Home /News /business /

Cryptocurrency Tax Calculation: ક્રિપ્ટોમાંથી કમાણી પર 30% ટેક્સનો અર્થ શું? આ રીતે સમજો ગણતરી

Cryptocurrency Tax Calculation: ક્રિપ્ટોમાંથી કમાણી પર 30% ટેક્સનો અર્થ શું? આ રીતે સમજો ગણતરી

ક્રિપ્ટોકરન્સી

Cryptocurrency Tax Calculation: નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ક્રિપ્ટો સહિત VDAથી થનારી આવક પર ટેક્સ લગાવવાનો અર્થ એ નથી કે તેને કાયદેસર માન્યતા મળી ગઇ છે.

નવી દિલ્હી: બજેટ 2022માં (Budget 2022) ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) અને એનએફટી (NFT) સહિત વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના (VDA) ટ્રાન્સફરથી થનારી આવક પર 30% ટેક્સની જાહેરાત કરવામાં આવી છે. ભલે ટેક્સ ઘણો વધુ છે, છતાં ક્રિપ્ટોના રોકાણકારો આ વાતથી ખુશ છે કે ક્રિપ્ટો પર ટેક્સેશનથી થોડી ઘણી માન્યતા મળી છે. જોકે, નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ક્રિપ્ટો સહિત VDAથી થનારી આવક પર ટેક્સ લગાવવાનો અર્થ એ નથી કે તેને કાયદેસર માન્યતા મળી ગઇ છે. આ બાબત પર પૂરી રીતે ત્યારે જ સ્પષ્ટતા થશે, જ્યારે ડિજિટલ એસેટ્સને રેગ્યુલેટ કરવા માટે સંસદમાં બિલ રજૂ કરવામાં આવશે. ઘણા રોકાણકારો પોતાની ટેક્સ લાયબિલિટીઝની ગણતરીને લઇને સ્પષ્ટ નથી. ત્યારે અમે અહીં આ અંગે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે.

શું કહે છે એક્સપર્ટ?

ટેક્સ અને રોકાણ એક્સ્પર્ટ બળવંત જૈને જણાવ્યું કે, "બજેટ મેમોરેન્ડમ અનુસાર, ક્રિપ્ટોકરન્સી અથવા અન્ય VDAમાં રોકાણ પર કોઈ ઈન્ડિવિજ્યુઅલની કુલ ટેક્સ લાયબિલિટી જેવી એસેટ્સના ટ્રાન્સફર અથવા ટ્રાન્ઝેક્શનથી થનારી આવકનો ભાગ હશે." તેમણે આગળ જણાવ્યું કે, આગામી નાણાકીય વર્ષ (વર્ષ 2022-23)થી ક્રિપ્ટો અને NFT સહિત ડિજિટલ એસેટ ટ્રાન્સફર અથવા વેચાણથી થનારા નફા પર 30% ટેક્સ લાગુ થશે. રોકાણકારોને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, ક્રિપ્ટોકરન્સીથી થનારા નુકસાનને સેટ ઑફ અથવા કેરી ફોરવર્ડ કરાવી નથી શકાતું.”

Tax Calculation : ક્રિપ્ટથી ફાયદો થશે કે નુકસાન?

RSM ઇન્ડિયાના ફાઉન્ડર ડો. સુરાણાએ ઉદાહરણ આપતાં કહ્યું કે, “માની લો કે, તમારી સેલરી ઇનકમ 20 લાખ રૂપિયા છે. તેને બીટકોઇનના વેચાણ પર 5 લાખ રૂપિયા અને એથેરિયમના વેચાણ પર 2 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. તે નુકસાનને સેટ-ઓફ કરી શકે છે અને તેને ક્રિપ્ટો (બિટકોઈન અને એથેરિયમ) ના વેચાણ પર થનારા ચોખ્ખા નફા 3 લાખ રૂપિયા પર ટેક્સ આપવો પડશે. આ એપ્લિકેબલ સરચાર્જ (આ કિસ્સામાં શૂન્ય) અને સેસ (1.2% એટલે કે 30% કરમાંથી 4%) પણ આપવાનો રહેશે. આ રીતે, વ્યક્તિએ કુલ 31.2%ના દરે ટેક્સ ચૂકવવો પડશે. રૂ. 20 લાખના પગારની આવક પર વ્યક્તિ દ્વારા 5થી 30% (વત્તા સરચાર્જ અને સેસ) ના સામાન્ય સ્લેબના હિસાબે ટેક્સ આપવો પડશે અને આ બાબત પર પણ નિર્ભર રહેવું પડશે કે શું કરદાતાએ આવકવેરા કાયદાની કલમ 115BAC હેઠળ કોઈ ચૂકવણી કરી છે કે કેમ?

IIM અમદાવાદના પ્રોડક્શન અને ક્વોન્ટિટેટિવ ​​મેથડ્સના એસોસિએટ પ્રોફેસર અંકુર સિંહાએ કહ્યું કે, માત્ર નફા પર જ ટેક્સ લાગશે, નુકસાન પર ટેક્સ લાગશે નહીં.

શું ક્રિપ્ટો ઇનકમ પર 30%થી વધુ ટેક્સ આપવો પડશે?

આ બાબતે સરકાર તરફથી વધુ સ્પષ્ટતાની જરૂર છે. ક્રિપ્ટો રોકાણકારે માત્ર 30% ટેક્સ ચૂકવવો પડશે કે સરચાર્જના હિસાબે વધુ ચૂકવણી કરવી પડશે તે અંગે નિષ્ણાતોના મત અલગ અલગ છે. ક્રિપ્ટોકરન્સી, NFTs અથવા અન્ય વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના સ્થાનાંતરણમાંથી આવક પર ચૂકવવામાં આવતો ટેક્સ 30%થી વધી શકે છે, કારણ કે આ ફ્લેટ રેટ લાગુ પડતા સરચાર્જ અને સેસને બાદ કરતા હોય છે. જેમ આપણે ઉપરના ઉદાહરણમાં જોયું તેમ, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનથી થનારી આવક પર અસરકારક કર 30% જેટલો હોઈ શકે છે.

આ પણ વાંચો: Gold price today: બજેટ બાદ સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો, ફટાફટ જાણો આજનો ભાવ

એક્સપર્ટ્સ શું કહે છે?

સુરાણા કહે છે, “ક્રિપ્ટોકરન્સી એસેટ્સમાંથી થતી આવકના ટેક્સમાં 30 ટકા ટેક્સ તેમજ સરચાર્જ અને સેસનો સમાવેશ થાય છે. કરપાત્ર આવકના આધારે કરની રકમના 10%, 15%, 25% અને 37%ના દરે સરચાર્જ લાગુ થાય છે અને કર અને સરચાર્જની રકમના 4%ના દરે સેસ લાગુ પડે છે. આમ, ક્રિપ્ટો એસેટ્સના ટ્રાન્સફરથી થનારી આવક પર વ્યક્તિગત/એચયુએફના કિસ્સામાં કરપાત્ર આવકના આધારે 31.2%, 34.32%, 35.88%, 39% અને 42.744% ટેક્સ લાગી શકે છે.”

આ પણ વાંચો: Budget 2022માં Cryptocurrency પર લદાયો 30% ટેક્સ, જાણો તેને લગતા નવા નિયમો

જોકે, પટનાયક માને છે કે, ક્રિપ્ટોમાંથી આવક પર ચૂકવવામાં આવનાર વાસ્તવિક કર 30%થી વધુ નહીં હોય. પટનાયકે એક ઉદાહરણ સાથે સમજાવ્યું કે, “ધારો કે, મિસ્ટર X ક્રિપ્ટોકરન્સીમાં US$ 100,000નું રોકાણ કરે છે અને 10,000 યુનિટ મેળવે છે. તે તેમને 2,000 યુનિટના 5 હપ્તામાં વેચવાનું નક્કી કરે છે અને તેમાંથી 15,000 US$, US$ 25,000 US$, 40,000 US$, 75,000 US$ અને 5,000 US$ મેળવે છે. આમ, US$ 100,000ના રોકાણ પર મિસ્ટર Xને કુલ મળીને US$160,000 મળ્યા. તેથી, તેણે US$ 60,000ની ચોખ્ખી આવક પર US$ 18,000 (US$60,000 માંથી 30%) 30%ના દરે કર ચૂકવવો પડશે. આને તેમની અન્ય આવક સાથે પણ જોડવામાં આવશે અને મિસ્ટર Xએ તેમની કુલ આવક પર લાગુ સરચાર્જ અને એજ્યુકેશન સેસની સાથે ટેક્સ ચૂકવવો પડશે.”

શું એયરડ્રોપ્ડ ક્રિપ્ટો ટોકન અથવા NFT પર પણ આપવો પડશે ટેક્સ?

EarthIDના VP- રિસર્ચ એન્ડ સ્ટ્રેટેજી શરત ચંદ્રાએ જણાવ્યું કે, “માત્ર ક્રિપ્ટો રોકાણકારો જ નહીં, પરંતુ જેમણે ભેટ તરીકે એરડ્રોપ ક્રિપ્ટો ટોકન અથવા NFTs મેળવ્યા કર્યા છે, તેઓએ પણ કર ચૂકવવો પડશે.”

શું તમારે પણ ક્રિપ્ટો રાખવા માટે ટેક્સ આપવો પડશે?

તમારે ટેક્સ ત્યારે જ ચૂકવવો પડશે, જ્યારે ટ્રાન્ઝેક્શન, ટ્રાન્સફર અથવા ક્રિપ્ટો એસેટ્સમાંથી આવક મેળવશો. નિષ્ણાતોના મતે, ક્રિપ્ટો રાખવા માટે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Budget 2022, Cryptocurrency, Investment

આગામી સમાચાર