Home /News /business /

કોરોનાના નવા વેરિઅન્ટ 'Omicron'ના નામે ક્રિપ્ટોકરન્સી, ત્રણ દિવસમાં આપ્યું 900% વળતર!

કોરોનાના નવા વેરિઅન્ટ 'Omicron'ના નામે ક્રિપ્ટોકરન્સી, ત્રણ દિવસમાં આપ્યું 900% વળતર!

ક્રિપ્ટોકરન્સી (પ્રતિકાત્મક તસવીર)

Omicron Cryptocurrency: કોરોનાના નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન' નામની ક્રિપ્ટોકરન્સીએ રોકાણકારોના પૈસા ત્રણ જ દિવસમાં 10 ગણા કરી દીધા.

    મુંબઈ: ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)ની દુનિયામાં કંઈ પણ શક્ય છે. તાજેતરમાં આફ્રિકન દેશોમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. આ વેરિઅન્ટનું નામ 'Omicron' છે. વિશ્વર આરોગ્ય સંગઠને (World health organisation) આ વેરિઅન્ટને ખતરનાક (Covid 19 new variant Omicron) ગણાવતા ચેતવણી જાહેર કરી છે. WHOની ચેતવણી પછી 'Omicrom' નામની ખૂબ જ ઓછી લોકપ્રીય ક્રિપ્ટોકરન્સીનું જાણે કે નસિબ બદલાઈ ગયું છે.

    'Omicron' ક્રિપ્ટોકરન્સીમાં છેલ્લા થોડા દિવસોમાં 900 ટકાનો ઉછાળો આવ્યો છે. આ કરન્સીમાં રોકાણ કરનાર રોકાણકારોના પૈસા ત્રણ જ દિવસમાં 10 ગણા થઈ ગયા છે. CoinMarketCapના આંકડા પ્રમાણે 27 નવેમ્બરના રોજ 'Omicron' ક્રિપ્ટોકન્સી આશરે 65 ડૉલર (4,883)ના ભાવથી ટ્રેડ કરી રહી હતી. આ જ દિવસે WHO તરફથી આ નવા વેરિઅન્ટને લઈને પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવી હતી. જે બાદથી આ ક્રિપ્ટોકરન્સીની કિંમત સતત વધી રહી છે.

    ત્રણ દિવસમાં 945% વળતર

    29 નવેમ્બરના રોજ તેની કિંમત 689 ડૉલર (આશરે 51,765 રૂપિયા)ના પોતાના ઑલ ટાઇમ હાઈના સ્તર પર પહોંચી ગઈ છે. આ જ રીતે ફક્ત ત્રણ જ દિવસમાં રોકાણકારોને 945 ટકા વળતર મળ્યું છે. આ સમાચાર લખવામાં આવી રહ્યા છે ત્યારે આ કિંમતમાં થોડો ઘટાડો થયો છે, જે 612.67 ડૉલર (આશરે 45,972 રૂપિયા) આસપાસ હતી.

    WHOએ વાયરસને ગણાવ્યો ખતરનાક

    સ્વાભાવિક રીતે જ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ પર આ ક્રિપ્ટોકરન્સીનું નામ હોવાથી તેની કિંમતમાં આટલો મોટો ઉછાળો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના નવા વેરિઅન્ટનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં 23 નવેમ્બરના રોજ સામે આવ્યો હતો. WHO તરફથી આ વેરિઅન્ટને ખૂબ જ ગંભીર બતાવવામાં આવ્યો હતો. સાથે જ આ વાયરસ વધારે સંક્રામક હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ WHO તરફથી આ વાયરસને ચિંતા ઊભી કરનાર વાયરસ ગણાવવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: Explained: પ્રાઇવેટ અને પબ્લિક ક્રિપ્ટોકરન્સી વચ્ચે તફાવત શું છે? બંને એકબીજાથી કઈ રીતે છે અલગ?

    નવા  વેરિઅન્ટની ક્રિપ્ટોકરન્સી પર અસર

    Omicron વેરિઅન્ટ સામે આવ્યા બાદ ગત વીકેન્ડમાં દુનિયાભરના શેર બજારોમાં પણ લગભગ તમામ મોટી ક્રિપ્ટોકરન્સીમાં ઘટાડો આવ્યો હતો. જોકે, હવે તેમાં થોડી તેજી પણ આવી છે. એક રિપોર્ટ પ્રમાણે Omicron, એક એથેરિયમ આધારિત ક્રિપ્ટોકરન્સી છે. હાલ તેમાં ફક્ત SushiSwapના માધ્યમથી જ લેવડ-દેવડ કરી શકાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bitcoin, Coronavirus, Cryptocurrency, Omicron

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन