Business Idea: જો તમે વધુ પૈસા કમાવા માટે પોતાનો બિઝનેસ (How to start Own Business) કરવા માંગો છો તો આજે અમે તમને એક શાનદાર બિઝનેસ (Business Idea) વિશે જણાવશું. જેમાં તમે ઓછા પૈસા (Business at small level Investment) ખર્ચ કરીને બંપર કમાણી (How to Earn Money) કરી શકો છો. તેના માટે એક શ્રેષ્ઠ બિઝનેસ પ્લાન છે – કાકડીની ખેતી (Cucumber Farming). તેમાં તમે ઓછા સમયમાં વધુ પૈસા કમાવા (Earning Money)નો અવસર મળશે.
કાકડીનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરો
આપને જણાવી દઇએ કે પાકનું સમયચક્ર 60થી 80 દિવસમાં પુરૂ થાય છે. આમ તો કાકડી ગરમીની સિઝનમાં થાય છે. પરંતુ ચોમાસામાં કાકડીનો પાક વધુ થાય છે. કાકડીની ખેતી તેમામ પ્રકારની માટીમાં કરી શકાય છે. તેની ખેતી માટે જમીનનું પીએચ 5.5થી 6.8 સુધી સારું માનવામાં આવે છે. કાકડી નદી-તળાવના કિનારે પણ ઉગી શકે છે. તો આવો જાણીએ આ બિઝનેસ વિશે.
સરકાર આપી રહી છે સબસિડી
યૂપીના (Uttar Pradesh) એક ખેડૂત દુર્ગાપ્રસાદ જે કાકડીની ખેતી (Cucumber Farming) કરીને લાખોની કમાણી કરી રહ્યા છે, તે જણાવે છે કે, ખેતીમાં નફો કમાવવા માટે મેં ખેતરમાં કાકડીનું વાવેતર કર્યું અને માત્ર 4 મહીનામાં 8 લાખ રૂપિયાની કમાણી કરી છે. તેમણે પોતાના ખેતરમાં નેધરલેન્ડની કાકડીનું વાવેતર કર્યુ હતું. દુર્ગાપ્રસાદ જણાવે છે કે, નેધરલેન્ડથી કાકડીના આ પ્રજાતિના બીજ મંગાવી વાવેતર કરનાર તેઓ પ્રથમ ખેડૂત છે.
આ પ્રજાતિની ખાસિયત છે કે આ કાકડીમાં બીજ હોતા નથી. જેના કારણે કાકડીની માંગ મોટી હોટલો અને રેસ્ટોરન્સમાં ખૂબ રહે છે. દુર્ગાપ્રસાદ જણાવે છે કે, તેઓએ બાગાયત વિભાગ તરફથી 18 લાખ રૂપિયાની સબસીડી લઇને ખેતરમાં જ સેડનેટ હાઉસ બનાવ્યું હતું. સબસીડી લીધા બાદ પોતાના 6 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. આ સિવાય તેમણે નેધરલેન્ડથી 72 હજાર રૂપિયાના બીજ મંગાવ્યા હતા. બીજ વાવીને 4 મહીના બાદ તેમણે 8 લાખ રૂપિયાની કાકડી વેચી.
આ કાકડીની ખાસિયત છે કે તેની કિંમત સામાન્ય કાકડીની સરખામણીએ બે ગણી હોય છે. જ્યાં સામાન્ય કાકડી રૂ. 20 પ્રતિ કિલો હિસાબે વેચાય છે. ત્યાં નેધરલેન્ડની આ કાકડી 40થી 45 રૂપિયા પ્રતિ કિલો વહેંચાઇ રહી છે. જો કે તમામ પ્રકારની કાકડીની માંગ રહે છે. માર્કેટિંગ માટે તમે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર