ન્યૂઝ18 ગુજરાતી : લોકોને ચૂનો લગાવવા માટે સાયબર ઠગોએ એક નવો કિમીયો શોધી નાંખ્યો છે. ટ્રુ કોલરની મદદથી સાયબર ઠગ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા નીકાળી રહ્યાં છે. આવો જ એક મામલો નોએડામાં સામે આવ્યો છે. ચોરે આ કીમિયો અજમાવીને વ્યક્તિનાં ખાતામાંથી હજારો રૂપિયા ઉડાવી લીધા હતાં.
પીડિત યુવક પ્રકાશ નારાયણે ફરિયાદ નોંધાવતા કહ્યું કે, એક દિવસ મારા મોબાઇલમાં ફોન આવે છે. ટ્રુ કોલરમાં નંબરમાં એસબીઆઈ બેંક મેનેજર લખેલું આવે છે. જ્યારે આ ફોન પર વાત કરી ત્યારે કોલ કરનારે પોતાનું નામ રોહિત ભારદ્વાજ જણાવ્યું હતું. સાથે જ કહ્યું કે હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બેંક મેનેજર છું.
તેણે જણાવ્યું કે, તમારું એટીએમ કાર્ડ બંધ છે. તેને ચાલુ કરાવવા માટે કથિત મેનેજરે પીડિત પાસેથી કોઇ અન્ય બેંક ખાતાનો નંબર, એટીએમ કાર્ડ નંબર, પિન અને સીવી નંબર માંગ્યો. જે પીડિતે તેને આપી દીધો. થોડીવારમાં પીડિતને તે નંબર પર ફરીથી કોલ આવ્યો અને જણાવ્યું કે તમારૂં એસબીઆઈનું એટીએમ કાર્ડ હવે એક્ટિવેટ થઇ ગયું છે. જેની થોડી જ વારમાં પ્રકાશ નારાયણનાં ખાતામાંથી ત્રણવારમાં 10 -10 હજાર રૂપિયા કરીને 30 હજાર રૂપિયા નીકળી ગયા હતાં.
પ્રકાસે ફરીથી ફોન કર્યો તો જણાવ્યું કે આ ગેરંટી મની છે તમને આવતા 12 કે 14 કલાકમાં પરત મળી જશે. પરંતુ બે દિવસ પછી પણ તેના ખાતામાં રૂપિયા પાછા આવ્યાં નહીં. ત્યારબાદ તેમણે ફરિયાદ નોંધાવી હતી.
ટ્રુ કોલર પર આ રીતે આવે છે નામ
ટ્રુ કોલર પર નંબર આવતાની સાથે જે નામ આવે છે તે અંગે આઈટી એક્સપર્ટ યશ કુશવાહા જણાવે છે કે, ટ્રુ કોલર કોલરની સાથે જે નામને દેખાય છે અન્યનાં મોબાઇલમાં તમારા નામે સેવ હોય છે. ટ્રુ કોલર સૌથી પહેલા તે નામને દેખાડશે જે સૌથી વધુ ફીડ થયું હશે. નોએડાનાં પીડિતને કોલ આવ્યાં બાદ એસબીઆઈ મેનેજર દેખાયું કારણ કે ચોરે પોતાનાં મિત્રોનાં મોબાઇલમાં આ નંબરને એસબીઆઈ મેનેજરનાં નામે સેવ કરાવ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર