RBIએ વ્યાજ દર ઘટાડ્યા, સામાન્ય નાગરિકો અને અર્થવ્યવસ્થા પર શું થશે અસર?

RBIએ વ્યાજ દર ઘટાડ્યા, સામાન્ય નાગરિકો અને અર્થવ્યવસ્થા પર શું થશે અસર?
RBI ગવર્નર શક્તિકાંત દાસે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડાની મોટી જાહેરાત કરી

RBI ગવર્નર શક્તિકાંત દાસે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડાની મોટી જાહેરાત કરી

  • Share this:
    નવી દિલ્હીઃ RBI ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikant Das)એ મોટી જાહેરાત કરતાં રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. રિવર્સ રેપો રેટ 0.25 ટકા ઘટીને 3.75 ટકા પર આવી ગયો છે. આ નિર્ણયથી બેંકોને RBIની પાસે જમા રૂપિયા પર ઓછું વ્યાજ મળશે. જેથી બેંકો હવે પોતાની રકમનું અન્ય સ્થળે રોકાણ કરશે. એવામાં માર્કેટમાં તેજી આવવાની આશા છે. તેનાથી બેંકોની પાસે વધુ લિક્વિડિટી રહેશે એટલે કે તેમની પાસે રૂપિયા વધુ હશે. જેથી સામાન્ય નાગરિકોને લોન મેળવવામાં સરળતા રહેશે.

    જ્યારે આપણને રૂપિયાની જરૂ હોય છે અને આપણું બેંક એકાઉન્ટ ખાલી હોય તો આપણે બેંક પાસેથી લોન લઈએ છીએ. તેની સામે આપણે બેંકને લોન ચૂકવીએ છીએ. આવી જ રીતે બેંકોને પણ પોતાની જરૂરિયાત કે રોજેરોજના કામકાજ માટે ઘણી રકમની જરૂર પડ છે. તેના માટે બેંક RBI પાસેથી લોન લે છે. બેંક આ લોન પર RBI જે દરે વ્યાજ ચૂકવે છે તેને રેપો રેટ કહે છે.



    આ પણ વાંચો, કોરોનાની મહામારીથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે RBIએ કરી આ મોટી જાહેરાતો

    જ્યારે બેંકને ઓછા વ્યાજ દર પર લોન મળશે તો તેને ફંડ એકત્ર કરવામાં ખર્ચ ઓછો થશે. આ કારણે તે પોતાના ગ્રાહકોને સસ્તી લોન આપી શકે છે. તેનો અર્થ એ છે કે રેપો રેટ ઓછો હોવો સામાન્ય નાગરિકો માટે હોમ, કાર કે પર્સનલ લોન પર વ્યાજ દર ઓછો થઈ શકે છે. જો RBI રેપો રેટ વધારી દે છે તો બેંકોને નાણા એકત્ર કરવામાં વધુ રકમ ખર્ચ કરવી પડશે અને તે પોતાના ગ્રાહકોને પણ વધુ વ્યાજ દરે લોન આપશે.

    રિવર્સ રેપો રેટ- દેશમાં કામકાજ કરી રહેલી બેંકો પાસે જ્યારે દિવસભરના કામકાજ બાદ રકમ બચે જાય છે, તો તે રકમને RBIમાં મૂકી દે છે. આ રકમ પર RBI બેંકને વ્યાજ આપે છે. RBI આ રકમ જે દરે બેંકોને વ્યાજ આપે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે.

    જો RBI રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરે છે તો બેંકો પાસે ગ્રાહકોને લોન આપવા માટે વધુ રકમ બચશે. તેથી ગ્રાહકોને વધુ સરળતાથી લોન મળવાની શક્યતા ઊભી થાય છે.

    આ પણ વાંચો, 20 એપ્રિલથી લૉકડાઉનમાં કયા કામો કરવાની મળી છૂટ અને કયા રહેશે બંધ?
    Published by:News18 Gujarati
    First published:April 17, 2020, 11:31 am