Cryptocurrency Price Today: આજે કયા સિક્કા આપને બનાવશે માલામાલ, અહીં ચેક કરો સમગ્ર લિસ્ટ

આજે ક્યાં રોકાણ કરશો તો તમે બની જશો કરોડપતિ? રોકાણકારો માટે નફો રળવાની ઉત્તમ તક

આજે ક્યાં રોકાણ કરશો તો તમે બની જશો કરોડપતિ? રોકાણકારો માટે નફો રળવાની ઉત્તમ તક

  • Share this:
    નવી દિલ્હી. જો તમે સારી કમાણી કરવાનો (Earn money) વિકલ્પ શોધી રહ્યા છો તો આજે આપની પાસે સારી તક છે. ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)માં નાણા રોકીને તમે થોડીક જ મિનિટોમાં બમ્પર કમાણી કરી શકો છો. આજે 7 જૂને મોટાભાગની ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency Prices Today) લીલા નિશાનમાં કારોબાર કરી રહી છે. નોંધનીય છે કે તેનો માર્કેટ કેપ છેલ્લા થોડાક દિવસની તુલનામાં 1.54 ટકા વધીને 1.66 ટ્રિલિયન ડૉલર થઈ ગઈ છે.

    આ દરમિયાન દુનિયાની સૌથી મોટી અને પ્રચલિત ક્રિપ્ટોકરન્સી 1.2 ટકાના વધારાની સાથે કારોબાર કરી રહી છે. એવામાં અહીં નાણા રોકીને તમે મોટો નફો રળી શકો છો. છેલ્લા 24 કલાકમાં કુલ ક્રિપ્ટો માર્કેટ વોલ્યૂમમાં 79.70 અબજ ડૉલરનો વધારો થયો છે. બીજી તરફ, ગત દિવસની તુલના કરવામાં આવે તો તે 22.07 ટકા વધુ છે.

    આવો ચેક કરો 7 જૂન 2021ના રોજ ટૉપ-10 ક્રિપ્ટોકરન્સીમાં કયા રેટ પર કારોબાર થઈ રહ્યો છે...


    આ પણ વાંચો, Corona Vaccine: કોવેક્સીનની તુલનામાં કોવિશીલ્ડથી બની રહી છે વધુ એન્ટીબોડી, નવી સ્ટડીમાં દાવો

    ગૂગલે કરી મોટી જાહેરાત

    આ ઉતાર-ચઢાવની વચ્ચે દેશની દિગ્ગજ આઇટી કંપની ગૂગલે ક્રિપ્ટોકરન્સી પોલિસીમાં થોડાક ફેરફાર કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે તેઓ 3 ઓગસ્ટથી અમેરિકામાં ગ્રાહકોને ટાર્ગેટ કરવામાં આવેલા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જિસ અને ડિજિટલ વોલેટ્સની જાહેરાત સ્વીકારવા લાગશે.

    આ પણ વાંચો, કોરોના કાળમાં બે ભાઈઓએ શરૂ કરી નારિયલ પાણીની હોમ ડિલીવરી, હજારોમાં થઈ રહી છે કમાણી

    માત્ર અમેરિકામાં થશે લાગુ

    ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં આ વિશે જાણકારી આપી છે. ગૂગલ તરફથી વધુમાં કહેવામાં આવ્યું કે નવા નિયમ માત્ર અમેરિકામાં ઉપયોગમાં લેનારા ડિજિટલ વોલેટ ઉપર જ લાગુ કરવામાં આવશે. આ પોલિસીનો ફાયદો ઉઠાવવા માટે આપને ક્રિપ્ટો વોલેટ કંપનીઓને FinCEN અને ફેડરલ કે રાજ્ય ચાર્ટર્ડ બેંકનો સાથે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
    Published by:Mrunal Bhojak
    First published: