ક્રિપ્ટો બજારમાં સામાન્ય ઘટ નોંધાઇ, પણ આ એક કોઇન 3000% ઉછળ્યો
ક્રિપ્ટો બજારમાં સામાન્ય ઘટ નોંધાઇ, પણ આ એક કોઇન 3000% ઉછળ્યો
ક્રિપ્ટો કરન્સીમાં વધારો
Cryptocurrency prices today: ક્રિપ્ટો માર્કેટમાં બિટકોઇનનાં બજારમાં પ્રભુત્વ (Bitcoin Dominance) 42.2 ટકા થયો છે તો ઇથેરિયમનું બજાર પ્રભુત્વ (Ethereum Dominance) 18.7 ટકા છે.
Cryptocurrency market: ગુરુવારે 17, ફેબ્રુઆરીનાંસવારે 10 વાગીને 20 મિનિટે ક્રિપ્ટો બજારમાં 0.54%ની ઘટ આવી છે. ગ્લોબલ ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ (Global Crypto Market Cap) $1.96 ટ્રિલિયન ડોલર થઇ ગયો છે. જોકે કાલે આશરે આ સમયે $1.97 ટ્રિલિયન ડોલર હતી. બિટકોઇન (Bitcoin) અને ઇથેરિયમ (Ethereum) સહિત આશરે તમામ મોટી કરન્સીમાં ઘટાડો નોંધાયો છે. એવલોન્ચ (Avalanche) અને શિબા ઇનુ (Shiba Inu) ટોકન કરે છે. ટ્રેન્ડ કરી રહ્યાં હતાં.
આજે સૌથી મોટી કરન્સી બિટકોઇન (Bitcoin Price Today) 0.53% ની ઘટની સાથે $43,630.75 પર ટ્રેન્ડ કરી રહી હતી. જ્યારે ઇથેરિયમ (Ethereum Price Today) ગત 24 ક્લાકમાં 1.62%ની ઘટ સાથે આવી છે. અને તે $3,071.30 પર ટ્રેન્ડ થઇ રહી હતી. અત્યારે જ્યારે આ સમાચાર લખાતા હતાં ત્યાં સુધીમાં ક્રિપ્ટો માર્કેટમાં બિટકોઇનનું બજાર પ્રભુત્વ (Bitcoin Dominance) 42.2 ટકા છે તો ઇથેરિયમનું બજાર પ્રભુત્વ (Ethereum Dominance) 18.7 ટકા છે.
24 કલાકમાં સૌથી વધુ વધનારો કોઇન - વાત કરીએ આ સમય દરમિયાન સૌથી વધુ વધનારી કરન્સી વીશે તો Shiba toby (SHBT), NOONE અને CATCOIN (CATS) માં ભારે ઉછાળો આવ્યો છે. Shiba toby (SHBT) માં ગત 24 કલાક દરમિયાન 3068.38% તો NOONEમાં 1027.55% અને CATCOIN (CATS)માં 464.91%નો ઉછાલો નોંધાયો છે.