કસ્ટમ વિભાગે મોટા અગરબત્તી સ્મગલિંગ કૌભાંડનો આ રીતે ભાંડો ફોડ્યો

News18 Gujarati
Updated: July 30, 2020, 6:28 PM IST
કસ્ટમ વિભાગે મોટા અગરબત્તી સ્મગલિંગ કૌભાંડનો આ રીતે ભાંડો ફોડ્યો
પ્રતિકાત્મક તસવીર

કસ્ટમ વિભાગને ઇનપુટ મળ્યા હતા કે વિયટનામથી ગેરકાનૂની રીતે અગરબત્તીની સ્મગલિંગ કરવામાં આવી રહી છે.

  • Share this:
વિયેટનામથી અગરબત્તીની સ્મગલિંગ (Agarbatti Smuggling) રેકેટનો ભાંડો ફોડી કસ્ટમ વિભાગે (Custom Department) ભરત એચ શાહ અને તેમના પુત્ર શ્રીરોનિક શાહની ચેન્નઇથી ધરપકડ કરી છે. સાથે જ કસ્ટમ વિભાગે 161.94 મિટ્રિક ટન અગરબત્તી અને 68.36 મિટ્રિક ટન અગરબત્તી બનાવાનો પાવડર જપ્ત કર્યો છે. આ બંને સામાન વિયેટનામથી આયાત કરવામાં આવ્યો હતો. અને કસ્ટમ વિભાગે કંટેનર્સને જપ્ત કર્યા છે. જેમાં M/s ઇન્ડિયન અગરબત્તી મેન્યુફૈક્ચર્સ લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે બે દિવસમાં કસ્ટમ વિભાગની આ બીજી મોટી કાર્યવાહી છે. આયાતકોએ કસ્ટમ વિભાગને જણાવ્યુ કે કંટેનર્સમાં જૉસ પાઉડર (Joss Powder) અને અગરબત્તી બનાવાનો પાવડર મિક્સ કરવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે જૉસ પાઉડર પર 15 ટકા કસ્ટમ ડ્યૂટી લાગે છે. પણ ASEAN દેશોની સાથે ફ્રી ટ્રેડ (FTA-Free Trade Agreement) એગ્રીમેન્ટના કારણે આ ચાર્જ Nil છે. વિયેટનામ પણ ASEAN દેશોનો ભાગ છે. માટે જૉસ પાઇડરના આયાત પર કસ્ટમ ડ્યૂટી નથી લાગતી. આ પ્રકારે આયાતક FTAના અયોગ્ય લાભ લઇને ચોરી કરે છે. આ આઇટમ્સની મદદથી તે અગરબત્તીનો કાચો સામાન આયાત કરાવે છે. ગત વર્ષે ઓગસ્ટથી જ અગરબત્તીને પ્રતિબંધિત કેટેગરીમાં નાંખવામાં આવી છે. અને તેને લાઇસેંસ વિના આયાત ના કરી શકાય.

વધુ વાંચો : NASA મંગળ ગ્રહ પર હેલિકૉપ્ટર ઉડાવવા માટે આજે Perseverance લૉન્ચ કરાશે

કસ્ટમ વિભાગને ઇનપુટ મળ્યા હતા કે વિયટનામથી ખોટી રીતે અગરબત્તીની સ્મગલિંગ કરવામાં આવી રહી છે. જેની આયાત ભારતમાં પ્રતિબંધિત છે. જે પછી કસ્ટમ વિભાગે સંદિગ્ધ આયાતકને પકડવા માટે એનલિટિક્સની મદદ લીધી. અને તે પછી ચેન્નઇના પોર્ટ પર આયાતકના 6 કંટેનર્સ પર કડક પહોરો રાખી અટકાયત કરી.

વધુ વાંચો : Photos : હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશા સ્ટાનકોવિચે આપ્યો પુત્રને જન્મ

ગુપ્ત જાણકારી મળી હતી કે આ 6 કંટેનર્સમાં જૉસ પાઉડર અને અગરબત્તી બનાવાનો પ્રીમિક્સ પાઉડર આયાત કરવામાં આવ્યો છે. જો કે તપાસમાં મોટી માત્રામાં અગરબત્તી અને અગરબત્તીનો પાવડર મળ્યો. જેને ચાલાકીથી અન્ય સામાનની વચ્ચે છુપાવવામાં આવ્યો હતો.

આ ખુલાસા પછી કસ્ટમ વિભાગે તપાસ તેજ કરી હતી. અને બેંગલુરુ સ્થિતિ આવસ અને ઓફિસમાં તપાસ કરતા જાણવા મળ્યું કે હજી પણ 2 વધુ કંટેનર્સ આવવાના છે. જે પાઇપલાઇનમાં છે. ચેન્નઇ પોર્ટમાં આ બંને કંટેનર્સની તપાસ કરી તો તેમાં પણ અગરબત્તી મળી આવી.
Published by: Chaitali Shukla
First published: July 30, 2020, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading