અહીં રોકાણ કરશો તો ટૂંકા સમયમાં બની જશો કરોડપતિ : જાણો ટોપ 10 ક્રિપ્ટોકરન્સીમાં કોણ છે આગળ

અહીં રોકાણ કરશો તો ટૂંકા સમયમાં બની જશો કરોડપતિ : જાણો ટોપ 10 ક્રિપ્ટોકરન્સીમાં કોણ છે આગળ
પ્રતિકાત્મક તસવીર

વર્તમાન સમયે ક્રિપ્ટોકરન્સીમાં મળી રહેલા વળતરના કારણે મોટી સંખ્યામાં રોકાણકારો ક્રિપ્ટોકરન્સીમાં નાણાં રોકવા તૈયાર થયા છે. ભારત સહિત વિશ્વભરના રોકાણકારો તેમાં પૈસા લગાવે છે

  • Share this:
નવી દિલ્હી : વર્તમાન સમયે ક્રિપ્ટોકરન્સીમાં મળી રહેલા વળતરના કારણે મોટી સંખ્યામાં રોકાણકારો ક્રિપ્ટોકરન્સીમાં નાણાં રોકવા તૈયાર થયા છે. ભારત સહિત વિશ્વભરના રોકાણકારો તેમાં પૈસા લગાવે છે. જો તમે પણ રોકાણ કર્યું હોય અથવા રોકાણ માટે પ્લાન ઘડી રહ્યા હોવ તો આજે કઈ ક્રિપ્ટોકરન્સી રોકાણકારોને સૌથી વધુ ફાયદો કરાવી રહી છે, તે વિશે જાણવું જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વભરના ઘણા દેશોની સરકારોએ ક્રિપ્ટોકરન્સી તરફ કડકાઈ દાખવતા બિટકોઇનથી લઈ ઘણી ક્રિપ્ટોકરન્સીના ભાવ ગગડી ગયા હતા. જોકે, ઘણી ક્રિપ્ટોકરન્સીના ભાવ હજી પણ વધી રહ્યા છે.કોઈનડેસ્કના મત મુજબ Bitcoin અત્યારે 37,349.42 ડોલરે ટ્રેડ થઈ રહ્યો છે. તેમાં અત્યારે 2.70 ટકાની તેજી છે. આ રેટ પર બીટકોઈન ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ કેપ 699.37 બિલિયન ડોલર છે. છેલ્લા 24 કલાકમાં બીટકોઈન ક્રિપ્ટોકરન્સીની મહત્તમ કિંમત 38,214.79 ડોલર અને લઘુતમ કિંમત 36,270.80 ડોલર હતી.

Ethereumનો ભાવ

અત્યારે ઈથેરિયમ કોઈનડેસ્ક પર 2689.97 ડોલરે ચાલી રહ્યો છે. તેમાં 3.42 ટકાની તેજી છે. આ ભાવે એથેરિયમ ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ કેપ 312.39 બિલિયન ડોલર છે.

Dogecoinનો ભાવ

આ ઉપરાંત Dogecoin અત્યારે કોઈનડેસ્ક પર 0.414179 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જેમાં અત્યારે 15 ટકાનો ઉછાળો છે. આ ભાવે ડોગકોઈન ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ કેપ 53.72 બિલિયન ડોલરનું છે.

RBIએ શું કહ્યું?

આરબીઆઇ દ્વારા જણાવાયું હતું કે, બેન્કો 6 એપ્રિલ 2018ના પરિપત્રનો હવાલો આપી ગ્રાહકોને ડિજિટલ કરન્સીની લે-વેચથી દુર રહેવાની સલાહ અપાતી હતી, તે પરિપત્રને સુપ્રીમ કોર્ટ 4 માર્ચ 2020ના રોજ રદ્દ કરી ચુકી છે. સરળ ભાષામાં સમજીએ તો રિઝર્વ બેંકની આ સ્પષ્ટતા પછી ભારતમાં ક્રિપ્ટોકરન્સીની લે-વેચનો રસ્તો સાફ થઈ ગયો છે.

નોંધનીય છે કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એચડીએફસી બેંક સહિત ઘણી જાહેર અને ખાનગી બેન્કોએ તેમના ગ્રાહકોને ઇ-મેઇલ મોકલી વર્ચુઅલ કરન્સીના વ્યવહારથી દૂર રહેવાની સૂચના આપી હતી.

કઈ એપથી કરી શકો રોકાણ?

જો તમે પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા ઇચ્છતા હોવ તો વજીરએક્સ એપ અથવા કોઈનસ્વીચર દ્વારા રોકાણ કરી શકો છો. આના દ્વારા નાણાંનું રોકાણ કરવું, લે-વેચ કરવું ખૂબ જ સરળ હોય છે. ક્રિપ્ટોમાં નાણાંનું રોકાણ કરીને તમે સરળતાથી ઊંચું વળતર મેળવી શકો છો. અત્યારે રોકાણકારોમાં ક્રિપ્ટોકરન્સી પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Published by:News18 Gujarati
First published:June 03, 2021, 21:44 IST

ટૉપ ન્યૂઝ