Home /News /business /Cyber Fraud : હવે સાયબર એટેક સામે પણ મળશે વીમો, SBIએ શરૂ કર્યો નવો સાયબર વોલ્ટેજ પ્લાન

Cyber Fraud : હવે સાયબર એટેક સામે પણ મળશે વીમો, SBIએ શરૂ કર્યો નવો સાયબર વોલ્ટેજ પ્લાન

હવે સાયબર એટેક સામે પણ મળશે વીમો

લોકોને સાયબર ક્રાઇમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, વ્યક્તિગત માહિતી ચોરી અને છેતરપિંડીના વ્યવહારોને કારણે થતી મુશ્કેલીઓથી બચાવવા માટે એસબીઆઈ જનરલ સાયબર વોલ્ટેજની રચના થઈ છે.

  કોવિડ -19 મહામારી પછી દેશમાં ડિજિટલ તકનીકનો (Digital Technology) ઉપયોગ વધ્યો છે. ડિજિટલાઇઝેશનથી ઘણી રીતે લોકોની નોકરીઓ પણ બચી ગઈ છે. પરંતુ, જેમ દરેક સિક્કાની 2 બાજુઓ હોય છે, તેમ ડિજિટાઇઝેશનના પણ 2 પાસા છે. એક તરફ જ્યાં તે તમારા જીવનને સરળ બનાવી રહ્યું છે, તો બીજી તરફ સાયબર ફ્રોડનું (Cyber Fraud) જોખમ દરરોજ વધી રહ્યું છે. આ ખતરાને ઓછો કરવા માટે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ સાઈબર વૉલ્ટેજ ઈન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો છે. એસબીઆઈએ કહ્યું કે, આ તમને સાયબર ખતરા અને સાયબર એટેકથી સુરક્ષા આપશે.

  બેન્કિંગને લગતા ફ્રોડને કારણે 2020-21માં 63.4 કરોડનું નુકસાન


  સીઈઆરટી-ઈનના જણાવ્યા અનુસાર, 2021માં સાયબર સુરક્ષામાં ખામીની ઘટનાઓ વધીને 14.02 લાખ થઈ ગઈ છે. જે 2018માં 2.08 લાખ હતી. ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા પ્રકાશિત ડેટા અનુસાર, સાયબર ક્રાઇમ, એટીએમ / ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેંકિંગ ફ્રોડને કારણે નુકસાન 2020-21 માં 63.4 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

  આ પણ વાંચો -ઓલા ઉબર થશે જૂના, હવે આકાશમાં ઉડશે કેબ! ભારતીય જાયન્ટ L&T વિકસાવશે Air Taxi

  શું-શું થશે કવર?


  લોકોને સાયબર ક્રાઇમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, વ્યક્તિગત માહિતી ચોરી અને છેતરપિંડીના વ્યવહારોને કારણે થતી મુશ્કેલીઓથી બચાવવા માટે એસબીઆઈ જનરલ સાયબર વોલ્ટેજની રચના થઈ છે. SBIનો આ નવો પ્લાન લોકોને સાઇબર ક્રાઇમ સામે અને ઇન્ટરનેટ પર કોઇ પણ એક્ટિવિટી કે ડિજિટલ લેતી વખતે સુરક્ષા પૂરી પાડે છે અને આવી કોઇ પણ ઘટના સામે તમને રક્ષણ આપે છે. બેંકે જણાવ્યું કે, તે અનધિકૃત ઇ-ટ્રાન્ઝેક્શન, ચોરીથી થનાર ખોટ, સોશિયલ મીડિયા ટ્રોલિંગ, હેરાનગતિ અને ટ્રેસ કરવા સહિત અન્ય ઓનલાઇન ગુનાઓને આવરી લે છે.

  નાણાકિય નુકસાનથી આપશે સુરક્ષા


  એસબીઆઇના જનરલ ઇન્શ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર આનંદ પેજાવરે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટે આપણા જીવનને સરળ બનાવ્યું છે, ત્યારે તેણે એક એવી દુનિયા પણ બનાવી છે જે પહેલા કરતા વધુ જોખમી છે. જેમ જેમ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વ્યક્તિના કેન્દ્રમાં આવે છે, તેમ તેમ નવા યુગના ઉભરતા જોખમોનો ખતરો પણ વધ્યો છે. એસબીઆઇ જનરલ સાયબર વોલ્ટેજ મારફતે અમારો લક્ષ્યાંક એક વ્યાપક અને વાજબી ઉત્પાદન મારફતે ઇન્ટરનેટ-આધારિત જોખમો/સાયબર જોખમોને કારણે થતા નાણાકીય નુકસાનને ઘટાડીને વ્યક્તિઓનું રક્ષણ કરવાનો છે."

  આ પણ વાંચો -લોકોની મજબૂરીનો ફાયદો! પઠાણી ઉઘરાણી દ્વારા 200% સુધી વ્યાજ વસૂલવામાં આવ્યું

  કાયદાકિય ખર્ચ પણ ઉઠાવશે


  બેંકના જણાવ્યા અનુસાર, આ યોજનામાં કોઈ ત્રીજા પક્ષ સામે કાનૂની કાર્યવાહી કરવામાં અથવા તેનાથી પોતાનો બચાવ કરવા માટે કરવામાં આવતા કાનૂની ખર્ચનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આઈટી સ્પેશિયાલિસ્ટની સેવાઓનો લાભ લઈને ડેટા રિસ્ટોર કરવામાં લાગતા ખર્ચને પણ આ પ્લાન હેઠળ આવરી લેવામાં આવે છે. બેંકે કહ્યું કે, આવી કોઇ અનીચ્છનીય ઘટના બાદ જો પીડિતા માનસિક આઘાતથી પીડાતા હશે તો સાઇકોલોજિસ્ટનો ખર્ચ પણ આ પ્લાન હેઠળ ઉઠાવવામાં આવશે.
  First published:

  Tags: Online fraud, SBI bank

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો