મુંબઈ: શેર બજાર નિયામક ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડે ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડની ખરીદી અને વેચાણનો સમય બદલીને એકવાર ફરી 3 વાગ્યા સુધીનો કરી દીધો છે. હવે આ ફેરફાર બાદ રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા અને વેચવા માટે વધારે સમય મળશે. જોકે, ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ અને કન્ઝરવેટિવ હાઈબ્રિડ ફંડ્સની ખરીદી વેચાણના સમયમાં ફેરફાર નથી કરવામાં આવ્યો.
19 ઓક્ટોબરથી લાગુ થશે નોવ નિયમ
મ્યુચ્યુઅલ ફંડની ખરીદી-વેચાણનો આ નવું ટાઈમ ટેબલ 19 ઓક્ટોબરથી લાગુ થશે. SEBIના આ નિર્ણયની જાીણકારી આપતા મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેટ કરતી સંસ્તા એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડીયાના ચેરમેન નિલેશ શાહે ટ્વીટ કરી કહ્યું કે, ઈક્વિટી મ્યુચ્યુઅઅલ ફંડના કટઓફ ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સરકારે કહ્યું, 'ગુટખા પર સંપૂર્ણ પ્રતિબંધ', જજે તરત જ બહારથી ગુટખા મંગાવી સરકારને બતાવી
નિલેશ શાહે ટ્વીટ કરી કહ્યું કે, હવે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની યૂનિટને ખરીદવા હોય કે વેચવા હોય તો, બંને માટે ત્રણ વાગ્યો સમય રહેશે. તમામ સ્કીમના સબસ્ક્રિપ્શન અને રિડિમ્પશનનો કટ ઓફ ટાઈમ ફરીથી 3 વાગ્યાનો થઈ ગયો છે, માત્ર એવા ફંડને છઓડી જે ડેટ અને કન્ઝર્વેટિવ હાઈબ્રિડ ફંડ્સની કેટેગરીમાં આવતા હોય. આ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની તમામ સ્કીમ માટે લાગુ થશે.
અમદાવાદ: નવરાત્રી પહેલા Silverમાં 1000નો ઉછાળો, જાણીલો Gold-Silverના આજના ભાવ
પરંતુ ડેટ સ્કીમ અને કન્ઝરવેટિવ હાઈબ્રિડ ફંડ્સની ખરીદી-વેચાણનો સમય SEBIના આગામી આદેશ સુધી નહીં બદલવામાં આવે. તમને જણાવી દઈએ કે, સેબીએ થોડા જ સમય પહેલા 3 વાગ્યાના સમયને બદલી 12.30 કરી દીધો હતો. હવે ફરીથી આને જુના સમય પર લાવવામાં આવ્યો છે. તેનો ફાયદો એ થશે કે, રોકામકારો પાસે તે દિવસની NAV (Net Asset Value) મેળવવા માટે હવે વધારે સમય હશે.
1 નવેમ્બરથી LPG સિલિન્ડર હોમ ડિલેવરીની બદલાઈ જશે પુરી સિસ્ટમ, જાણો - કેવી રીતે મળશે બોટલ
એપ્રિલમાં બદલાયો હતો સમય
SEBIએ એપ્રિલમાં કોરોના વાયરસ મહામારીના કારણે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સની ખરીદી અને વેચાણ માટે કટ ઓફ ટાઈમને ઓછો કરી દીધો હતો. તેમાં લિક્વીડ અને ઓવરનાઈટ સ્કીમ પણ સામેલ હતી. લિક્વીડ અને ઓવરનાઈટ ફંડની ખરીદી અને વેચાણ માટે 12.30થી 1.30 સુધીનો સમય છે. તો, ડેટ અને કન્ઝરવેટિવ હાઈબ્રિડ ફંડ્સ માટે આ સમય 1 વાગ્યાનો છે.