LPG Cylinder: ગેસ સિલિન્ડરથી દુર્ઘટના થવાના કેસમાં મળે છે 50 લાખનું વળતર, જાણો કેવી રીતે

એલપીજી ગેસ સિલિન્ડર

LPG Cylinder blast: LPG એટલે કે રસોઈ ગેસ કનેક્શન લેવા પર પેટ્રોલિયમ કંપનીઓ ગ્રાહકને વ્યક્તિગત અકસ્માત સુરક્ષા આપે છે.

  • Share this:
    નવી દિલ્હી: આજના સમયમાં લગભગ તમામના ઘરમાં ગેસ સિલિન્ડર (Gas Cylinder) હોય છે. ગેસ સિલિન્ડરનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. કારણ કે નાની એવી ભૂલ ગંભીર દુર્ઘટના (Gas cylinder blast)નું કારણ બની શકે છે. આથી જરૂરી છે કે એલપીજી સિલિન્ડર (LPG cylinder)નો ઉપયોગ કરતી વખતે શું સાવધાની રાખવી જોઈએ અને દુર્ઘટના થવાના કિસ્સામાં શું કરવું જોઈએ. સાથે જ તમારે એ જાણવું પણ જરૂરી છે કે કોઈ કારણે ગેસ સિલિન્ડર ફાટે છે, લીક થયા બાદ દુર્ઘટના થાય છે તો એ ગ્રાહક હોવાને નાતે તમને કયા અધિકાર મળે છે.

    50 લાખ રૂપિયા સુધીનો ઇન્શ્યોરન્સ

    LPG એટલે કે રસોઈ ગેસ કનેક્શન લેવા પર પેટ્રોલિયમ કંપનીઓ ગ્રાહકને વ્યક્તિગત અકસ્માત સુરક્ષા આપે છે. 50 લાખ સુધીનો આ ઇન્શ્યોરન્સ સિલિન્ડરથી ગેસ લીકેજ કે પછી બ્લાસ્ટને પગલે થતી દુર્ઘટનાની સ્થિતિમાં આર્થિક મદદ તરીકે આપવામાં આવે છે. આ સુરક્ષા કવર માટે પેટ્રોલિયમ કંપનીઓની વીમા કંપની સાથે ભાગીદારી રહે છે.

    ગ્રાહકના ઘરે એલપીજી સિલિન્ડરને પગલે દુર્ઘટના થાય અને જાનમાલને નુકસાન થાય તો તેવા કેસમાં પર્સનલ એક્સિડેન્ટ કવર મળે છે. દુર્ઘટનમાં ગ્રાહકની સંપત્તિ/ઘરને નુકસાન થાય તો પ્રતિ અકસ્માત બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળે છે.

    કેવી રીતે મળશે 50 લાખને વીમો

    દુર્ઘટના બાદ ક્લેમ કરવાનો અને લેવાની રીત સરકારી વેબસાઇટ http://mylpg.in પર આપવામાં આવી છે. વેબસાઇટ પ્રમાણે એલપીજી કનેક્શન લેવા પર ગ્રાહકને મળેલા સિલિન્ડરથી જો કોઈ દુર્ઘટના થાય છે તો તે વ્યક્તિ 50 લાખ રૂપિયા સુધીનો વીમો લેવા માટે હકદાર બને છે.

    આ પણ વાંચો: LPG સિલિન્ડરના ભાવમાં એકસાથે 266 રૂપિયાનો વધારો 

    1. એક દુર્ઘટનાનો મહત્તમ 50 લાખ રૂપિયા સુધીનો વીમો મળી શકે છે. દુર્ઘટના પીડિત દરેક વ્યક્તિને મહત્તમ 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવી શકે છે.

    2. એલપીજી દુર્ઘટના વીમો મેળવવા માટે ગ્રાહકોએ અકસ્માત થયાની જાણ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અને ગેસ ડિસ્ટ્રિબ્યૂટર/એજન્સીને કરવાની રહેશે.

    3. PSU ઓઇલ વિતરણ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ, એચપીસી તથા બીપીસીના ડિસ્ટ્રિબ્યૂટરોએ ગ્રાહકો અને સંપત્તિઓ માટે થર્ડ પાર્ટી વીમા કવર સહિત દુર્ઘટના માટે વીમા પૉલિસી લેવાની હોય છે.

    4. આ પૉલિસી કોઈ વ્યક્તિગત ગ્રાહક માટે નથી હોતી પરંતુ તમામ ગ્રાહકો માટે હોય છે. આ માટે ગ્રાહકે કોઈ જ રકમ પણ નથી ચૂકવવાની રહેતી.

    5. FIRની કોપી, ઘાયલ થવાના કેસમાં સારવાર ખર્ચના બિલ, મોત થવાના કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને મૃત્યુનું પ્રમાણપત્ર સંભાળીને રાખો.

    આ પણ વાંચો:  Fixed Deposit: વધારે વળતર માટે અહીં કરો FD, જાણો કઈ બેંક આપી રહી છે સૌથી વધારે વ્યાજ

    ગેસ સિલિન્ડર બ્લાસ્ડ થવાના કેસમાં સૌથી પહેલા પોલીસને જાણ કરવાની હોય છે. જે બાદમાં સંબંધિત એરિયા ઑફિસ તરફથી દુર્ઘટનાના કારણની તપાસ કરવામાં આવે છે. જો અકસ્માત સિલિન્ડરને કારણે થયો હોય તો એલપીજી ડિસ્ટ્રિ્બ્યૂટર એજન્સી વીમા કંપનીઓની સ્થાનિક ઑફિસને આ અંગે સૂચના આપે છે. જે બાદમાં સંબંધિત વીમા કંપનીમાં ક્લેઇમ ફાઇલ થાય છે. ગ્રાહકોએ વીમા કંપનીમાં સીધો ક્લેઇમ ફાઇલ કરવાની કે પછી સંપર્ક કરવાની કોઈ જરૂરિયા નથી રહેતી.
    Published by:Vinod Zankhaliya
    First published: