Home /News /business /

નોટબંધી બેઅસર! સર્ક્યુલેશનમાં પાછી આવી એટલી જ કેશ

નોટબંધી બેઅસર! સર્ક્યુલેશનમાં પાછી આવી એટલી જ કેશ

    દેશમાં કરન્સીનું સર્ક્યુલેશન એકવાર ફરીથી નોટબંધી પહેલાના સ્તર પર પહોંચી ગયું છે. કેન્દ્રીય રિઝર્વ બેંકના હાલના આંકડા પ્રમાણે અત્યારના સમયમાં કરન્સી સર્ક્યુલેશન નોટબંધી પહેલાના સ્તર 99.17 ટકા થઈ ચુક્યું છે. આરબીઆઈ પ્રમાણે 23 ફેબ્રુઆરી 2018 સુધી અર્થવ્યવસ્થામાં સંચાલિત કુલ કરન્સી 17.82 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે નોટબંધી પહેલા 4 નવેમ્બર 2017 સુધી કુલ કરન્સી સર્ક્યુલેશન 17.97 લાખ કરોડ રૂપિયા હતાં.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરતી વખતે અર્થવ્યવસ્થામાં સંચાલિ 500 અને 1000ની કરન્સીને પ્રતિબંધ કરતા લગભગ 8 લાખ કરોડ રૂપિયાની કુલ મુદ્રાને પરત લઈ લીધી હતી. તેની જગ્યાએ રિઝર્વ બેન્કે પહેલા 2000 રૂપિયા અને પછી 500 રૂપિયાની નવી કરન્સીને સંચાલિત કરે છે. નોટબંધીનો આ નિર્ણય કેન્દ્ર સરકારે દેશમાં કાળાધન પર લગામ લગાવવા, નકલી કરેન્સી પર રોક લગાવવા અને દેશમાં ડિજીટલ ટ્રાંન્સેક્શનને વધારવા માટે ઉઠાવવામાં આવ્યું હતું.

    કેન્દ્ર સરકારે આ નિર્ણય પછી નવેમ્બર 2016થી દેશમાં પેમેન્ટ કરવા માટે ડિઝિટલ માધ્યમોથી પેમેન્ટ કરવાનો આકંડો વધતો દેખાતો ગયો. જે પછી દેશની દરેક બેંકોએ ડિજીટલ માધ્યમોના વપરાશ માટે મોટી તૌયારી કરી છે. પરંતુ આરબીઆઈએ જાન્યુઆરી 2018 પછી આંકડામાં જોવા મળ્યું છે કે દેશમાં કરન્સી ટ્રાન્સેક્શન વધીને 89,000 કરોડ રૂપિયા પહોંચી ગયું છે જ્યારે ડિજીટલ માધ્યમોથી પેમેન્ટનો આંકડો તેજીથી નીચે જઈ રહ્યો છે.

    રિઝર્વ બેંકે આ આંકડાએ આર્થશાસ્ત્રીઓને પણ હેરાન કરી દીધા છે. જ્યાં કેન્દ્ર સરકાર માટે પણ આ પડકાર છે કારણ કે નોટબંધી લાગૂ કરવા માટે કેન્દ્ર સરકારે દેશમાં કેશલેસ ટ્રાન્જેક્શનને વધારો કરવાનો વાયદો પણ કર્યો હતો. જો કે હવે સવાલ એ છે કે શું કરેન્સી સર્ક્યુલેશનના સ્તરથી નોટબંધીનું મોટું કારણ નિષ્ફળ થયું છે અને હવે શું દેશ ડિજીટલ માધ્યમોથી દૂર થઈ રહ્યું છે?
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Demonetisation levels, Pre-demonetisation levels, આરબીઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन