અમદાવાદ સહિત આ મોટા શહેરોમાં હેકર્સ Cyber Attack કરીને ખાતા કરી શકે છે ખાલી, SBIએ આપી ચેતવણી

News18 Gujarati
Updated: June 22, 2020, 9:55 AM IST
અમદાવાદ સહિત આ મોટા શહેરોમાં હેકર્સ Cyber Attack કરીને ખાતા કરી શકે છે ખાલી, SBIએ આપી ચેતવણી
આ પહેલા પણ દિલ્હીનાં સાયબર સેલે પણ લોકોનાં વોટ્સએપ પર પોતાની બેંક સંબંધિત જાણકારી શેર કરવાની સ્પષ્ટ ના કહી છે.

આ પહેલા પણ દિલ્હીનાં સાયબર સેલે પણ લોકોનાં વોટ્સએપ પર પોતાની બેંક સંબંધિત જાણકારી શેર કરવાની સ્પષ્ટ ના કહી છે.

  • Share this:
દિલ્હી : દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ (SBI) પોતાના ગ્રાહકોને સંભવિત સાયબર હુમલા અંગે ચેતવણી આપી છે. બેંકે રવિવાર સાંજે એક પોસ્ટ શેર કરીને ગ્રાહકોને સાવધાન રહેવા જણાવ્યું હતું. પોસ્ટમાં કેટલાક મોટા શહેરોમાં સંભવિત સાયબર હુમલાઓ અંગે જણાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં એસબીઆઈએ (SBI) ગ્રાહકોને અપીલ કરી છે કે, ગઠિયાઓ COVID-19ના નામ પર ખોટો ઈમેઇલ મોકલીને તેમની વ્યક્તિગત અને નાણાંકીય જાણકારી ચોરી રહ્યાં છે. આ પહેલા પણ દિલ્હીનાં સાયબર સેલે પણ લોકોનાં વોટ્સએપ પર પોતાની બેંક સંબંધિત જાણકારી શેર કરવાની સ્પષ્ટ ના કહી છે. આ હેકર્સ બેંકની માહિતી લઇને એકાઉન્ટ હેક કરી લે છે.

SBIએ રવિવારે એક ટ્વિટમાં લખ્યું કે, અમારી જાણમાં આવ્યું છે કે, ભારતનાં મોટા શહેરોમાં એક સાયબર હુમલો થવાનો છે. ncov2019@gov.in પરથી આવતા ઇમેઇલ કે જેનો સબ્જેક્ટ ' ફ્રી COVID-19 ટેસ્ટ' હોય તની પર ક્લિક ન કરો.

એસબીઆઈએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, આશરે 20 લાખ ભારતીયોની ઇમેઇલ આઇડી સાયબર અપરાધીઓએ ચોરી કરી લીધી છે. હેકર્સ ઇમેઇલ આડી ncov2019@gov.in પરથી લોકોનો મફતમાં કોરોના ટેસ્ટ કરવાના નામ પર તેમની વ્યક્તિગત અને બેંકની જાણકારી મેળવી લે છે. એસબીઆઈએ દેશનાં દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, ચૈન્નઇ અને અમદાવાદનાં લોકોને આ ફ્રોડ ઇમેઇલ અંગે વિશેષ રીતે સાવધન રહેવા કહ્યું છે.આ પણ વાંચો - કોરોના વાયરસની સારવાર માટે Ciplaએ લોન્ચ કરી દવા, 2 દિવસમાં ત્રણ કંપનીઓને મળી મંજૂરી

આ પણ જુઓ- 

ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે (CERT-In) પહેલા જ આ અંગે ચેતવણી આપીને તમામ સરકારી વિભાગ અને સંસ્થાઓને આ અંગે સાવધ કર્યા છે. આ નખતે આ હેકર્સ સામાન્ય લોકોને નિશાનો બનાવવા માટે COVID-19નાં નામ પર સાયબર હુમલો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
First published: June 22, 2020, 9:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading