Home /News /business /Cyber Fraud: જો તમે સાયબર ફ્રોડનો શિકાર બનો તો તરત અહીં કરો ફરિયાદ, લોકોના 235 કરોડ રૂપિયા બચાવ્યા

Cyber Fraud: જો તમે સાયબર ફ્રોડનો શિકાર બનો તો તરત અહીં કરો ફરિયાદ, લોકોના 235 કરોડ રૂપિયા બચાવ્યા

તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો શું કરશો?

'સાયબર ક્રાઈમ'ના પ્રશ્ન પર ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ આજે ​​લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 'સિટીઝન ફાઈનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ' (Citizen Financial Cyber Fraud Reporting and Management System)ની શરૂઆતથી લઈને 31 જાન્યુઆરી 2023 સુધીમાં 1.90 લાખથી વધુ ફરિયાદોમાં 235 કરોડથી વધુની રકમની બચાવવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: દેશભરમાં ટેક્નોલોજીના વિકાસ સાથે સાયબર ફ્રોડના મામલા પણ સતત વધી રહ્યા છે. જેને લઈને, સરકાર તેના પર કડક કાર્યવાહી કરવા માટે ઘણા પગલાં પણ લઈ રહી છે. જણાવી દઈએ કે, ગૃહ મંત્રાલયે વર્ષ 2021 માં સાયબર છેતરપિંડીની ફરિયાદ કરવા માટે એક પોર્ટલ શરૂ કર્યું હતું, જેના પર આ વર્ષે 31 જાન્યુઆરી 2023 સુધીમાં સાયબર છેતરપિંડીની 7 લાખથી વધુ ફરિયાદો મળી હતી, જેમાંથી 1.90 લાખથી વધુ ફરિયાદોમાં 235 કરોડ રૂપિયા બચાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Cyber Fraud: નકલી ડિલિવરી એજન્ટો, OTPના બહાને લગાડી દે છે ચૂનો, આ રીતે ઓળખો

જણાવી દઈએ કે, ગૃહ મંત્રાલયે દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડને લગતા સવાલ પર આ માહિતી આપી છે. 'સાયબર ફ્રોડ'ના પ્રશ્ન પર ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ આજે ​​લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 'સિટીઝન ફાઇનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ'ની શરૂઆતથી 31 જાન્યુઆરી 2023 સુધીમાં ઓડિશા સહિત વિવિધ રાજ્યોમાંથી 7 લાખથી વધુ ફરિયાદો નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં 1.90 લાખથી વધુ ફરિયાદોમાં 235 કરોડ રૂપિયાથી વધુની રકમ બચાવી લેવામાં આવી છે. આ સાથે, 52,000 થી વધુ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Cyber Crime: સરકારી યોજનાના નામે ફોન આવે તો ચેતી જજો! લાડલી યોજનાના નામે પોણા સાત લાખની છેતરપિંડી

ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ એમ પણ કહ્યું કે, ભારતના બંધારણની સાતમી અનુસૂચિ મુજબ 'પોલીસ' અને 'પબ્લિક ઓર્ડર' રાજ્યના વિષયો છે. તેમણે કહ્યું કે, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તેમની કાયદા અમલીકરણ એજન્સીઓ (LEAs) દ્વારા મુખ્યત્વે સાયબર ગુનાઓ સહિતના ગુનાઓના નિવારણ, શોધ, તપાસ અને કાર્યવાહી માટે જવાબદાર છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, LEA કાયદાની જોગવાઈઓ અનુસાર સાયબર ફ્રોડમાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે છે.
First published:

Tags: Crime news, CYBER CRIME, Cyber fraud, Parliament session