આ બેંકના ATMમાં નહીં જોવા મળે 2,000 રુપિયાની નોટ! જાણો કેમ

News18 Gujarati
Updated: February 22, 2020, 6:10 PM IST
આ બેંકના ATMમાં નહીં જોવા મળે 2,000 રુપિયાની નોટ! જાણો કેમ
આ બેંકના ATMમાં નહીં જોવા મળે 2,000 રુપિયાની નોટ! જાણો કેમ

ATMના મશીનોમાં 200 રુપિયાની નોટના કેસેટ્સની સંખ્યા વધારવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી : ઘણા થોડા દિવસોમાં તમને ATMમાં 2000 રુપિયાની નોટ જોવા નહીં મળે. હાલ એક જ બેંકે આવું કરવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડિયન બેંકે (Indian Bank)નિર્ણય કર્યો છે કે તે પોતાના ATMમાં 2000 રુપિયાની નોટ નહીં નાખે. આ સંબંધમાં બેંકે પોતાની બધી બ્રાન્ચને જાણકારી આપી દીધી છે. ઇન્ડિયન બેન્કે આ નિર્ણય પોતાના ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને લીધો છે.

ઇન્ડિયન બેંકે કહ્યું હતું કે ગ્રાહકોને 2000 રુપિયાની નોટ આવ્યા પછી તેને રિટેલ, આઉટલેટ્સ અને અન્ય સ્થળો પર એક્સચેન્જ કરાવવામાં મુશ્કેલી થાય છે. આ સંબંધમાં બેન્કે 17 ફેબ્રુઆરીએ એક સર્કુલર પણ જાહેર કર્યો છે. આ સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે 1 માર્ચ 2020 પછી ઇન્ડિયન બેંકના ATMમાં 2000 રુપિયાની નોટ રાખનાર કેસેટ્સને ડિસએબલ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો - સોનાની થાળીમાં ભોજન કરશે ટ્રમ્પ અને તેમનો પરિવાર, ચાંદીના કપમાં ચા પીશે

જોકે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બેંકની બ્રાન્ચમાં 2000 રુપિયાની નોટ ઉપલબ્ધ રહેશે. જો કોઈ કસ્ટમર બેંકમાંથી રોકડ લેશે તો તેને 2000 રુપિયાની નોટ આપવામાં આવી શકે છે. બેંકે કહ્યું છે કે ગ્રાહક 2000 રુપિયાની નોટ એક્સચેન્જ કરાવવા માટે બ્રાન્ચ આવી રહ્યા છે. આવા સમયે ATMમાં સેવા ઉપલબ્ધ કરાવવાનો કોઈ અર્થ નથી. આ ધ્યાનમાં રાખતા બેંકે નિર્ણય કર્યો છે કે ATMના મશીનોમાં 200 રુપિયાની નોટના કેસેટ્સની સંખ્યા વધારવામાં આવશે.

અત્યાર સુધી ATMમાં 2000 રુપિયાની નોટ નહીં રાખવાનો નિર્ણય ફક્ત ઇન્ડિયન બેંકે જ કર્યો છે. કોઈ અન્ય સરકારી કે પ્રાઇવેટ બેન્કે આવો કોઈ નિર્ણય કર્યો નથી. એક મીડિયા રિપોર્ટમાં ફાઇનાન્શિયલ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ્સના અધ્યક્ષ વી બાલાસુબ્રમણ્મના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તેમને આ સંબંધમાં કોઈ જાણકારી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ કંપની દેશમાં ઘણી બેંકોમાં ATM સેવાઓનું પ્રબંધન કરે છે.
First published: February 22, 2020
વધુ વાંચો
अगली ख़बर