વાહન ચાલકો Big News! હવે કાર રસોઈના બચેલા તેલમાંથી બનેલા બાયોડિઝલ પર ચાલશે! ડીઝલ કરતા 40-50 ટકા સસ્તું

રસોઈમાં બચેલા તેલથી બાયોડીજલ બનાવવામાં આવશે

પેટ્રોલિયમની પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતા ડીઝલ કરતાં તે ખૂબ જ અલગ, સસ્તું, પ્રદૂષણ મુક્ત અને સારું છે. ભારતીય ઓટોમોબાઈલ કંપનીઓ પણ 2024 પછી સંપૂર્ણપણે બાયોડિઝલથી ચાલતી કાર બજારમાં લાવવા જઈ રહી

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં ડીઝલ (Diesel) વાહનો ચલાવતા લોકો માટે રાહતના સમાચાર છે. પેટ્રોલ (Petrol) ના વિકલ્પ તરીકે હાજર CNG અને LPG બાદ હવે ડીઝલ વાહનોને પણ સસ્તું અને સારું ઇંધણ મળવાનું છે. દેશમાં પ્રથમ વખત, વપરાયેલા રસોઈના તેલ (Used Cooking Oil)માંથી બાયોડિઝલ (Biodiesel) બનાવવામાં આવ્યું છે, જે ડીઝલ કરતાં લગભગ 40-50 ટકા સસ્તું છે. આવી સ્થિતિમાં, દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે ઢીલા પડેલા ખિસ્સા પર લગામ લગાવવા માટે બાયોડિઝલને વધુ સારો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે.

  તાજેતરમાં, CSIR-Indian Petroleum Institute (CSIR-IIP), દહેરાદૂનના વૈજ્ઞાનિકોએ સામાન્ય તાપમાને બચેલા કે બળેલા તેલથી બાયોડિઝલ બનાવ્યું છે. તેને ડીઝલનો આર્થિક વિકલ્પ કહેવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે, ખાદ્ય તેલનો મહત્તમ ત્રણ વખત ઉપયોગ કરી શકાય છે, તે પછી તેની પ્રતિક્રિયાને કારણે તે ઝેરી બની જાય છે અને ખાવા માટે ઉપયોગી નથી રહેતુ. તેથી, આ રસોઈ તેલમાંથી આ બાયોડિઝલ બનાવવામાં આવશે, આ પ્રદૂષણ મુક્ત બળતણ છે અને ડીઝલની જેમ વાતાવરણને નુકસાન કરતું નથી.

  ડો.નીરજ અત્રે, વરિષ્ઠ મુખ્ય વૈજ્ઞાનિક, બાયોફ્યુઅલ વિભાગ, CSIR-IIP એ જણાવ્યું હતું કે, બાયોડિઝલ ભવિષ્યનું બળતણ છે. દેશના વૈજ્ઞાનિકો સતત સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ સંસાધનોમાંથી ઉર્જાના વિકલ્પો શોધી રહ્યા છે. આ સમય દરમિયાન પ્રદૂષણ સ્તર નિયંત્રણ પણ એક મોટો પડકાર છે. જો કે, હવે બાયોડિઝલ આ તમામ ધોરણો પર ખરૂ ઉતરશે. તે માત્ર પાંચ મિનિટની પ્રક્રિયા સાથે સામાન્ય તાપમાને બનાવી શકાય છે. ન્યૂઝ 18 હિન્દી સાથેની વાતચીતમાં, અત્રેએ બાયોડિઝલ વિશે તેમજ આગામી સમયમાં વાહનોમાં તેનો ઉપયોગ કેવી રીતે થશે તેની સંપૂર્ણ માહિતી આપી છે.

  બાયોડિઝલ શું છે, તે ડીઝલથી કેવી રીતે અલગ છે

  ડો. અત્રે કહે છે કે, બાયોડીઝલ મુખ્યત્વે છોડના બીજની પ્રક્રિયામાંથી ઉત્પન્ન થાય છે. તે ખાદ્ય અથવા બિન ખાદ્ય તેલ બંનેમાંથી બનાવવામાં આવે છે. વારંવાર ઉપયોગ કર્યા બાદ અને બળી ગયા બાદ ખાદ્ય વનસ્પતિ તેલમાંથી આ પ્રથમ વખત બન્યું છે. બાકીનું શુદ્ધ વનસ્પતિ તેલ હોટલ, ઢાબા, રેસ્ટોરન્ટ, ઘરોમાં ગમે ત્યાં જોવા મળે છે, જે હવે બાયોડિઝલમાં પ્રક્રિયા કરવામાં આવી છે. દેશમાં હાલમાં ઉપયોગમાં લેવાતા પેટ્રોલિયમની પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતા ડીઝલ કરતાં તે ખૂબ જ અલગ, સસ્તું, પ્રદૂષણ મુક્ત અને સારું છે.

  બાયોડિઝલ પર કાર ક્યારે ચાલશે?

  બ્રાઝિલમાં, 100 ટકા વાહનો બાયોડિઝલ પર ચાલે છે, પરંતુ ભારતમાં હાજર વાહનોમાં, ડીઝલમાં 20 ટકા બાયોડિઝલનો ઉપયોગ કરી શકાય છે. જો કે, 2024 પછી આવતી તમામ કાર અથવા ડીઝલ વાહનોમાં 100% બાયોડિઝલનો ઉપયોગ કરવામાં આવશે. આ અંગે ઓટોમોબાઈલ ઉદ્યોગને ભલામણો મોકલવામાં આવી છે. ભારતીય ઓટોમોબાઈલ કંપનીઓ પણ 2024 પછી સંપૂર્ણપણે બાયોડિઝલથી ચાલતી કાર બજારમાં લાવવા જઈ રહી છે.

  આ પણ વાંચો38 કરોડ કામદારો માટે ખુશખબર, મોદી સરકારે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું, રજિસ્ટ્રેશન કરાવો મળશે લાભ!

  બાયોડિઝલ ડીઝલ કરતા સસ્તું છે

  ડો. અત્રે સમજાવ્યું કે, બાયોડિઝલ બનાવવા માટે IIPને 30 રૂપિયા પ્રતિ કિલોના દરે ઉપયોગ કર્યા બાદ બચેલુ રસોઈ તેલ મળી રહ્યું છે. જ્યારે તેના પ્રોસેસિંગમાં લગભગ 16-17 રૂપિયા ખર્ચ આવે છે. તેથી આ 47 રૂપિયામાં તૈયાર થઈ રહ્યું છે. જે અત્યારે પેટ્રોલિયમથી ઉપલબ્ધ ડીઝલ કરતા ઘણું સસ્તું છે. આ માટે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે વપરાયેલ રસોઈના તેલમાંથી બનેલા બાયોડીઝલ માટે 52 રૂપિયા 50 પૈસાનો ભાવ નક્કી કર્યો છે.
  Published by:kiran mehta
  First published: