિગતો દાખલ કરો. આ વિગતોમાં જન્મ તારીખ, ઇમેઇલ આઈડી, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાંકરડનો સમાવેશ થાય છે. આ બધી જ વિગતો દાખલ કાર્ય બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પાર એક OTP આવશે, જેને દાખલ કરો. જે બાદ તમને તમારા પાનકાર્ડનો ક્રેડિટ સ્કોર અથવા ટ્રાન્જેક્શન હિસ્ટ્રી જાણવા મળી જશે.
સાયબર ઠગ તમને પાનકાર્ડની મદદથી લગાવી શકે છે ચૂનો
આજકાલ ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમ(Cyber Crime) ચરમ પર છે. જો તમે તમારા પાનકાર્ડની ડિટેલ્સને ઘણી જગ્યાએ શેર કરી છે, તો સાયબર ઠગો તેનો દુરુપયોગ પણ કરી શકે છે. સાયબર ઠગો તમારા પાનકાર્ડ નંબરની મદદથી બેન્ક એકાઉન્ટ ખોલાવવાથી લઈને ફાઇનાન્સિયલ ટ્રાન્જેક્શન પણ કરી શકે છે. અગાઉ એવા સમાચાર પણ જાણવા મળ્યા હતા કે સાયબર ઠગો કોઈપણ વ્યક્તિના આધાર કાર્ડ(Aadhar Card) નંબર અને પાનકાર્ડ નંબરની મદદથી ફ્રોડ(Pan Card Fraud) કરીને લોન લઇ રહ્યા છે. એટલું જ નહીં તેઓ તમારા પાનકાર્ડની મદદથી લોન કે ક્રેડિટ કાર્ડ પણ મેળવી શકે છે. જો તમારા પાનકાર્ડનો આવો કોઈ દુરુપયોગ થયો છે, તો તમે ઈન્ક્મટેક્સ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ incometax.intelenetglobal.com/pan/pan.asp પર જઈને ફરિયાદ દાખલ કરાવી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર